બ્રેઇન ડ્રેઇન નથી, આ બ્રેઇન ગેઇન છે, વ્યાજ સાથે ડિપોઝીટ પરત આવશે

Haresh Suthar | News18
Updated: September 28, 2015, 3:22 PM IST
બ્રેઇન ડ્રેઇન નથી, આ બ્રેઇન ગેઇન છે, વ્યાજ સાથે ડિપોઝીટ પરત આવશે
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સેનહોજેમાં સૈપ સેન્ટરમાં અમેરિકી ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ હિન્દીમાં આપેલા પોતાના ભાષણમાં કેલિફોર્નિયામાં ભારતની ચમકદાર છાપનો પણ ઉલ્લેખ કર્યો હતો. પોતાના આત્મવિશ્વાસને દેશના યુવાનો સાથે જોડ્યો, દેશના ભ્રષ્ટાચાર અંગે પણ વાત કરી અને ભારતમાં આવી રહેલા બદલાવને દેશવાસીઓની દેન બતાવી. ભારતથી વિદેશ આવી વસેલા યુવાઓને બ્રેઇન ડ્રેન નહીં પરંતુ બ્રેઇન ગેન ગણાવ્યા હતા

  • News18
  • Last Updated: September 28, 2015, 3:22 PM IST
  • Share this:
સેનહોજે # ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સેનહોજેમાં સૈપ સેન્ટરમાં અમેરિકી ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ હિન્દીમાં આપેલા પોતાના ભાષણમાં કેલિફોર્નિયામાં ભારતની ચમકદાર છાપનો પણ ઉલ્લેખ કર્યો હતો. પોતાના આત્મવિશ્વાસને દેશના યુવાનો સાથે જોડ્યો, દેશના ભ્રષ્ટાચાર અંગે પણ વાત કરી અને ભારતમાં આવી રહેલા બદલાવને દેશવાસીઓની દેન બતાવી. ભારતથી વિદેશ આવી વસેલા યુવાઓને બ્રેઇન ડ્રેઇન નહીં પરંતુ બ્રેઇન ગેન ગણાવ્યા હતા. મોદીએ કહેલી મુખ્ય બાબતો.

-પહેલા આપણી ઓળખાણ ઉપનિષદને લઇને હતી. આપણે ઉપનિષદ ઉપનિષદ કહેતા હતા. દુનિયા સમજતી ન હતી. આજે આપણો દેશ ઉપનિષદોથી આગળ વધી ઉપગ્રહોની ચર્ચા કરી રહ્યો છે. ભારત ઉપનિષદોથી ઉપગ્રહ સુધી પહોંચી ગયો છે. કેટલાય વિભોગામાં અતરિંક્ષ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મંગળ મિશનની જેમ હું પણ પ્રથમ વખતમાં સફળ રહ્યો. વિશ્વમાં ભારત જ એવો દેશ છે કે જે પ્રથમ પ્રયાસમાં જ મંગળ મિશનમાં સફળ થયો છે.

-આતંકવાદ ગુડ કે બેડ નથી હોતો. આતંકવાદ એ આતંકવાદ છે. યૂએન છેલ્લા 70 વર્ષોથી નક્કી નથી કરી શક્યું કે આતંકવાદ છે શું? યૂએન પોતાની 70મી વર્ષગાંઠ પર નક્કી કરે છે કોને આતંકવાદી અને કોને માનવતાવાદી માનવા. નકશો સ્પષ્ટ હોવો જોઇએ. આટલો સમય જશે તો લડીશું કેવી રીતે.

-આપણા દેશમાં રાજનેતાઓ પર ટૂંકા સમયમાં જ આરોપ લાગે છે. એણે 50 કરોડ બનાવ્યા, ફલાણાએ 100 કરોડ બનાવ્યા, પુત્ર-પુત્રીએ 500 કરોડ બનાવ્યા, જમાઇએ 1000 કરોડ બનાવ્યા, હું તમારી વચ્ચે ઉભો છું, શું મારા પર આરોપ છે?

-પહેલા લોકો બ્રેન ડ્રેઇનની વાત કરતા હતા. પરંતુ હું એને બ્રેઇન ડિપોઝીટ કહું છું. આ બ્રેઇન ગેઇન છે. જેને વ્યાજ સહિત ચુકવવાનો સમય આવી ગયો છે. બ્રેઇન ડ્રેન નથી. આ બહુમૂલ્ય ડિપોઝીટ છે. જ્યારે પણ હિન્દુસ્તાનને જરૂર પડશે વ્યાજ સાથે ડિપોઝીટ પરત આવશે.

-આજે ભારતમાં 28 સપ્ટેમ્બર છે આજે શહીદ ભગતસિંહનો જન્મદિવસ છે. હું એમને નમન કરૂ છું. હું કહીશ વીર ભગતસિંહ, તમે કહેશો અમર રહો, અમર રહો
First published: September 28, 2015
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading