કેરળ: Youtube વીડિયો જોઇને 17 વર્ષની છોકરીએ બાળકને આપ્યો જન્મ, ઘરમાં કોઇને ખબર ન પડી

પ્રતિકાત્મક તસવીર

જ્યારે તેને ચેપ લાગ્યો ત્યારે તેણે તેની માતાને આ અંગેની જાણ કરી હતી. આ પછી તેની માતા તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગઈ,

 • Share this:
  તિરુવનંતપુરમ: કેરળમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મલપ્પુરમ જિલ્લામાં રહેતી 17 વર્ષની છોકરીએ યુટ્યુબ વીડિયો જોયા બાદ જાતે ઘરે જ બાળકને જન્મ આપ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, 20 ઓક્ટોબરે ઘરે ડિલિવરી થયા બાદ તે ત્રણ દિવસ સુધી રૂમમાં જ રહી હતી. પછી જ્યારે તેને ચેપ લાગ્યો ત્યારે તેણે તેની માતાને આ અંગેની જાણ કરી હતી. આ પછી તેની માતા તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગઈ, જ્યાં ડોક્ટરોએ તેને દાખલ કરીને વધુ સારવાર કરી હતી. હવે તેની અને બાળકની તબિયત સારી છે.

  21 વર્ષના યુવાનની ધરપકડ

  મલપ્પુરમ જિલ્લા બાળ કલ્યાણ સમિતિ (CWC) ના પ્રમુખ એડવોકેટ શાજેશ બાસ્કરે આ અંગે જણાવ્યું હતું કે, હોસ્પિટલે તેમને ડિલિવરી વિશે જાણ કરી હતી અને તેઓએ પોલીસનો સંપર્ક કર્યો હતો. કિશોરીની તબિયત સારી છે અને તેનો નવજાત પુત્ર માતા સાથે હોસ્પિટલમાં સુરક્ષિત છે. યુવતીના નિવેદનના આધારે પોલીસે, તેના વિસ્તારમાંથી 21 વર્ષીય યુવકની સગીરાને ગર્ભવતી બનાવવા બદલ ધરપકડ કરી હતી.

  ઘરમાં માતા-પિતાને જાણ ન થઇ

  બાસ્કર વધુમાં જણાવ્યુ હતુ કે, આ કિસ્સો આશ્ચર્યજનક છે કે, છોકરીની માતાને તેની ગર્ભાવસ્થા વિશે ખબર ન હતી. માતાને ઘરે રહેતી દીકરીની ડિલીવરી અંગે બે દિવસ સુધી ખબર નહોતી. તેમણે કહ્યું કે, "તેની 50 વર્ષીય માતાને દેખાતુ નથી અને તેના પિતા સુરક્ષા ગાર્ડ તરીકે કામ કરે છે, જે હંમેશા નાઇટ શિફ્ટ કરતા હોય છે. આદિવસો યુવતી તેના મોબાઈલ ફોન સાથે રૂમમાં જ રહી હતી. આવી સ્થિતિમાં માતાને લાગ્યું કે, તે ઓનલાઈન ક્લાસમાં વ્યસ્ત છે.

  આ પણ વાંચો - ગોધરા: સસરાએ પુત્રવધૂ સાથે કર્યું ન કરવાનું કામ, પુત્ર જોઇ જતા પિતાને ઉતાર્યા મોતને ઘાટ

  યુવકે જ યુ ટ્યુબમાં જોઇને નાડ કાપવાનું કહ્યુ હતુ

  આ કેસમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ધરપકડ કરાયેલા આરોપીઓએ ઘરની પરિસ્થિતિનો લાભ લીધો હતો. તેણે યુવતીને નાળ કાપવા વિશે જાણવા માટે યુટ્યુબ જોવાની સલાહ પણ આપી. બંને આ બાબતને છુપાવવા માંગતા હતા. હવે તપાસ હેઠળ તેણે ડીએનએ ટેસ્ટ પણ કરાવવો પડશે.
  Published by:Kaushal Pancholi
  First published: