કેરળમાં આવેલા સબરીમાલા મંદિર જવું હવે સરળ બનશે. કેમ કે, કેરળ સરકાર આ મંદરની નજીકનાં વિસ્તારમાં જ એરપોર્ટ બનાવશે. કેરળનાં મુખ્યમંત્રી પીનારાઇ વિજયને જણાવ્યું કે, તેમની સરકાર સબરીમાલા મંદિરની બાજુમાં નવું એરપોર્ટ બનાવવા માટે વિચારી રહી છે. સબરીમાલા મંદિર પાસે આવેલા એરુમેલીમાં એરપોર્ટ બનાવવા સરકારી વિચારે છે. આ જગ્યા સબરીમાલા મંદિરથી 25 કિલોમીટર દૂર છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, કરેળ સરકારે અહીંયા એરોપર્ટ બનાવવા માટે સૈદ્ધાતિંક મંજૂરી આવી દીધી છે. સરકારે આ માટે કન્સલટન્ટ પણ પસંદ કરી લીધા છે. કન્સલટન્ટે તેમનો પ્રાથમિક અહેવાલ પણ આપી દીધો છે અને પ્રોજેક્ટ ટૂંક સમયમાં આગળ વધશે. એક અંદાજ પ્રમાણે, દર વર્ષે 5 કરોડ ભાવિકો સબરીમાલા મંદિરે દર્શન કરવા માટે આવે છે. હાલમાં આ જગ્યાની નજીકમાં કોચી અને થિરુવનથપુરપમનાં એરપોર્ટ પડે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સબરીમાલા મંદિરમાં મહિલાઓનાં પ્રવેશને લઇને વિવાદ ચાલે છે. સબરીમાલા ભગવાન અયપ્પાનું મંદર છે અને આ મંદિરમાં વર્ષોથી મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ હતી. મહિલાઓ પરના મંદિર પ્રવેશ પર પ્રતિબંધ પાછળ એક માન્યતા એ છે કે, મહિલાઓ જ્યારે માસિક ધર્મ હોય છે ત્યારે તે અપવિત્ર હોય છે એટલા માટે તેમને મંદિરમાં પ્રવેશ ન કરાય. કેરળની સરકારે સ્પષ્ટ કર્યું છે કે, તે સુપ્રિમ કોર્ટનાં આદેશનું પાલન કરશે પણ ભાજપે આ તકનો લાભ ઉઠાવ્યો છે અને કેરળની ડાબેરી સરકારને ઘેરી છે. એમાંય મુદ્દો ધર્મનો છો એટલે ભાવતું મળી ગયું છે.
કેરળમાં આવેલા સબરીમાલા મંદિરમાં મહિલાઓનાં મંદિર પ્રવેશ મામલે કોંગ્રેસનાં અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક મહત્વપુર્ણ નિવેદન આપતા કહ્યું હતું કે, સબરીમાલા મંદિરમાં તમામ ઉંમરની મહિલાઓને પ્રવેશ મળવો જોઇએ. મહત્વની વાત છે કે, કેરળમાં સ્થાનિક કોંગ્રેસ સબરીમાલા મંદિરમાં મહિલાઓનાં પ્રવેશનો વિરોધ કરે છે.
સબરીમાલા મંદિરમાં 10 થી 50 વર્ષની ઉંમરની મહિલાઓ પર મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ હતો. પણ મહિલાઓના હક્કો માટે લડતા લોકોએ આ પ્રતિબંધનો વિરોધ કર્યો હતો અને કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. લાંબી લડાઇના અંતે સુપ્રિમ કોર્ટે વર્ષોથી ચાલી આવતી પરંપરાને બંધ કરતો આદેશ કર્યો હતો.
તાજેતરમાં સપ્રિમ કોર્ટે કેરળમાં આવેલા સબરીમાલા મંદિરમાં વર્ષો ચાલ્યા આવતા મહિલાઓ પરના પ્રતિબંધને હટાવી દેતા કેટલાક રૂઢુચુસ્ત લોકો નારાજ થયા છે અને આ ચુકાદા સામે બે રિવ્યુ પિટીશન સુપ્રિમ કોર્ટમાં ફાઇલ કરવામાં આવી છે.