પલક્કડ, કેરલા : કોરોના વાયરસ (Coronavirus)ના હાહાકાર વચ્ચે કેરલ (Kerala)માં એક કેદીનું મોત થયું છે. કેદીનું મોત કોરોના વાયરસને કારણે નહીં પરંતુ સેનિટાઇઝર પી જવાને (Prisoner Consume Hand Sanitizer)કારણે થયું છે. રિમાન્ડ દરમિયાન (Remand Prisoner) જેલમાં રહેલો કેદી સેનિટાઇઝરને દારૂ (Alcohol) સમજીને પીને પી ગયો હતો. જે બાદમાં પલક્કડ (Palakkad) હૉસ્પિટલ ખાતે સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. જેલ તંત્રએ આ માહિતી આપી હતી.
રમણકટ્ટી નામના કેદીને 18મી ફેબ્રુઆરીના રોજ રિમાન્ડ કેદી તરીકે જેલમાં લાવવામાં આવ્યો હતો. રમણકટ્ટીને બુધવારે સવારે જેલમાંથી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જેલમાં બેભાન બની ગયા બાદ તેને તાત્કાલિક હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : એક જ પરિવારના 12 લોકો કોરોનાની ઝપટમાં આવ્યા, 4 સભ્યો હજ કરી પરત ફર્યા હતા
સીનિયર જેલ અધિકારીએ ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, "અમને આશંકા છે કે તે જેલમાં જ કેદીઓ દ્વારા તૈયાર કરવામાં આવતા સેનિટાઇઝરની બોટલ પી ગયો છે. રાજ્ય સરકારના આદેશ બાદ જેલમાં કેદીઓ સેનિટાઇઝર બનાવી રહ્યા છે."
અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, મંગળવારે રાત્રે રમણકટ્ટીની તબિયત એકદમ સારી હતી. હાજરી માટેના કોલમાં પણ તે હાજર રહ્યો હતો. પરંતુ બુધવારે સવારે આશરે સાડા દસ વાગ્યે તે અચાનક બેભાન બનીને પડી ગયો હતો.
આ પણ વાંચો : 135 કિલોમીટર ચાલી પોતાના ગામ પહોંચ્યો મજૂર, બે દિવસ ભૂખ્યા રહી ફક્ત પાણીના સહારે કરી સફર
જેલ તંત્ર હેન્ડ સેનિટાઇઝર બનાવવા માટે મુખ્ય ઘટક તરીકે આલ્કોહોલ (રબિંગ આલ્કોહોલ)નો ઉપયોગ કરે છે. જેના કારણે એવી શક્યતા છે કે કેદી રબિંગ આલ્કોહોલને દારૂ સમજીને પી લીધો હતો.
આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ કરી છે. મોતનું સાચું કારણ પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ માલુમ પડશે.
Published by:News18 Gujarati
First published:March 27, 2020, 09:36 am