કેરળ : પરિવારના 6 લોકોને મારનારી જૉલી કરવાની હતી વધુ બે બાળકોની હત્યા

વર્ષ 2002થી 2016ની વચ્ચે કેરળના કોઝિકોડમાં એક જ પરિવારના 6 લોકોની હત્યા થઈ હતી

વર્ષ 2002થી 2016ની વચ્ચે કેરળના કોઝિકોડમાં એક જ પરિવારના 6 લોકોની હત્યા થઈ હતી

 • Share this:
  કેરળના (Kerala) કોઝિકોડ (kozhikode)માં સંપત્તિને લઈ એક મહિલા દ્વારા 6 લોકોની હત્યા (Murder)ના મામલામાં વધુ ચોંકાવનારા ખુલાસા થયા છે. વિશેષ તપાસ દળ (SIT) અનુસાર તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી મહિલા જૉલી અમ્મા જોસેફે વધુ બે બાળકોને મારવાની યોજના બનાવી હતી. આ બંને બાળકો તેના પરિવારના ઘણા નિકટતમ હતા.

  જૉલી પર પોતાના જ પરિવારના 6 લોકોને સાયનાઇડ (Cyanide) આપીને હત્યા કરવાનો આરોપ છે. આ તમામ હત્યાઓ વર્ષ 2002થી 2016ની વચ્ચે કરવામાં આવી હતી. એસઆઈટીની ટીમ મુજબ, તેમની પાસે કેટલાક પુરાવા છે, જેનાથી જાણી શકાયું કે આરોપી મહિલા જૉલીએ બીજા કેટલાક લોકોની પણ હત્યાની યોજના તૈયાર કરી હતી. કાઝિકોડના ગ્રામ્ય એસપી કેજી સાઇમને કહ્યુ કે હત્યાઓ સાથે જોડાયેલા નિષ્કર્ષ પર પહોંચવું ઉતાવળ હશે. તેઓએ કહ્યુ કે, આવનારા દિવસોમાં વધુ સાત લોકોને પૂછપરછ માટે બોલાવવામાં આવશે.

  મામલાની તપાસ કરી રહેલા એસપીએ જણાવ્યું કે, અમને તપાસમાં જાણવા મળ્યું છે કે, જૉલી એ દરેક વ્યક્તિ પાસે હાજર હતી, જેની હત્યા કરવામાં આવી હતી. જૉલીએ આ બધી હત્યા સંપત્તિ મેળવવા માટે કરી હતી. આરોપી મહિલાએ સંપત્તિ મેળવવા માટે નકલી દસ્તાવેજોનો પણ સહારો લીધો હતો. નોંધનીય છે કે, જૉલી અને અન્ય આરોપીઓએ મળી છેલ્લા 14 વર્ષની અંદર 6 લોકોને સાયનાઇડ આપીને મારી નાખ્યા હતા.

  પોલીસના જણાવ્યા મુજબ, આરોપી મહિલા જૉલી જોસેફે પોતાનો ગુનો કબૂલી લીધો છે. હાલ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ જૉલીના પતિ રૉય થૉમસની હત્યાના આરોપમાં કેસ નોંધવામાં આવ્યો છે. બાકી હત્યાના મામલે પોલીસ તપાસ કરી રહી છે. એસઆઈટીની ટીમે કહ્યું કે, આ મામલાનો ખુલાસા માટે તે કેટલાક બીજા અધિકારીઓને સામેલ કરી શકે છે. સાથોસાથ કેરળ પોલીસ દેશમાં 'ટ્રેસ એનાલિસિસ' માટે પ્રયોગશાળાની મદદ લેશે અને જરૂર પડશે તો વિદેશી પ્રયોગશાળાઓનો પણ સંપર્ક કરશે.

  કેવી રીતે શરૂ થયો હતો હત્યાનો સિલસિલો?

  સંદિગ્ધ પરિસ્થિતિમાં મોતનો સિલસિલો વર્ષ 2002માં 57 વર્ષની હમિલા અનમ્માના મોતની સાથે શરૂ થયો હતો. અનમ્માનું ભોજન લીધા બાદ મોત થયું હતું. ત્યારબાદ વર્ષ 2008માં તેના પતિ ટૉમ થૉમસનું પણ સંદિગ્ધ પરિસ્થિતિઓમાં મોત થયું. પરિવાર આ હત્યાઓમાંથી બહાર પણ નહોતો આવ્યો કે ત્રણ વર્ષ બાદ દીકરા રૉય થૉમસ અને 2014માં અનમ્માના ભાઈનું પણ મોત થયું. આ વર્ષે અનમ્માના પરિવારના બે વર્ષના બાળકનું પણ મોત થયું હતું. ત્યારબાદ વર્ષ 2016માં આ બાળકની માતાએ શ્વાસ છોડ્યા. પરિવારમાં મોતના સિલસિલાની વચ્ચે જૉલીએ શાજૂ સ્કારિયા સાથે બીજા લગ્ન કરી દીધા. ત્યારબાદ ટૉમના દીકરા રોજને જૉલી પર શંકા ગઈ. ત્યારબાદ મામલાની તપાસ એસઆઈટીને સોંપવામાં આવી.

  આ પણ વાંચો,

  પરિણીતાનું અપહરણ કરી ગૅંગરેપ, પ્રાઇવેટ પાર્ટ પર સિગારેટના ડામ આપી ઝેર પીવડાવ્યું
  ભીખ માંગનારી મહિલાના ઍકાઉન્ટમાંથી મળ્યા એટલા રૂપિયા કે બેંક ખાલી થઈ ગઈ!
  Published by:Mrunal Bhojak
  First published: