સબરીમાલાઃ મહિલા શ્રદ્ધાળુઓને લઇ જતી ગાડીઓ ઉપર પ્રદર્શનકારીઓએ કર્યો પથ્થરમારો

સબરીમાલા મંદિર ખાતે વિરોધ પ્રદર્શન -ફાઇલ ફોટો

સુપ્રીમ કોર્ટના ઐતિહાસીક નિર્ણય પછી આજે બુધવારે કેરળના બહુચર્ચિત સબરીમાલા મંદિરના દ્વારદરેક ઉંમરની મહિલાઓ માટે ખુલવા જઇ રહ્યા છે.

 • Share this:
  કેરળના પ્રસિદ્ધ સબરીમાલા મંદિરના દ્વારા બુધવારે દરેક ઉંમરની મહિલાઓ માટે ખોલવામાં આવી રહ્યા છે. ત્યારે મહિલાઓના પ્રવેશના વિરોધમાં દેખાવકારો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે. જેમાં અનેક મહિલાઓનો પણ સમાવેશ થયો છે. પ્રદર્શનકારીઓએ મહિલા શ્રદ્ધાળુઓને લઇને જઇ રહેલી ગાડીઓ ઉપર પથ્થરમારો કર્યો હતો. પોલીસે પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી. મહિલાઓના પ્રવેશ ઉપર સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધમાં કેરળણાં પાછલા અનેક દિવસો માટે અનેક મહિલાઓ પણ નિર્ણયનો વિરોધ કરી રહી હતી. બુધવારે સવારે પોલીસને નિલક્કલ સ્થિત બેસ કેમ્પને ખાલી કરાવ્યો હતો.જ્યારે શ્રદ્ધાળુઓ ઉપર પોલીસ કર્મચારીઓ ઉપર પર મંદિર સુધી જવા માટે રોકી રહ્યા છે.

  સુત્રોના જણાવ્યા પ્રમાણે શ્રદ્ધાળુઓને લઇને સબરીમાલા તરફ જઇ રહેલી ગાડીઓ ઉપર દેખાવકારોએ પથ્થર મારો કર્યો હતો. જોકે, આ ઘટનામાં કોઇને ઇજાપહોંચી નથી. પ્રદર્શનકારીઓ ગાડીઓ રોકીને તેની તપાસ કરવાની માંગણી કરી રહ્યા છે. જેમાં પોલીસે ઇન્કાર કરી દીધો હતો. ત્યારબાદ પ્રદર્શનકારીઓએ પથ્થરમારો કરવાનો શરુ કરી દીધો હતો.

  ઉલ્લેખનીય છે કે બુધવારે પાંચ દિવસ માસિક પૂજા માટે સબરીમાલા મંદિરના કપાટ ખુલવા જઇ રહ્યા છે. આ માટે મહિલાઓએ પણ સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. ખાસ બાબત તો એ છે કે, પહેલીવાર આ મંદિરમાં મહિલાઓ પ્રવેશ કરશે. જોકે, આનો વિરોધ કરતા ત્રાણવકોર દેવસોમ બોર્ડના તાંત્રી (પ્રમુખ પુરોહિત) પરિવાર, પંડલામ રાજપરિવાર અને અયપ્પા સેવા સંઘમ સહિત અલગ-અલગ સંગઠનોની સાથે મળીને બેઠક કરી હતી. પરંતુ અત્યારે નિર્ણય આવ્યો નથી.

  પંડાલમ શાહી પરિવાર અને અન્ય પક્ષકાર આ મામલે બોલાવેલી બેઠકને છોડીને વચ્ચેથી જ જતા રહ્યા હતા. સુપ્રીમ કોર્ટના આદેશ સામે સમીક્ષા અરજી દાખલ કરવા ઉપર વાતચીત કરવામાં બોર્ડની અનિચ્છાથી આ લોકો નિરાશ દેખાયા હતા.

  આ પરિસ્થિતિ વચ્ચે ભગવાન અયપ્પાની સેકડો મહિલા શ્રદ્ધાળુઓએ મંદિરની તરફ જનારા રસ્તા ઉપર એ મહિલાઓને મંદિરથી આશરે 20 કિલોમીટર પહેલા જ રોકવાની કોશિશ કરવામાં આવી રહી છે. જેની ઉંમર 10થી 50 વર્ષ વચ્ચે છે. સ્વામીયા શરણમ્ અયપ્પાના સુત્ર સાથે ભગવાન અયપ્પા ભક્તોને તેમની ઉંમરની યુવતીઓ અને મહિલાઓની બસો અને ખાનગી વાહન રોક્યા હતા. તેમને યાત્રાના કરવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા.

  સબરીમાલા જવાના રસ્તા ઉપર ભારે તણાવ વચ્ચે એક મહિલા પ્રદર્શનકારીએ કહ્યું કે "માસિક પૂજા માટે મંદિર જ્યારે ખુલશે તો તેઓ 10થી 50 વર્ષની ઉંમરની કોઇપમ મહિલાથી નીકાળીને મંદિરમાં પૂજા અર્ચનાની મંજૂરી નથી આપી."
  Published by:ankit patel
  First published: