કેરળમાં ગર્ભવતી હાથણીના મોત મામલે એકની ધરપકડ, ફટાકટા ભરેલું અનાનાસ ખવડાવ્યું હતું

News18 Gujarati
Updated: June 5, 2020, 1:03 PM IST
કેરળમાં ગર્ભવતી હાથણીના મોત મામલે એકની ધરપકડ, ફટાકટા ભરેલું અનાનાસ ખવડાવ્યું હતું
કેરલ : હાથણીના મોત પર બોલ્યા CM વિજયન- ત્રણ શંકાસ્પદો પર છે અમારી નજર

અનાનાસ ખાતા જ હાથણીના મોંમાં જોરદાર વિસ્ફોટ થયો અને તેનું જડબું ક્ષતિગ્રસ્ત થઈ ગયું હતું

  • Share this:
કોચ્ચિઃ કેરળ (Kerala)ના મલપ્પુરમ (Malappuram)માં એક ગર્ભવતી હાથણીના મોત મામલે પોલીસે એક આરોપની ધરપકડ કરી લીધી છે. વન વિભાગે આ જાણકારી આપી છે. વન્યજીવ સંરક્ષણ અધિનિયમ (Wildlife Protection Act)થી સંબંધિત કલમો (Sections) હેઠળ અનેક લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.

પહેલી ધરપકડ

નોંધનીય છે કે, કેરળમાં કેટલાક તોફાની તત્વોએ ગર્ભવતી હાથજ્ઞીને વિસ્ફોટક ભરેલા ફળ ખવડાવી દીધા, જેને કારણે તેનું મોત થઈ ગયું. હાથણીના આ કરૂણ મોત બાદ લોકો આરોપીઓની વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. ધરપકડને લઈ વન વિભાગે ટ્વિટ કરીને જાણકારી આપી. પોલીસ હજુ અનેક લોકોની શોધખોળ કરી રહ્યા છે.આ પણ વાંચો, સ્કોર્પિયોના ડ્રાઇવરને ઝોકું આવતાં ટ્રક સાથે થઈ ભીષણ ટક્કર, 9 લોકોનાં મોત

ગર્ભવતી હાથણીનું કરૂણ મોત

27 મેના રોજ કેટલાક અસામાજિક તત્વોએ એક અનાનાસમાં ફટાકડા ભરીને હાથણીને ખવડાવી દીધું. તેને ખાતા જ હાથણીના મોંમાં જોરદાર વિસ્ફોટ થયો અને તેનું જડબું ક્ષતિગ્રસ્ત થઈ ગયું. આ વિસ્ફોટ એટલો જોરદાર હતો કે હાથણીના દાંત પણ તૂટી ગયા. ત્યારબાદથી જ હાથણી નજીકના તળાવમાં પડી રહેતી હતી અને વચ્ચે-વચ્ચે થોડું પાણી પીતી રહેતી હતી. આ ઘટનાના ત્રણ દિવસ બાદ દર્દથી કણસતાં તેનું મોત થયું હતું. હાથણીના પેટમાં બાળક પણ હતું.

કાર્યવાહીની માંગ

આ દરમિયાન બીજેપી સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીએ પણ આ ઘટના પર સખ્ત નારાજગી વ્યક્ત કરી હતી. તેઓએ કૉંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. તેઓએ કહ્યું કે આ રાહુલ ગાંધીનો મત ક્ષેત્ર છે, પછી
તેઓએ કાર્યવાહી કેમ નથી કરી?

આ પણ વાંચો, સ્ત્રીઓની લગ્ન કરવાની ઉંમર વધારીને આટલી કરી શકે છે સરકાર, ટાસ્ક ફોર્સની રચના
First published: June 5, 2020, 1:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading