Home /News /national-international /VIDEO:કેનેડામાં ભારતીયોની સાથે ખાલીસ્તાની અલગાવવાદીઓની થઈ અથડામણ

VIDEO:કેનેડામાં ભારતીયોની સાથે ખાલીસ્તાની અલગાવવાદીઓની થઈ અથડામણ

દિવાળી દરમિયાન ભારતીય સમુદાયના સભ્યો સામે ખાલિસ્તાન રાજ્યનો ધ્વજ લહેરાવતો જોવા મળ્યો હતો. (તસવીરઃ દક્ષ પંવાર/ટ્વીટર)

કેનેડાના મિસીસૌગા શહેરમાં દિવાળીની પાર્ટી દરમિયાન ભારતીય મૂળના કેનેડિયનો અને ખાલિસ્તાન અલગતાવાદી આંદોલનકારીઓ વચ્ચે અથડામણનો મામલો સામે આવ્યો છે. આ વિવાદમાં એક વ્યક્તિ ઘાયલ પણ થયો છે. પોલીસના જણાવ્યા અનુસાર તેને સામાન્ય ઈજાઓ થઈ છે. આ વિવાદનો આખો વીડિયો સોશિયલ મીડિયા પર મોટા પ્રમાણમાં શેર કરવામાં આવી રહ્યો છે.

વધુ જુઓ ...
ટોરન્ટોઃ કેનેડાના મિસીસૌગા શહેરમાં દિવાળીની પાર્ટી દરમિયાન ભારતીય મૂળના કેનેડિયનો અને ખાલિસ્તાન અલગતાવાદી આંદોલનકારીઓ વચ્ચે અથડામણનો મામલો સામે આવ્યો છે. આ વિવાદમાં એક વ્યક્તિ ઘાયલ પણ થયો છે. પોલીસના જણાવ્યા અનુસાર તેને સામાન્ય ઈજાઓ થઈ છે. આ વિવાદનો આખો વીડિયો સોશિયલ મીડિયા પર મોટા પ્રમાણમાં શેર કરવામાં આવી રહ્યો છે.



વીડિયોમાં દેખાઈ રહ્યાં છે બે જૂથો

સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયોમાં બે જૂથો દેખાઈ રહ્યા છે, જેમાં એક તિરંગો ધરાવે છે અને બીજું જૂથ ખાલિસ્તાનનો ઝંડો ધરાવે છે. આ દિવાળી પાર્ટી મિસિસોગા શહેરમાં થઈ રહી હતી. પોલીસે બાદમાં પુષ્ટિ કરી હતી કે વિવાદમાં એક વ્યક્તિ ઘાયલ થયો હતો. માણસને સામાન્ય ઈજાઓ થઈ હતી અને પેરામેડિક્સ દ્વારા તેની સારવાર કરવામાં આવી હતી. સ્થાનિક ન્યૂઝ મીડિયા વેબસાઈટ insauga.com અનુસાર, પીલ પોલીસે આ રિપોર્ટને પાર્કિંગ એરિયામાં 400-500 લોકો લડી રહ્યા હોવાનો ગણાવ્યો હતો.

ટીકટોક પર પણ શેર થયો વીડિયો

આ વિડિયો TikTok પર પણ શેર કરવામાં આવ્યો હતો, તેને અપલોડ કરવામાં આવ્યો ત્યારથી અત્યાર સુધીમાં 200,000થી વધુ વ્યૂ મળ્યા છે. વીડિયો ફૂટેજમાં પોલીસ અધિકારીઓ બે જૂથો વચ્ચેની લડાઈને ઉકેલતા બતાવે છે. પોલીસે હજુ સુધી કોઈની ધરપકડ કરી નથી. ટોરોન્ટો સિટી ન્યૂઝ અનુસાર લડાઈના સ્થળે ભારે ભીડ હતી, લોકો બૂમો પાડી રહ્યા હતા. શાંતિ જાળવવા માટે પોલીસ આ વિસ્તારમાં હાજર રહી હતી.

આ પણ વાંચો: કેનેડાના નકલી વિઝા બનાવી આપતા કૌભાંડનો પર્દાફાશ, ATS દ્વાર ચાર લોકાની ધરપકડ

ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં વધારો જોવા મળ્યો

કેનેડામાં અલગ ખાલિસ્તાની રાજ્યની રચના માટે સહાનુભૂતિ ધરાવતા લોકોના નેતૃત્વમાં છેલ્લા કેટલાક મહિનામાં ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં વધારો જોવા મળ્યો છે. ખાલિસ્તાની રાજ્યના સમર્થકોએ રાજધાની ટોરોન્ટો સહિત અનેક કેનેડાના પ્રાંતોમાં હિંદુ મંદિરોમાં તોડફોડ કરવામાં પણ ભાગ લીધો હતો. ભારત સરકારે અગાઉ સપ્ટેમ્બરમાં નોટિસ જારી કરીને કેનેડામાં રહેતા ભારતીયોને ભારત વિરોધી ગતિવિધિઓને પગલે સતર્ક રહેવા જણાવ્યું હતું.
First published:

Tags: Canada, Diwali 2022, Diwali celebration

विज्ञापन