દુનિયાના સૌથી નાના વ્યક્તિ ખગેંદ્ર થાપાનું નિમોનિયાથી નિધન

News18 Gujarati
Updated: January 18, 2020, 5:10 PM IST
દુનિયાના સૌથી નાના વ્યક્તિ ખગેંદ્ર થાપાનું નિમોનિયાથી નિધન
ખગેંદ્ર થાપા માગર

ખાલી 67.8 સેન્ટીમીટરની ઊંચાઈ ધરાવતા ખગેંદ્રને દુનિયાના સૌથી નાના વ્યક્તિ હતા

  • Share this:
શુક્રવારે, દુનિયાના સૌથી નાના વ્યક્તિ તરીકે રેકોર્ડ બનાવનાર નેપાળના રહેવાસી ખગેંદ્ર થાપા માગર (Khagendra Thapa Magar)નું નિધન થયું. સમાચાર એજન્સી AFP મુજબ ખગેંદ્ર થાપા માગરના ભાઇ મહેશ થાપાએ આ અંગે જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે ખગેંદ્રને નિમોનિયા થઇ ગયો હતો. આ કારણે તે કેટલાક દિવસથી હોસ્પિટલમાં હતા. અને આ સમયે જ નિમોનિયાના કારણે તેમના હદય પર પણ અસર થઇ અને તેમનું નિધન થયું.

પોખરાની પાસે એક હોસ્પિટલમાં થાપાને દાખલ કરવામાં આવ્યા હતા. તે છેલ્લા સમયે તેમના માતા-પિતાની સાથે હતા. ખાલી 67.8 સેન્ટીમીટરની ઊંચાઈ ધરાવતા ખગેંદ્રને દુનિયાના સૌથી નાના વ્યક્તિ માનવામાં આવે છે. આ માટે તેમનું નામ ગિનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સન્માનિત કરવામાં આવ્યું હતું.
વર્ષ 2010માં થાપા જ્યારે 18 વર્ષના હતા ત્યારે તેમને ગિનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડે સૌથી નાના વ્યક્તિનો ખિતાબ આપ્યો હતો. થાપા પિતાએ આ સમયે જણાવ્યું હતું કે જ્યારે થાપાનો જન્મ થયો હતો ત્યારે તે હાથ પણ સમાતા નહતા. પણ મને તેમના પિતા હોવાનું ગર્વ છે. અને થાપાએ ખાલી તેમનું જ નહીં પૂરા દેશનું નામ રોશન કર્યું છે.

જો કે તે પછી વર્ષ 2012માં ગિનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડે દુનિયાના સૌથી નાના જીવીત વ્યક્તિ તરીકે નેપાળના ચાંદ્ર બહાદૂર દાંગીના નામની નોંધણી કરી હતી. 72 વર્ષીય ચાંદ્ર દાંગીની લંબાઇ ખાલી 56.4 સેન્ટીમીટર હતી અને વજન 12 કિલોગ્રામ હતું. પણ 2015માં તેમનું નિધન થતા ફરી એક વાર આ ખિતાબ થાપા પાસે પરત ફર્યો હતો.
First published: January 18, 2020
વધુ વાંચો
अगली ख़बर