Home /News /national-international /યુવક-યુવતીઓને સાથે બેસવાથી રોક્યા તો એકબીજાના ખોળામાં બેસી કર્યું 'Laptop' પ્રોટેસ્ટ

યુવક-યુવતીઓને સાથે બેસવાથી રોક્યા તો એકબીજાના ખોળામાં બેસી કર્યું 'Laptop' પ્રોટેસ્ટ

કેરળ (kerala)કોલેજના સ્ટુડન્ટ્સ હાલના દિવસોમાં એક અનોખો વિરોધ કરી રહ્યા છે

laptop protest - આ તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ થયા પછી તસવીર વાયરલ થઇ છે, જાણો શું છે લેપટોપ પ્રોટેસ્ટ

તિરુવનંતપુરમ : કેરળ (kerala)કોલેજના સ્ટુડન્ટ્સ હાલના દિવસોમાં એક અનોખો વિરોધ કરી રહ્યા છે. આ વિરોધને તેમણે ‘લેપટોપ પ્રોટેસ્ટ’ (laptop protest)નામ આપ્યું છે. સ્થાનીય રેજિડેંટ્સ એસોસિયેશનની મોરલ પુલિસિંગના (Moral Policing)વિરોધમાં એક બસ સ્ટોપની અંદર સીઇટી એન્જીનિયરિંગ કોલેજના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓએ એકબીજાના ખોળામાં બેસીને તસવીર પડાવી છે. જે પછી તેને સોશિયલ મીડિયા (Social media)પર અપલોડ કરવામાં આવી છે.

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના મતે રેજિડેંટ્સ એસોસિયેશનના સભ્યો, તેના અધ્યક્ષ ભાજપા રાજ્ય સમિતિના સદસ્ય ચેરુવક્કલ જયનના નેતૃત્વમાં યુવક અને યુવતીઓને એકસાથે બેસવાસી રોકવા માટે એક લાંબી ત્રણ સીટો વાળી બેન્ચને કાપીને એક સીટને બનાવી દીધી હતી. જે પછી સ્ટુડન્ટ્સે તેના વિરોધમાં લેપટોપ પ્રોટેસ્ટ શરુ કરી હતી.

આ પણ વાંચો - સોશિયલ મીડિયા પર લિપ લોકનો Video વાયરલ, વિદ્યાર્થીઓ યુવક યુવતીને ચિઅર અપ કરતા જોવા મળ્યા

રિપોર્ટ પ્રમાણે એન્જીનિયરિંગના વિદ્યાર્થી લેપટોપ પ્રોટેસ્ટ દરમિયાન એકબીજાના ખોળામાં બેસ્યા હતા. તેમની આંગળીઓ બાંધેલી છે અને હાથ એકબીજાના ખભા પર છે. આ સાથે તે કેમેરામાં જોઈને હસી રહ્યા હતા. તેમણે તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને આ તસવીર વાયરલ થઇ છે. સ્ટુડન્ટ્સનું કહેવું છે કે આ તે લોકો માટે છે જે કોલેજ સ્ટુડન્ટ્સ એટલે કે યુવક અને યુવતીઓને અલગ-અલગ બેન્ચ પર જોવાનું પસંદ કરે છે. સ્ટુડન્ટ્સે કહ્યું કે તે યુવક અને યુવતીઓને એકસાથે બેસવાનું સામાન્ય બનાવવા માંગે છે.

લોકોનું મળી રહ્યું છે ભારે સમર્થન

કોલેજ ઓફ એન્જીનિયરિંગ ત્રિવેન્દ્રમના એક વિદ્યાર્થી નંદના જે લેપટોપ પ્રોટેસ્ટ કરનાર સ્ટુડન્ટ્સના સમૂહનો ભાગ છે તેણે TOI સાથે વાતચીત કરતા કહ્યું કે અમને નથી લાગતું કે એક રાતમાં સમાજ બદલી જશે પણ લોકો વિદ્યાર્થીઓને ઇજા પહોંચાડવાનું બંધ કરે. અમારી પોસ્ટ વાયરલ થયા પછી અમને લોકોનું ભારે સમર્થન મળી રહ્યું છે.

સ્ટુડન્ટ્સને જ્યારે ખબર પડી કે રેજિડેંટ્સ એસોસિયેશનના સભ્યો દ્વારા બસ સ્ટોપની બેન્ચ તોડવામાં આવી રહી છે. ત્યારે સ્ટુડન્ટ્સને વાતચીત દરમિયાન આ આઇડિયા અચાનક આવ્યો હતો. ત્યારે તેમણે લેપટોપ પ્રોટેસ્ટનો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા લખ્યું કે જો તેમની સમસ્યા અમારી સાથે બેસવાથી છે તો કેમ ના આપણે એકબીજાના ખોળામાં બેસવું જોઈએ?
First published:

Tags: Protest, કેરલ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો