કેરળ ઓનર કિલિંગઃ મંગેતરની હત્યાના આરોપમાં યુવતીના પિતા અને ભાઇની ધરપકડ

પ્રતિકાત્મક તસવીર

ખોટી શાનના કારણે યુવકની હત્યા કરવાના કેસમાં કેરળ પોલીસે યુવતીના પિતા અને ભાઇની ધરપકડ કરી છે. પકડાયેલા બંને લોકો મૃતક યુવકના સસરો અને સાળો છે.

 • Share this:
  ખોટી શાનના કારણે યુવકની હત્યા કરવાના કેસમાં કેરળ પોલીસે યુવતીના પિતા અને ભાઇની ધરપકડ કરી છે. પકડાયેલા બંને લોકો મૃતક યુવકના સસરો અને સાળો છે. મળતી માહિતી પ્રમાણે 23 વર્ષીય કેવિનિ પી જોસેફનો મૃતદેહ કોલ્લમ જિલ્લાની એક નદીમાંથી મળ્યો હતો.

  મૃતકના સંબંધીઓએ આરોપ લગાવ્યો છે કે, યુવકના મંગેતરના ભાઇએ મોકલેલા ગુંડાઓએ યુવકની માર માર્યો અને ત્યારબાદ તેની હત્યા કરી હતી. બે દિવસ પહેલા જોસેફ અને તેની મંગેતરે રજીસ્ટાર ઓફિસમાં લગ્નની નોંધણી માટે સંયુક્ત રૂપે આવેદન આપ્યું હતું. મૃતક યુવકના પરિવારે આરોપ લગાવ્યો છે કે કેવિન જોસેફનું મૃત્યુ પોલીસની બેદરકારીના કારણે થયું છે કારણ કે મંગેતરની ફરિયાદના આધારે પોલીસે તરત તપાસ કરવાનો ઇન્કાર કરી દીધો છે.

  આ ઘટના પછી રાજ્યમાં અનેક ઘરણા પ્રદર્શન થયા હતા. જ્યારે કોટ્ટાયમ જિલ્લામાં વિવિધ રાજકીય દળો અને દલિત સંગઠનોની હડતાળના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. કોટ્ટાયમ જિલ્લામાં કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળોએ પણ પ્રદર્શન કર્યું હતું. ઘટનાના વિરોધમાં બીજેપીએ જિલ્લામાં દિવસભર હડતાળની ચીમકી આપી હતી. જિલ્લામાં અનેક વિસ્તારોમાં દુકાનો, બજારો બંધ રહ્યા હતા. વિવિધ શહેરોમાં ખાનગી બસો પણ બંધ રહી હતી.

  ઉલ્લેખનીય છે કે, જોસેફના પોસ્ટમોર્ટમ અહીની સરકારી મેડકલ કોલેજ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. જોસેફની અંતિમ સંસ્કાર વિધિ મંગળવારે સાંજે કરવામાં આવી હતી. મુખ્યમંત્રી વિજયનએ આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી.
  Published by:Ankit Patel
  First published: