વેપારીએ કપડાનો નવો સ્ટોક પૂરપીડિતોને દાન કરી ઈદ ઉજવી

કાપડના વેપારીએ આવી રીતે ઈદ ઉજવી

તાજેતરમાં આવેલા અતિ ભારે વરસાદના કારણે કેરળમાં 2.27 લાખ લોકોને રાહત કેમ્પોમાં રહેવાની ફરજ પડી છે.

 • Share this:
  કેરળ: કરેળમાં પૂરની સ્થિતિ છે અને અનેક લોકો ઘરવિહોણા બન્યાં છે. આવા સમયે એક વેપારીએ દરિયાદીલી દાખવી છે અને પોતાની દુકાનમાં રહેલો નવો સ્ટોર પૂરપીડિતોને દાનમાં આપી ઈદની ઉજવણી કરી છે. સોશિયલ મીડિયોમાં આ વેપારી પર લોકોએ હેત વરસાવ્યું છે.

  વેપારી નૌસાદ અનારકુલમનાં મઠ્ઠચેરીનો રહેવાસી છે. એનારકુલમમાં અભિનેતા રાજેશ શર્મા અને તેમની સાથે જોડાયેલા સ્વંયસેવકો રાહત સામગ્રી એકઠી કરી પૂરપીડિતોને પહોંચાડે છે. આ રાહત સામગ્રી તેઓ માલાબર વિસ્તારમાં પહોંચાડે છે. આ વિસ્તારમાં પૂરના કારણે ખૂબ નુકશાન પહોંચ્યું છે.

  નૌસાદને ખબર હતી કે રાજેશ શર્મા અને તેમની ટીમ પૂરપીડિતો માટે રાહત સામગ્રી એકઠી કરે છે. આથી તેણે આ ટીમને પોતાને ત્યાં બોલાવી અને પોતાની દુકાનમાં રહેલો કપડાનો નવો સ્ટોક દાનમાં આપી દીધો અને કહ્યું કે, આજે મેં ઈદની ઉજવણી કરી છે.

  રાજેશ શર્માએ આ સંવેદનાસભર ઘટનાનો વીડિયો ફેસબુક પર શેર કર્યો છે. આ ક્લીપ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે.

  નૌસાદની આ માનવતાને કેરળનાં મંત્રી જી. સુધારકણે ફેસબુક પર વધાવી અને કહ્યું કે, નૌસાદે એક હકારાત્મક સંદેશ લોકોને આપ્યો છે.

  તાજેતરમાં આવેલા અતિ ભારે વરસાદના કારણે કેરળમાં 2.27 લાખ લોકોને રાહત કેમ્પોમાં રહેવાની ફરજ પડી છે.
  Published by:Vijaysinh Parmar
  First published: