લગ્ન માટે નહતી મળી રહી યુવતી તો આખા શહેરમાં લગાવ્યા પોતાના હોર્ડિંગ

અનીશ સેબેસ્ટિયનું હોર્ડિંગ

વળી હોર્ડિંગમાં તેમણે પોતાના ફોટો સાથે એક મોબાઇલ નંબર અને વોટ્સઅપ નંબર પણ આપ્યો છે. સાથે જ હોર્ડિંગમાં તેમણે પોતાનો ઇમેલ આઇડી પણ આપ્યું છે. અને જેથી તેમનો લોકો સંપર્ક કરી શકે

 • Share this:
  આજકાલ લોકો સામાન્ય રીતે યુવક યુવતી માટે યોગ્ય વર શોધવા માટે વેબસાઇટનો સહારો લે છે. પણ તેવા પણ કેટલાક યુવાન હોય છે જેમને આ વેબસાઇટો દ્વારા પણ યોગ્ય મેચ નથી મળતું. પણ તેમ છતાં તે આ મામલે લોકો હાર નથી માનતા. અને પોતાના યોગ્ય સાથી માટેની શોધ ચાલુ રાખે છે. આવી જ ઘટના કેરળમાં પણ થઇ. એક યુવકને પોતાના લગ્ન માટે પરફેક્ટ મેચ નહતો મળી રહ્યો. તો આ માટે તેણે આખા શહેરમાં પોતાના મોટા મોટા કટઆઉટ વાળા હોર્ડિંગ્સ લગાવી દીધા.

  આ ઘટના કેરળના કોટ્ટયમની છે. જ્યાં રહેનારો યુવક અનીશ સેબેસ્ટિયનએ શહેરભરમાં પોતાના આવા મોટા હાર્ડિંગ લગાવ્યા છે. તેમણે વધુમાં લખ્યું છે કે મને પત્ની જોઇએ છે. તેમણે કનક્કરીમાં પણ એક મોટું હોર્ડિંગ લગાવ્યું છે. વળી આ હોર્ડિંગના ફોટો તેમણે ફેસબુકમાં પણ લગાવ્યા છે. અનીશે હોર્ડિંગમાં લખ્યું છે કે લગ્નને લઇને મારી કોઇ માંગ નથી બસ હું જીવનમાં સારા મુલ્યોને મહત્વ આપું છું.

  વળી હોર્ડિંગમાં તેમણે પોતાના ફોટો સાથે એક મોબાઇલ નંબર અને વોટ્સઅપ નંબર પણ આપ્યો છે. સાથે જ હોર્ડિંગમાં તેમણે પોતાનો ઇમેલ આઇડી પણ આપ્યું છે. અને જે પણ યુવકી કે યુવતીના માતા-પિતા તેની સાથે લગ્ન કરવા ઇચ્છુક હોય તેમને આ મોબાઇલ નંબર પર સંપર્ક કરવાનું કહ્યું છે.

  વધુ વાંચો : થપ્પડનો બદલો લેવા કૂરિયર Boy બન્યો સાઇકો અપરાધી, યુવતીઓ પર કરતો લોહિયાળ હુમલો

  અનીશ સેબસ્ટિયનનું કહેવું છે કે કોરોના વાયરસ સંક્રમણ અને લોકડાઉનના કારણે કોઇ પણ વ્યક્તિ એકબીજાના ઘરે નથી જઇ શકતા. આવામાં લગ્ન કરવા માટે સંબંધોને પણ સંપર્ક નથી કરી શકતા. મારા લગ્નમાં મોડું થઇ રહ્યું છે. અને હવે હોર્ડિંગ લગાવ્યા પછી મને અલગ અલગ જગ્યાએથી કોલ આવી રહ્યા છે. અને આ મામલે સારા માંગા પણ આવવા લાગ્યા છે.  અનીશના કહેવા મુજબ તે લગ્ન માટે પારંપરિક રીતે યુવતી શોધી રહ્યા હતા. પણ તેમને ગમે તેવી યુવતી ના મળી. જે પછી તેમને આ લગ્ન માટે હોર્ડિંગ બનાવાનો આઇડિયા આવ્યો અને તેમણે આની પર અમલ કર્યો. જે પછી તેમને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. અને તેમને આશાવાદ વ્યક્ત કર્યો છે કે આમ કરવાથી આવનારા સમયમાં તેમને યોગ્ય જીવનસાથી મળી જશે.
  Published by:Chaitali Shukla
  First published: