Home /News /national-international /25 કરોડની લોટરી જીતનારે કેમ એવું કહ્યું કે, બીજું કે ત્રીજું ઈનામ જીત્યો હોત તો સારું હતું?

25 કરોડની લોટરી જીતનારે કેમ એવું કહ્યું કે, બીજું કે ત્રીજું ઈનામ જીત્યો હોત તો સારું હતું?

એક ઓટો રિક્ષા ડ્રાઈવરને 25 કરોડની લોટરી લાગી હતી.

થોડાદિવસો પહેલા કેરળના એક ઓટો રિક્ષા ડ્રાઈવરને 25 કરોડની લોટરી લાગતા તે માલામાલ થઈ ગયો હતો. ત્યારે તેની ખુશીઓનો પાર નહતો. જોકે હાલ આ જ રિક્ષા ડ્રાઈવર કે અનુપમ એમ કહી રહ્યો છે કે કદાચ તેને લોટરીમાં બીજી એટલે કે 5 કરોડનું અથવા તો પછી ત્રીજું એટલે કે 1 કરોડનું ઈનામ લાગ્યું હોત તો સારું હતું.

વધુ જુઓ ...
    તિરુવનતપુરમઃ થોડાદિવસો પહેલા કેરળના એક ઓટો રિક્ષા ડ્રાઈવરને 25 કરોડની લોટરી લાગતા તે માલામાલ થઈ ગયો હતો. ત્યારે તેની ખુશીઓનો પાર નહતો. જોકે હાલ આ જ રિક્ષા ડ્રાઈવર કે અનુપમ એમ કહી રહ્યો છે કે કદાચ તેને લોટરીમાં બીજી એટલે કે 5 કરોડનું અથવા તો પછી ત્રીજું એટલે કે 1 કરોડનું ઈનામ લાગ્યું હોત તો સારું હતું.

    અનુપે કહ્યું ઘરમાં લોકોનો ભારે ઘસારો

    ઓનમ બમ્પર લોટરીના પ્રથમ વિજેતા એવા અનુપે આ અંગે ફેસબુક પર પોતાની વ્યથા વર્ણવી હતી. તેણે કહ્યું હતું કે તેની વિજેતા તરીકેની જાહેરાત થયા પછી ઘરમાં મુલાકાતીઓનો એટલે ઘસારો છે કે તે ઘરમાં રહી શકે એમ પણ નથી. વીડિયો મેસેજમાં તેણે વધુમાં કહ્યું હતું કે હજી તો લોટરીની પ્રાઈસની રકમ મળી પણ નથી ત્યાં તેને આ રકમને કઈ-કઈ જગ્યાએ વાપરી શકાય તે અંગેની વિવિધ સલાહો મળી રહી છે. કેટલાક લોકો તેને પોતાને આપવા માટે પણ કહી રહ્યાં છે.

    બીજું કે ત્રીજું ઈનામ મળ્યું હોત તો સારું હતુ

    તેણે કહ્યું કે કદાચ તેને લોટરીમાં બીજું કે ત્રીજું પ્રાઈસ મળ્યું હોત તો પણ સારું હતું. હાલ મારે મારી લોટરી જીતવાને કારણે થઈ રહેલી પબ્લિસિટીનું વળતર ચુકવવું પડી રહ્યું છે. જ્યારે હું લોટરીની ટિકિટ જીત્યો ત્યારે હું ખુબ જ ખુશ હતો પરંતુ હાલ હું મારા ઘરે પણ જઈ શકતો નથી અને મારી નાની દિકરીને પણ રમાડી શકતો નથી.

    કેટલાક લોકોએ દાન કરવા લાંબુ લેકચર આપ્યું

    કેટલાક લોકો અનુપનો વરચ્યુઅલી સંપર્ક કરીને પોતાનો શેર માંગી રહ્યાં છે. તો બીજા કેટલાક તેને દાન કરવા બાબતે લેકચર આપી રહ્યાં છે. હું બે વખત તો મારા સંબંધીના ઘરે જતો રહ્યો હતો. લોકોએ મારી સ્થિતિને સમજવી જોઈએ. ઉલ્લેખનીય છે કે અનુપે 500 રૂપિયાની લોટરીની ટિકિટ ખરીદી હતી અને તેને 25 કરોડની લોટરી લાગી હતી.
    Published by:Vrushank Shukla
    First published:

    Tags: Auto rikshaw Driver, Lottery, Lottery news

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन