મલપ્પુરમઃ કેરળમાં ગર્ભવતી હાથણીના (Pregnant elephant) મોતના આશરે બે મહિના બાદ એક ગર્ભવતી જંગલી ભેંસને (Pregnant wild buffalo) મારીને તેના માંસને ખાવાની ઘટના સામે આવી છે. મલપ્પુરમ જિલ્લામાં કેટલાક લોકોએ ગોળી મારીને એક ગર્ભવતી જંગલી ભેંસને મારી નાંખી હતી. રાજ્યના વન અધિકારીઓએ 10 ઓગસ્ટે બનેલી આ ઘટનાના પગલે મલપ્પુરમ જિલ્લાના છ મૂળ નિવાસીઓની ધરપકડ કરી છે.
પકડાયેલા આ આરોપીઓમાં 47 વર્ષીય પુલ્લારા ઉર્ફે નાનિપ્પા, 30 વર્ષીય મુહમ્મદ બુસ્તાન, 23 વર્ષીય મુહમ્મદ અંસિફ, 27 વર્ષીય આશિક અને 28 વર્ષીય સુહૈલ સહિત એક અન્ય આરોપી બાબુની રવિવારે 16 ઓગસ્ટે ધરપકડ કરવામાં આવી હતી.
એશિયાવિલ વેબસાઈટમાં આવેલા આર્ટિકલ પ્રમાણે કાલિકવુ રેન્જના રેન્જ અધિકારી સુરેશે જણાવ્યું કે સૂચના મળ્યા બાદ અમે રાતો રાત છાપા માર્યા હતા. આ દરમિયાન લગભગ 25 કિલોગ્રામ માંસ જપ્ત કર્યું હતું. એ સમયે અમે જાણતા ન હતા કે આ કયા જંગલી પ્રાણીનું માંસ છે.
અમને લાગ્યું કે આ હરણનું માંસ હશે. તપાસ દરમિયાન અમને જાણવા મળ્યું કે આ જંગલી ભેંસનું માંસ હતું. હાડકાની તપાસ દરમિયાન અમને ખબર પડી કે જંગલી ભેંસ ગર્ભવતી હતી. જોકે, દરોડા દરમિયાન આરોપી ફરાર થવામાં સફળ રહ્યા હતા. પરંતુ કલિકાવુ રેન્જ અધિકારીઓએ છ લોકોની ધરપકડ કરવામાં કામયાબી મળી હતી.
આરોપીઓની ધરપકડ કર્યા બાદ વન અધિકારીઓને જાણવા મળ્યું કે આ માંસ ભેંસનું માંસ હતું અને ભેં ગર્ભવતી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, અમે ઘટના સ્થળેથી હાડકાં મળ્યા અને તેના વચ્ચે નાના હાડકાં પણ મળ્યા હતા. વિશ્લેષણ કરનારી ટીમે પુષ્ટી કરી હતી કે આ નાના બચ્ચાના હાડકા હતા. આરોપીઓએ કબૂલ્યું કે ભેંસ ગર્ભવતી હતી પરંતુ તેમણે તેના બચ્ચાના માંસનું સેવન કર્યું નથી.
" isDesktop="true" id="1014183" >
અધિકારીઓએ એક આરોપી અબૂ પાસેથી શિકારમાં ઉપયોગમાં આવનારી બંદૂક અને હથિયારો મળ્યા હતા. છ લોકો ઉપર ગેરકાયદે શિકાર અને વ્યાપાર અંગે વિવિધ કલમો હેઠળ કેસ નોંધી આગળની કાર્યવાહી કરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર