કેરળ સ્થિત કોઝિકોડ (Kozhikode, Kerela) અકસ્માતનો શિકાર થયેલા એર ઇન્ડિયા એક્સપ્રેસ વિમાનમાં (Air India Express Flight) સવાર બે યાત્રીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ જાણકારી સુત્રોએ આપી છે. કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળના સુત્રોએ CNN-News18ને જણાવ્યું છે કે દુબઇથી પાછા ફરેલા બે યાત્રીઓના કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. રાજ્યના ઉચ્ચ શિક્ષા મંત્રી કે.ટી. જલીલે જણાવ્યું કે બે કોવિડ પોઝિટિવમાંથી એકની મોત થઇ ગઇ છે. જેની ઓળખ 45 વર્ષીય સુધીર તરીકે કરવામાં આવી છે. મંત્રીએ જણાવ્યું કે તેમના સેમ્પલને તપાસ માટે મોલવામાં આવ્યા છે. અને તેમના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
મલ્લપુરમના જિલ્લાઅધિકારી કે. ગોપાલકૃષ્ણને જણાવ્યું કે તમામ યાત્રીઓને વિભિન્ન હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. અને તેમની કોવિડ તપાસ પણ કરવામાં આવી છે. સાથે જ મૃતદેહોની પણ પ્રોટોકોલ હેઠળ કોવિડ 19ની તપાસ થશે.
રાજ્ય સ્વાસ્થય મંત્રી કે.કે.શૈલજાએ કહ્યું કે રાહત અને બચાવ અભિયાનમાં સામેલ લોકોને પણ સ્વાસ્થય અધિકારીઓને રિપોર્ટ મોકલવો પડશે અને સાવચેતીના પગલે તેમને સેલ્ફ ક્વૉરન્ટીન રહેવું પડશે. CISFના સુત્રોએ જાણકારી આપી છે કે બચાવ કાર્યમાં 50 લોકોને ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે જે રાહત બચાવ કાર્યમાં લાગેલા લોકોનો સંપર્ક કોઇ રાહત કે બચાવકર્મી સાથે થયો છો કે કેમ તેમ પણ તપાસ કરવામાં આવશે. એક અન્ય અધિકારીએ કહ્યું કે આમાં સમય લાગી શકે છે માટે તમામ લોકોને ટેમ્પરરી આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.
" isDesktop="true" id="1007722" >
ઉલ્લેખનીય છે કે બી737 દ્વારા દુબઇથી સંચાલિત ઉડ્ડાન સંખ્યા આઇએક્સ 1344 કોઝિકોડમાં શુક્રવારે સાંજે સાત વાગેને 41 મિનિટને હવાઇપટ્ટીની લપસી પડી હતી. વિમાનમાં 10 નવજાત બાળકો સમતે 184 યાત્રી, બે પાયલટ અને ચાલક દળના ચાર સદસ્ય હાજર હતા. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 18 લોકોની મોત થઇ છે. વિમાન કંપનીએ જણાવ્યું કે તમાર યાત્રીઓ અને તેમના પરિવારજનોને માનવીય સહાયતા આપવામાં આવી છે. અને મુંબઇથી એક અને દિલ્હીથી બે વિશેષ રાહત ઉડ્ડાનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર