Home /News /national-international /કેરળના મુસ્લિમ સંસ્થનમાં ભણાવાય છે ગીતા! શિક્ષકો સંસ્કૃતમાં કરે છે વાત

કેરળના મુસ્લિમ સંસ્થનમાં ભણાવાય છે ગીતા! શિક્ષકો સંસ્કૃતમાં કરે છે વાત

ઈસ્લામિક સંસ્થાનમાં ગીતાનો અભ્યાસ

કેરળમાં મલિક દીનાર ઈસ્લામિક કોમ્પ્લેક્સ (MIC) દ્વારા સંચાલિત એકેડેમી ઓફ શરિયા એન્ડ એડવાન્સ્ડ સ્ટડીઝ (ASAS)માં સંસ્કૃત ભાષામાં વિદ્યાર્થીઓને ગીતા વેદ અને ઉપનિષદ સહિત જ્ઞાન આપવામાં આવે છે.

    થ્રિસુર: કેરળના એક જિલ્લા ત્રિશૂરમાં એક ઇસ્લામિક શૈક્ષણિક સંસ્થામાં સફેદ વસ્ત્રો પહેરેલા વિદ્યાર્થીઓ સંસ્કૃતમાં 'શ્લોક' અને 'મંત્રો'નું પઠન કરે છે. તેમના હિંદુ ગુરુઓની દેખરેખ હેઠળ તેઓ આ અભ્યાસ કરે છે. એટલું જ નહીં પણ અહીં વર્ગખંડમાં ગુરુ અને શિષ્યો વચ્ચે સંવાદ પણ સંસ્કૃતમાં જ થાય છે.

    એકેડેમી ઓફ શરિયા એન્ડ એડવાન્સ્ડ સ્ટડીઝ 

    મલિક દીનાર ઈસ્લામિક કોમ્પ્લેક્સ (MIC) દ્વારા સંચાલિત એકેડેમી ઓફ શરિયા એન્ડ એડવાન્સ્ડ સ્ટડીઝ (ASAS)ના આચાર્ય ઓનામ્પિલ્લી મુહમ્મદ ફૈઝી કહે છે કે સંસ્કૃત, ઉપનિષદ, પુરાણો વગેરે શીખવવાનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં જ્ઞાન અને જાગૃતિ કેળવવાનો છે. જેથી તેઓ અન્ય ધર્મોને પણ શીખે અને સમજે.

    રસપ્રદ વાત છે કે MIC ASAS ખાતે વિદ્યાર્થીઓને સંસ્કૃત શીખવવા પાછળનું બીજું મુખ્ય કારણ, ફૈઝીની પોતાની શૈક્ષણિક પૃષ્ઠભૂમિ હતી, કારણ કે તેમણે શંકરાચાર્યનો અભ્યાસ કર્યો છે. તેમણે કહ્યું હતું કે, 'મને લાગ્યું કે વિદ્યાર્થીઓએ અન્ય ધર્મો અને તેમના રિવાજો અને પ્રથાઓ વિશે જાગૃત હોવું જોઈએ. પરંતુ આઠ વર્ષના ટૂંકા સમયગાળામાં સંસ્કૃત તેમજ 'ઉપનિષદ', 'શાસ્ત્રો', 'વેદાંતમ'નો ઊંડો અભ્યાસ કરવો શક્ય નથી. તેથી તેમના વિશે મૂળભૂત જ્ઞાન પ્રદાન કરવાનો અને અન્ય ધર્મો વિશે જાગૃતિ લાવવાનો વિચાર છે.'

    આઠ વર્ષમાં ભણાવાય છે ગીતા, ઉપનિષદ, મહાભારત

    તેમણે કહ્યું હતું કે ધોરણ 10 પાસ કર્યા પછી, વિદ્યાર્થીઓને આઠ વર્ષના સમયગાળામાં સંસ્કૃતમાં ભગવદ ગીતા, ઉપનિષદ, મહાભારત, રામાયણના મહત્વપૂર્ણ અને પસંદ કરેલા ભાગો શીખવવામાં આવે છે.

    આ પણ વાંચો: જો જો ભગવાન શ્રી રામ! માત્ર હિન્દુ નહીં મુસ્લિમ પરિવારો પણ છે ભક્ત, ભાવવિભોર થઈ પડાવ્યો ફોટો

    વિદ્યાર્થીઓના પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષા

    સંસ્થા મુખ્યત્વે એક શરિયા કૉલેજ છે, જે આર્ટસ સ્ટ્રીમ તેમજ અન્ય ભાષાઓ જેમ કે ઉર્દૂ અને અંગ્રેજીમાં ડિગ્રી અભ્યાસક્રમો પ્રદાન કરે છે, કારણ કે તે કાલિકટ યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. તેમણે જણાવ્યુ હતું કે, વિદ્યાર્થીઓના પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષા છે.શૈક્ષણિક કાર્યનું ભારણ ઘણું વધારે છે. આથી, અમે એવા વિદ્યાર્થીઓ લઈએ છીએ જેઓ તેને સંભાળી શકે અને કડક ધોરણો પણ જાળવી શકે.



    આચાર્ય ફૈઝીએ જણાવ્યું હતું કે, જ્યારે વિદ્યાર્થીઓના માતા-પિતા કે અન્ય કોઈ તરફથી કોઈ વાંધો ન હોય ત્યારે વિદ્યાર્થીઓને સંસ્કૃત, ભગવદ્ ગીતા, ઉપનિષદ વગેરે યોગ્ય રીતે શીખવવા માટે સારા શિક્ષક શોધવાનો મોટો પડકાર છે. તેથી જ અમે સાત વર્ષ પહેલાં સંસ્કૃત શીખવવાનું શરૂ કરી દીધું હતું.  અને તેથી જ અમારી સાતમાંથી માત્ર આ શાખા જ સંસ્કૃત શીખવે છે. તેમણે કહ્યું હતું કે અમારી પાસે એક ઉત્તમ ફેકલ્ટી છે, જેમણે વિદ્યાર્થીઓ માટે સારો અભ્યાસક્રમ તૈયાર કર્યો છે. આચાર્યએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓએ સંસ્કૃત શીખવામાં રસ દાખવ્યો હોવાથી તેમનો પ્રોત્સાહક પ્રતિસાદ મળ્યો છે.
    Published by:Mayur Solanki
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन