Home /News /national-international /જાતિય શોષણના કેસમાં કોર્ટે આપી દીધા આરોપીને જામીન, કહ્યું – “SC મહિલાને કોણ સ્પર્શે”

જાતિય શોષણના કેસમાં કોર્ટે આપી દીધા આરોપીને જામીન, કહ્યું – “SC મહિલાને કોણ સ્પર્શે”

કોર્ટે કહ્યું ઉત્તેજક કપડા પહેર્યા હોય તો આઈપીસી કલમ 354 હેઠળ કેસ ન બને. (પ્રતિકાત્મક તસવીર)

કેરળની કોઝિકોડ સેશન્સ કોર્ટે સામાજિક કાર્યકર્તા અને લેખક સિવિક ચંદ્રન વિરુદ્ધ દાખલ કરાયેલા જાતીય સતામણીના કેસમાં આરોપીને આગોતરા જામીન મંજૂર કરતા ટિપ્પણી કરી છે. "જો પીડિતા ઉત્તેજિત કરનાર ડ્રેસ પહેરે છે તો પહેલી દ્રષ્ટીએ આરોપી વિરુદ્ધ આઈપીસી સેક્સન 354 હેઠળ કેસ દાખલ થતો નથી. તેમજ બીજુ એ કે પીડિતા અનુસૂચિત જાતિની છે તે જાણ્યા પછી પણ આરોપીએ મહિલાને સ્પર્શ કરે તે શક્ય નથી લાગતું."

વધુ જુઓ ...
નવી દિલ્હીઃ કેરળની કોઝિકોડ સેશન્સ કોર્ટે (Kerala Kozhikode Sessions Court) સામાજિક કાર્યકર્તા અને લેખક સિવિક ચંદ્રન વિરુદ્ધ દાખલ કરાયેલા જાતીય સતામણીના કેસ (Sexual Assault Case)માં વધુ એક ટિપ્પણી કરી છે. કોર્ટે ગુરુવારે આરોપી ચંદ્રનને આગોતરા જામીન મંજૂર (court grants bail) કરતાં કહ્યું હતું કે, એસસી અને એસટી (અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળ આરોપીઓ સામેનો ગુનો સાબિત થયો નથી, કારણ કે તે વાત વિશ્વાસમાં આવતી નથી કે પીડિતા અનુસૂચિત જાતિની છે તે જાણ્યા પછી પણ આરોપીએ મહિલાને સ્પર્શ કર્યો."

કોઝિકોડ સેશન્સ કોર્ટે એસસી/એસટી એક્ટના અલગ-અલગ સેક્શનનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આરોપીને ખબર હશે કે પીડિતા એસસી/એસટી કેટેગરીની છે અને તેની સહમતિ વગર આ પ્રકારનું કૃત્ય યૌન શોષણમાં આવે છે. ફરીયાદકર્તાએ આરોપ લગાવ્યો હતો કે, ચંદ્રને પોતોના પ્રેમનો કરાર કરી તેની ડોક પાછળ કિસ કરી હતી.

કોલકોતાની શિક્ષિકાના સપોર્ટમાં આવ્યા નેટિજન્સ, સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થયું #takethatxaviers

આરોપી જાતિપ્રથાની વિરુદ્ધ છે

કોર્ટે આગોતરા જામીન આપતા કહ્યું કે, આ બાબત ખૂબ જ અવિશ્વનીય છે કે પીડિતાને કથિત રીતે સ્પર્શ કરવા કે ગળે લગાવતા પહેલા આરોપીને તેની જ્ઞાતિ વિશે કોઇ જાણકારી હતી. આરોપી એક સુધારવાદી છે. સામાજીક કાર્યક્રમોમાં હંમેશા આગળ રહ્યો છે. તે જાતિ પ્રથાની વિરુદ્ધ છે.

આરોપીને બદનામ કરવા કર્યો કેસ

કોર્ટે કહ્યું કે આરોપીની ઉંમર અને તબિયતને જોતા એ માની શકાય નહીં કે તેણે મહિલાની પીઠ પર ચુંબન કર્યું હશે, જે આરોપી કરતાં ઉંચી છે. કોર્ટે એ પણ અવલોકન કર્યું હતું કે, બંને વચ્ચે સૌહાર્દપૂર્ણ સંબંધો હતા. સમાજમાં આરોપીની છબી ખરાબ કરવા માટે આ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

મહિલાએ પહેર્યા હતા યૌન ઉત્તેજક કપડા

કોઝિકોડ સેશન્સ કોર્ટે લેખક અને સામાજિક કાર્યકર્તા સિવિક ચંદ્રનને જાતિય શોષણના કેસમાં આગોતરા જામીન આપતા જણાવ્યું હતું કે, IPCની કલમ 354-A અંતર્ગત ગુનો પહેલી નજરે જોતા સાબિત થતો નથી, જ્યારે મહિલા પોતે જાતિય ઉત્તેજના જગાવતા કપડા પહેર્યા હતા. લેખકે જામીન અરજીની સાથે મહિલાની તસવીરો પણ અદાલતમાં રજૂ કરી હતી.

મનીષ સિસોદિયાના ઘરે CBI રેડ પર બોલ્યા કેજરીવાલ- 'અહીં પણ પાકિસ્તાન જેવા હાલ થશે'

કોર્ટે પીડિતાની ફરીયાદ પર અવિશ્વાસ વ્યક્ત કર્યો હતો, જેમાં કહ્યું કે, 74 વર્ષીય શારીરિક રૂપે અસક્ષમ આરોપી ચંદ્રન જબરદસ્તી અરજીકર્તાને પોતાની ગોદમાં રાખી શકે અને બ્રેસ્ટ દબાવી શકે.

જોકે, પબ્લિક પ્રોસિક્યૂટરના આરોપીને જામીન આપવાનો વિરોધ કરતા કહ્યું કે, આરોપી વિરુદ્ધ પહેલા પણ આ પ્રકારનો જાતિય શોષણનો કેસ થઇ ચૂક્યો હતો. કોર્ટે કહ્યું કે જ્યારે FIR દાખલ કરવામાં આટલી વાર લાગી હતી, તો તેના કારણો યોગ્ય રીતે જણાવવામાં આવે.

ફેબ્રુઆરી 2020ની છે ઘટના

ફરીયાદકર્તાએ આરોપ લગાવ્યો કે આરોપીએ પીડિતા પ્રત્યે યૌન પ્રગતિ કરી, જે એક યુવા મહિલા લેખિકા છે. આરોપીએ ફેબ્રુઆરી, 2020માં નંદી સમુદ્ર કિનારા પર આયોજીત એક શિબિરમાં તેનું શીલ ભંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. કોયલિંડી પોલીસે આરોપી સામે આઇપીસીની કલમ 354A(2), 341 અને 354 અંતર્ગત કેસ દાખલ કર્યો છે.

ફરિયાદી દ્વારા તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફોટોગ્રાફ બતાવતા આરોપીએ દલીલ કરી કે પીડિતા તેના પ્રેમી સાથે ઘટના સ્થળે હતી અને કથિત ઘટના સમયે ઘણા લોકો હાજર હતા અને કોઇએ પણ આરોપી સામે ફરીયાદ નોંધાવી નહોતી.
Published by:Mitesh Purohit
First published:

Tags: Crime news, Girl rape, Rape Accused, Session court

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन