બલવિંદર સિંહ હત્યા કેસમાં ખાલિસ્તાન કનેક્શન બહાર આવ્યું; પોલીસને આતંકીના પરિવાર પર શંકા: સૂત્ર

News18 Gujarati
Updated: October 17, 2020, 7:31 PM IST
બલવિંદર સિંહ હત્યા કેસમાં ખાલિસ્તાન કનેક્શન બહાર આવ્યું; પોલીસને આતંકીના પરિવાર પર શંકા: સૂત્ર
બલવિંદર સિંઘ

પંજાબના CM કેપ્ટન અમરિન્દરસિંહે શુક્રવારે ડીઆઈજી ફિરોઝપુરની આગેવાની હેઠળની એક વિશેષ તપાસ ટીમ (એસઆઈટી)ની રચના કરવાનો આદેશ આપ્યો છે, જે શૌર્ય ચક્રથી સન્માનિત બલવિંદર સિંહ પર થયેલા હત્યા મામલે તપાસ કરશે.

  • Share this:
શૌર્ય ચક્રથી સન્માનિત તેવા બલવિંદર સિંઘ સંઘૂ હત્યા કેસમાં ખાલિસ્તાન કનેક્શન બહાર આવ્યું છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર પંજાબ પોલીસને બલવિંદર સિંહ હત્યા કેસમાં આતંકવાદ સમયે માર્યા ગયેલા આતંકીઓના પરિવારજનો પર શંકા વ્યક્ત કરી છે. બલવિંદરજી જ્યારે ભીખીવિંદમાં તેના ઘરની બાજુમાં આવેલી ઓફિસમાં જઇ રહ્યા હતા ત્યારે બાઇક પર સવાર હુમલાખોરોએ તેમને ચાર ગોળી વાગી મારીને નાસી છૂટયા હતા. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં બે હુમલાખોરો નજરે પડે છે.

તેમની પત્ની જગદીશ કૌરએ પત્રકારોને જણાવ્યું કે "જ્યાં સુધી હત્યારાઓની ધરપકડ કરવામાં નહીં આવે ત્યાં સુધી પરિવાર તેમનો અંતિમ સંસ્કાર નહીં કરે." સાથે જ તેમણે પોતાના પરિવાર માટે સુરક્ષાની પણ માંગ કરી છે. સિંધુની પત્નીએ કહ્યું, 'મારા પરિવારના તમામ, હું, મારા સ્વર્ગસ્થ પતિ અને તેમના ભાઈ રણજીતસિંહ અને તેમની પત્ની બલરાજ કૌર સંધુને શૌર્ય ચક્રથી સન્માનિત કર્યા છે. કેન્દ્રએ અમને આતંકવાદ સામે લડવા માટે આ સન્માન આપ્યું છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર બંને ગુપ્તચર વિભાગની નિષ્ફળતા આ માટે જવાબદાર છે, જેના પરિણામરૂપ આતંકવાદીઓએ મારા પતિની હત્યા કરી છે.

ઉલ્લેખનીય છે કે પંજાબના CM કેપ્ટન અમરીન્દરસિંહે શુક્રવારે ડીઆઈજી ફિરોઝપુરના નેતૃત્વ હેઠળ એક વિશેષ તપાસ ટીમ (એસઆઈટી) ની રચના કરવાનો આદેશ આપ્યો છે, જે શૌર્ય ચક્રથી સન્માનિત બલવિંદર સિંહ પરના આ કેસની સઘન તપાસ કરશે. એસઆઈટીએ આ કેસ માટે અને આરોપીને પકડવા માટે ચાર વિશેષ ટીમો બનાવી લીધી છે. જે આ કેસ પર હાલ કામ કરી રહી છે.

વધુ વાંચો : Navratri Prasadi : નવરાત્રીમાં પહેલા નોરતે ઘરે બનાવો માતાજીના પ્રસાદ માટે આ મીઠાઇ

નોંધનીય છે કે થોડા સમય પહેલા જ તેમનાથી સુરક્ષા પાછી લેવામાં આવી હતી. પંજાબના આતંકવાદ સામે લડનારા અને શૌર્ય ચક્રથી સન્માનિત તેવા બલવિંદર સિંઘ સિંધુની પંજાબના તરણ તારણ જિલ્લામાં અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. થોડા સમય પહેલા સરકારે તેમની સુરક્ષા પરત ખેંચી લીધી હતી.
ત્યારે હાલ આ કેસમાં પોલીસે તપાસ શરૂ કરી છે.  ત્યારે તેમની આ હત્યાથી તેમનો સમગ્ર પરિવાર શોકગ્રસ્ત થયો છે. અને તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારને ન્યાયની અપીલ કરી છે.
Published by: Chaitali Shukla
First published: October 17, 2020, 7:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading