લિંગ પરિવર્તન કરી પુરૂષમાંથી સ્ત્રી બની, સમાનતા માટે પત્રકારત્વમાં ઝંપલાવ્યું

News18 Gujarati
Updated: September 3, 2019, 10:16 AM IST
લિંગ પરિવર્તન કરી પુરૂષમાંથી સ્ત્રી બની, સમાનતા માટે પત્રકારત્વમાં ઝંપલાવ્યું
હૈદી સાદીયાની ફાઇલ તસવીર

22 વર્ષની હૈદી સાદીયાએ મલયાલમ ન્યૂઝ ચેનલ કૈરાલી ટીવીમાં પત્રકાર તરીકે 31મી ઑગસ્ટથી નોકરી શરૂ કરી હતી

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : ' પત્રકારત્વ એવો વ્યવસાય છે જેમાં જાતિય અસમાનતા નથી. ન્યૂઝરૂમ મારૂ બીજું ઘર છે. હું આશા રાખું છું કે LGBTQ (લેસ્બિયન, ગે બાઇસેક્સુઅલ) કૉમ્યુનિટીના લોકો પ્રત્યે ભવિષ્યમાં તમામ નોકરીઓમાંથી ભેદભાવ દૂર થાય' આ શબ્દો છે કેરળની 22 વર્ષીય પત્રકાર હૈદી સાદીયાના. હૈદી કેરળની પ્રથમ ટ્રાન્સજેન્ડર મહિલા પત્રકાર છે. હૈદીએ ચંદ્રયાન-2ના રિપોર્ટીંગથી કારકિર્દીની શરૂઆત કરી છે.

સાદીયાએ કેરળનની મલયાલમ ન્યૂઝ ચેનલ કૈરાલી TVમાં 31મી ઑગસ્ટથી નોકરી શરૂ કરી છે. સાદીયાને ચંદ્રયાન-2માં છૂટા પડેલા લેન્ડર 'વિક્રમ'નું રિપોર્ટીંગ સોંપવામાં આવ્યું છે. ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં સાદીયાએ જણાવ્યું કે ' મને ખુશી છે કે LGBTQ કૉમ્યુનિટીનાં લોકોને તક આપવામાં આવી રહી છે. મે કૉલેજ બાદ અનુસ્નાતકનો અભ્યાસ ઇલેક્ટ્રોનિક મીડિયામાં કર્યો હતો. હું કૈરાલી ટી.વી.માં ઇન્ટર્ન તરીકે કામ કરતી હતી. મેં તાલીમાર્થી તરીકે સારં કામ કર્યુ તેથી મને નોકરીની તક મળી.”

આ પણ વાંચો : આજે એરફૉર્સને મળશે 8 અપાચે હેલિકૉપ્ટર, પાક. સરહદે તહેનાત કરાશે

સાદીયાએ પોતાની જાતિયતા જાહેર કરી ત્યારે તે 18 વર્ષની હતી. માતાપિતાએ તેની જાતિયતાનો સ્વીકાર ન કરતાં તેને ઘરમાં તગેડી મૂકી હતી. તેણે કહ્યું હું મારા માતાપિતાને ફક્ત એટલો જ સંદેશો આપવા માંગું છું કે હું સારૂં કામ કરી રહી છું.

કેરળના સ્વાસ્થ્ય મંત્રી કેકે શૈલજાએ ફેસબુક પર સાદીયાને અભિનંદન પાઠવ્યા હતા. તેણણે કહ્યું હતું કે આ ક્ષણ તમામ ભારતીયો માટે ગર્વની ક્ષણ છે. સાદીયા કેરળની પ્રથમ ટ્રાન્સજેન્ડર મહિલા પત્રકાર છે.
First published: September 3, 2019, 10:16 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading