પીએમ મોદીને રાહુલ ગાંધીએ કર્યો ફોન, કેરળના પુર પીડિતો માટે માંગી વિશેષ મદદ

રાહુલ ગાંધી

વડાપ્રધાન સાથે ફોન પર વાત કર્યા પછી ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું, કેરલ ખુબ જ મુશ્કેલીમાં છે.

 • Share this:
  પીએમ મોદીને રાહુલ ગાંધીએ કર્યો ફોન, કેરળના પુર પીડિતો માટે માંગી મદદ

  કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેરળમાં ધોધમાર વરસાદના કારણે આવેલ પુરથી થયેલ જાનમાલના નુકશાનને જોતા ગુરૂવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી અને રાજ્ય માટે વિશેષ નાણાકિય સહાયતા આપવાનો આગ્રહ કર્યો.

  વડાપ્રધાન સાથે ફોન પર વાત કર્યા પછી ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું, કેરળ ખુબ જ મુશ્કેલીમાં છે. મે વડાપ્રધાન સાથે વાત કરી અને તેમનાથી એરફોર્સ અને નેવીના જવાનોની સંખ્યા વધારવા માટે આગ્રહ કર્યો. રાહુલે કહ્યું કે, મે તે પણ કહ્યું કે, જરૂરી છે કે, રાજ્યને વિશે। સહાયતા આપવામાં આવે કેમ કે આ કેરળના ઈતિહાસની સૌથી મોટી દૂર્ઘટના છે.

  આનાથી પહેલા ગાંધીએ કેરળમાં જાનમાલના નુકશાનને જોતા દુ:ખ વ્યક્ત કર્યો અને લોકોને આહ્વાન કર્યો કે તેઓ પ્રભાવિતોની મદદ માટે મુખ્યમંત્રી રાહત કોષમાં યોગદાન આપે. તેમને કહ્યું, પુરના પાણીના સ્તર વધવાના કારણે કેરળના લોકો માટે ખુબ જ ચિંતિત છું. હજારો લોકો ફસાયા છે. રાહત શિબિર ભરાઈ ગયા છે. ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે.

  તેમને કહ્યું, આ આગળ વધીને મદદ કરવાનો સમય છે. કૃપા કરીને મુખ્યમંત્રી રાહત કોષમાં દિલ ખોલીને યોગદાન આપો. કેરળમાં વરસાદ અને પુરના કારણે 113 લોકોના મોત થઈ ચૂક્યા છે.
  Published by:Mujahid Tunvar
  First published: