પહેલીવાર સબરીમાલામાં બે મહિલાઓની એન્ટ્રી, મંદિરનું શુદ્ધિકરણ કરાયું

બે મહિલાઓએ સબરીમાલા મંદિરમાં પ્રવેશીને ઈતિહાસ રચ્યો.

બંને મહિલાઓએ તેનો વીડિયો પણ શેર કર્યો, તેમની સાથે સાદા યૂનિફોર્મમાં અનેક પોલીસકર્મી હતા

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: લગભગ 45 વર્ષની બે મહિલાઓએ બુધવારે ભગવાન અયપ્પાના સબરીમાલા મંદિરમાં પ્રવેશ કર્યો અને પૂજા-અર્ચના કરી. સુપ્રીમ કોર્ટ દ્વારા 10થી 50 વર્ષની મહિલાઓના પ્રવેશ પર મનાઈ ખતમ કર્યા બાદ આ પહેલીવાર છે જ્યારે આ ઉંમરની મહિલાઓએ પ્રવેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, મહિલાઓની એન્ટ્રી બાદ પૂજારીઓએ વિરોધ વ્યક્ત કરતાં શુદ્ધિકરણ માટે મંદિરના કપાટ બંધ કરી દીધા હતા. શુદ્ધિકરણની ધાર્મિક પ્રક્રિયા બાદ કપાટ ફરી ખોલવામાં આવ્યા છે.

  મલ્લાપુરમ નિવાસી કનકદુર્ગા (46) અને કોઝિકોડ નિવાસી બિંદુએ જણાવ્યું કે તેઓએ અડધી રાતે અયપ્પા મંદિરનું ચઢાણ શરૂ કર્યું અને સવારે 3.45 વાગ્યે મંદિરના દર્શન કર્યા. બંનેએ તેનો વીડિયો પણ શેર કર્યો છે. આ દરમિયાન તેમની સાથે સાદા યૂનિફોર્મમાં અનેક પોલીસકર્મી હતા.

    કનકદુર્ગાએ CNN-News18ને જણાવ્યું કે, અમે રાતે 12 વાગ્યે પોલીસ સુરક્ષા વગર પંબા પહોંચ્યા. ત્યારબાદ અમે સન્નીધનમ પહોંચ્યા અને પવિત્ર પગથિયાઓની ચઢાઈ શરૂ કરી. અમને કોઈ જ પ્રકારના વિરોધનો સામનો નથી કરવો પડ્યો. શ્રદ્ધાળુ ત્યાં હાજર હતા પરંતુ કોઈએ પણ અમને સવાલ નથી પૂછ્યો અને ન તો અમને રોકવાનો પ્રયાસ કર્યો.

   ઉલ્લેખનીય છે કે, સબરીમાલા મંદિરમાં તમામ ઉંમરની મહિલાઓની એન્ટ્રીને લઈને સુપ્રીમ કોર્ટ ચુકાદો આપી ચૂકી છે પરંતુ શ્રદ્ધાળુઓના વિરોધના કારણે હજુ સુધી કોઈ પણ મહિલા અંદર જઈ નથી શકી.
  Published by:Mrunal Bhojak
  First published: