Amazon પરથી વ્યક્તિએ મંગાવ્યો iPhone12, બોક્સમાંથી નીકળ્યો સાબુ

પેકેજ ખોલતાં જ આઇફોન 12ની જગ્યાએ વિમ સોપ (Vim Soap) અને 5 રૂપિયાનો સિક્કો મળી આવ્યો

Online Shopping- એમેઝોન પે કાર્ડમાંથી મોબાઇલ માટે 70, 900 રૂપિયા ચૂકવ્યા હતા

  • Share this:
    ઓનલાઇન ખરીદી (Online Shopping)કરવી કોને ન ગમે. ઘરે બેઠા થોડા ક્લિક્સમાં ઓર્ડર કરો અને વસ્તુ આપમેળે તમારા સુધી પહોંચશે. તમારે દુકાને પણ જવું નહીં પડે અને દુકાન તમારા ઘરે આવી જશે. પરંતુ ઓનલાઇન શોપિંગ (Online Shopping Experience)નો અનુભવ તમે સમજો છો તેટલો સારો પણ નથી. ઘણી વાર લોકોએ ફરિયાદ કરી છે કે, તેઓએ કંઈક ઓર્ડર આપ્યો હતો અને કંઈક બીજું મેળવ્યું. તાજેતરમાં જ કેરળના એક વ્યક્તિ સાથે પણ આવું જ બન્યું હતું, જેણે એમેઝોનથી મોંઘો મોબાઇલ ઓર્ડર (Man order mobile from amazon) કર્યો હતો, પરંતુ તેને શું મળ્યું તે જાણીને બધા સ્તબ્ધ થઈ ગયા હતા.

    કેરળ (Kerala)ના અલુવામાં રહેતા નૂરુલ અમીને(Noorul Ameen) 12 ઓક્ટોબરે પોતાના માટે આઇફોન 12 (iPhone12) મંગાવ્યો હતો. તેણે એમેઝોન પે કાર્ડમાંથી મોબાઇલ માટે 70, 900 રૂપિયા ચૂકવ્યા હતા. ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, તેને 15 ઓક્ટોબરે ફોન મળ્યો હતો. અમીન એમેઝોનનો નિયમિત ગ્રાહક હતો તેથી જ્યારે તેને ખબર પડી કે હૈદરાબાદથી કેરળ જતા સાલેમમાં એક દિવસ માટે તેનો ઓર્ડર અટકી ગયો છે ત્યારે તેને આશ્ચર્ય થયું હતું. તે જાણતો હતો કે એમેઝોન પેકેજ હૈદરાબાદથી કોચી પહોંચવામાં બે દિવસ લે છે, પરંતુ જ્યારે તેનો ફોન 3 દિવસમાં આવ્યો ત્યારે તેને શંકા ગઈ. તેણે ડિલિવરી એજન્ટની સામે પેકેજ ખોલ્યું અને તેનો વીડિયો પણ બનાવ્યો હતો.

    આ પણ વાંચો - મોડલ મોનાને બિલ્ડર કરવા લાગ્યો હતો પ્રેમ, બિલ્ડરની પત્નીએ 5 લાખમાં સોપારી આપી કરાવી નાખી હત્યા

    એનઆરઆઈ નૂરુલ અમીને પેકેજ ખોલતાં જ આઇફોન 12ની જગ્યાએ વિમ સોપ (Vim Soap) અને 5 રૂપિયાનો સિક્કો મળી આવ્યો હતો. મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, જ્યારે તેમણે પેકેજ હાથમાં લીધું ત્યારે તેમનું વજન મોબાઇલ જેવું જ લાગતું હતું. તેણે તરત જ એમેઝોન કસ્ટમર કેરને ફરિયાદ કરી હતી અને પોલીસમાં પણ એફઆઈઆર નોંધાવી હતી.

    જ્યારે સાયબર પોલીસે તપાસ શરૂ કરી ત્યારે તેમને જાણવા મળ્યું કે અમીને મંગાવેલા ફોનનો ઉપયોગ ઝારખંડમાં 25 સપ્ટેમ્બરથી કોઈએ કર્યો હતો. જ્યારે અમીને 12 ઓક્ટોબરે ફોન મંગાવ્યો હતો. જ્યારે પોલીસે સેલર સાથે વાત કરી ત્યારે તેણે કહ્યું કે ફોન સ્ટોકમાં નથી. તેથી અમીનના પૈસા પરત આવશે. કેરળ પોલીસે જણાવ્યું હતું કે અમીનના ખાતામાં પૈસા 22 ઓક્ટોબરે આવી ગયા હતા. જો કે આ કેસની તપાસ ચાલી રહી છે. કેરળ પોલીસે પણ સોશિયલ મીડિયા પર આ અંગે જાણ કરી છે.
    Published by:Ashish Goyal
    First published: