COVID-19ને ફેલાતો રોકવા આ ગામની નગરપાલિકાએ શરુ કર્યો હર્બલ પાવઉડરનો ધૂપ

COVID-19ને ફેલાતો રોકવા આ ગામની નગરપાલિકાએ શરુ કર્યો હર્બલ પાવઉડરનો ધૂપ
તસવીર ન્યૂઝ 18 મલયાલમ

ઘરમાં આ હર્બલ પાઉડરનો ધુમાડો કરવાથી બેક્ટેરિયા અને વાયરસને હવામાં ફેલાતો રોકવામાં મદદરૂપ થશે.

 • Share this:
  સમગ્ર દેશ કોરોના મહામારીનો (Coronavirus) સામનો કરી રહ્યો છે. ત્યારે હવામાં કોરોનાવાયરસને ફેલાતો રોકવા માટે ફ્યુમીગેશન પ્રક્રિયા શરૂ કરવા માટે કેરળમાં અલપુઝ્ઝા નગરપાલિકા અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. ડ્રાઈવમાં હવામાં વાયરસને ફેલાતો રોકવા માટે હેલ્થકેર અને નોનહેલ્થકેર સેટિંગ્સનો સમાવેશ થાય છે. હાલમાં જ અધિકારીઓએ આયુર્વેદિક ઔષધીઓથી બનેલ “અપરાજિતા ધૂમ ચૂરણમ”નું ફ્રીમાં વિતરણ કર્યું છે અને લોકોને પોતાના ઘરમાં આ ચૂરણથી ધુમાડો કરવાનું કહ્યું છે.

  અલપુઝ્ઝા નગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું કે, ઘરમાં આ હર્બલ પાઉડરનો ધુમાડો કરવાથી બેક્ટેરિયા અને વાયરસને હવામાં ફેલાતો રોકવામાં મદદરૂપ થશે. ધ ન્યૂઝ મિનિટે જણાવ્યું કે, ધુમાડાની પ્રક્રિયાને પ્રમોટ કરતી એક નોટિસ છે, જેમાં રહેવાસીઓને કોવિડ-19ને ફેલાતો રોકવા માટે આ પ્રક્રિયામાં ભાગ લેવા માટે વિનંતી કરી છે.  આ ફ્યુમિગેશન ડ્રાઈવ અવૈજ્ઞાનિક હોવાના કારણે તેની ટીકા કરવામાં આવી રહી છે. અનેક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોવિડ-19ને ફેલાતો રોકવા માટે કોઈપણ પ્રકારનું ફોગિંગ કરવા માટે અરજી કરવામાં આવતી નથી. અનેક સ્ટડીમાં જાણવા મળ્યું છે કે બેક્ટેરિયાને ફેલાતો રોકવામાં સ્પ્રે કે ફોગિંગ અસરકારક નથી. ઉપરાંત અભ્યાસ પરથી એ પણ જાણવા મળે છે કે, પ્રાથમિક જીવાણુનાશક તરીકે છંટકાવ કરવાથી તે બહારના દૂષણોને દૂર કરવામાં બિનસરકારક છે.

  આ પણ વાંચો : રાજ્યમાં સતત બીજા દિવસે COVIDનાં રેકોર્ડબ્રેક દર્દી સાજા થયા, મૃત્યુઆંકમાં પણ ઘટાડો

  તેમ છતાં, ક્મ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (CPI)ના સભ્ય પી.ચિતરંજન તેમાં જોડાયા હતા. નગરપાલિકાએ આ અભિયાન અંગે એક જાહેરાત પણ કરી છે અને રહેવાસીઓને વાયરસને ફેલાતો રોકવા માટે હર્બલ પાઉડરનો ધુમાડો કરવાનું કહ્યું છે.

  નગરપાલિકાના 52 વોર્ડમાં 50,000 ઘરોમાં ફ્યુમિગેશન ડ્રાઈવ કરવામાં આવી હતી. ચેયરપર્સન સૌમ્યા રાજે TNMને જણાવ્યું કે “જાગૃકતા પ્રોગ્રામ” માટે આ અભિયાન ચલાવવામાં આવ્યું છે, જેનો બેક્ટેરિયાને ખતમ કરવાનો અને ચોમાસાજન્ય કીટાણુઓથી રક્ષણ કરવાનો ઉદ્દેશ્ય હતો. સૌમ્યા રાજે જણાવ્યું કે “આયુર્વેદ જિલ્લા ચિકિત્સા અધિકારી પાસેથી આ માટે પ્રિસ્ક્રિપ્શન લેવામાં આવ્યું છે.”

  આ પણ વાંચો : સુરત : કાળજું ચીરી નાખતી સુસાઇડ નોટ, 'Sorry મરવું એ ઉપાય નથી પરંતુ ઈજ્જત વગર જીવવું પણ નકામું છે'

  આ ફ્યુમિગેશન ડ્રાઈવથી દરેજોકે,ક વ્યક્તિ ખુશ ન હતી. કેરળ શાસ્ત્ર સાહિત્ય પરિષદ(KSSP), કેરળના પીપલ્સ સાયન્સ મૂવમેન્ટે આ આંદોલનને ‘અવૈજ્ઞાનિક’ કહ્યું છે અને અધિકારીઓ પર ગેરજવાબદારીભર્યું કાર્ય કરવાનો આરોપ લગાવ્યો છે. ધ હિંદુના રિપોર્ટ અનુસાર, આયુર્વેદિક ચિકિત્સકોએ તમામ ટીકાકારોને એકેડેમિક પેપર્સના માધ્યમથી જવાબ આપતા કહ્યું છે કે “અપરાજિતા ધૂમ ચૂરણમ”નો ધુમાડો કરવાથી કીટાણુઓ મરી જાય છે અને તે અસરકારક છે. એન્સિયન્ટ સાયન્સ ઓફ લાઈફ 2007માં એક સ્ટડી પ્રકાશિત કરવામાં આવી છે. અન્ય સ્ટડી સીતારામ આયુર્વેદ ફાર્મસીના થ્રીસૂર માઈક્રોબાયોલોજિસ્ટના 13 સભ્યો દ્વારા કરવામાં આવી છે. KSSPના કાર્યકર્તાઓએ આર્ય વૈદ્ય ફાર્મસી અને સીતારામ આયુર્વેદ ફાર્મસીના બંને રિપોર્ટને નકાર્યા છે.
  Published by:News18 Gujarati
  First published:May 12, 2021, 22:52 pm

  ટૉપ ન્યૂઝ