કેરળના 3 જીલ્લામાં ફરી ભારે વરસાદનું એલર્ટ, સરકારે કેન્દ્ર પાસે માંગી મદદ

News18 Gujarati
Updated: October 4, 2018, 7:35 AM IST
કેરળના 3 જીલ્લામાં ફરી ભારે વરસાદનું એલર્ટ, સરકારે કેન્દ્ર પાસે માંગી મદદ
પ્રતિકાત્મક તસવીર

પર્યટકોને મુન્નાર સહિત અન્ય પહાડી વિસ્તારમાં નહી જવાનું કહેવામાં આવ્યું છે.

  • Share this:
લગભગ બે મહિના પહેલા ભારે પૂરનો પ્રકોપ સહન કરનાર કેરળના 3 જીલ્લામાં ભારે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે રાજ્યના ઈડુકી, ત્રિશૂર અને પલક્કડ જીલ્લામાં રવિવારે 7 ઓક્ટોબરથી ભારે વરસાદની ચેતાવણી જાહેર કરી છે.મુખ્યમંત્રી પિનરઈ વિજયને માછીમારોને આ દરમ્યાન સમુદ્રમાં ના જવા અને સમુદ્ર કિનારાથી દૂર રહેવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે, આના ચક્રવાતી તોફાનમાં ફેરફાર થવાની આશંકા છે. જે લક્ષ્યદ્વીપ તટ પરથી ઉઠશે.
તેમણે કહ્યું કે, જીલ્લા પ્રશાસનને જરૂરી પગલા ઉઠાવવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. સાથે પર્યટકોને મુન્નાર સહિત અન્ય પહાડી વિસ્તારમાં નહી જવાનું કહેવામાં આવ્યું છે.

સીએમ વિજયને ભારે વરસાદને પગલે રેડ એલર્ટને જોઈ કેન્દ્ર પાસે મદદની માંગ કરી છે. તેમણે એનડીઆરએફની 5 ટીમોની માંગ કરી છે.
First published: October 3, 2018, 9:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading