Home /News /national-international /પુરુષ પરિણીત છે એ જાણતી હોવા છતાં જો મહિલા શારીરિક સંબંધો ચાલુ રાખે તો એને દુષ્કર્મ ન કહી શકાય: હાઇકોર્ટ

પુરુષ પરિણીત છે એ જાણતી હોવા છતાં જો મહિલા શારીરિક સંબંધો ચાલુ રાખે તો એને દુષ્કર્મ ન કહી શકાય: હાઇકોર્ટ

cji on pocso

Kerala Highcourt verdict: હાઈકોર્ટે કહ્યું હતું કે લગ્નનો ખોટો વાયદો આપી દુષ્કર્મનાં કિસ્સામાં જો મહિલા અગાઉથી જાણતી હોય કે પુરુષ પરણિત છે અને તો પણ શારીરિક બાંધવાનું ચાલુ રાખે તો તેવા કિસ્સામાં દુષ્કર્મનો કેસ નથી બનતો.

કેરળ:  હાઈકોર્ટે એક ચુકાદામાં દુષ્કર્મના આક્ષેપો મામલે એક મોટું નિવેદન આપ્યું હતું જેણે ખાસ્સી ચર્ચા જગાવી છે. હાઈકોર્ટે કહ્યું હતું કે લગ્નનો ખોટો વાયદો આપી દુષ્કર્મનાં કિસ્સામાં જો મહિલા અગાઉથી જાણતી હોય કે પુરુષ પરિણીત છે અને તો પણ શારીરિક બાંધવાનું ચાલુ રાખે તો તેવા કિસ્સામાં દુષ્કર્મનો કેસ નથી બનતો.

શારીરિક સંબંધ પ્રેમનું પરિણામ હતો

જસ્ટિસ કૌસરની બેન્ચે આ મામલે ચુકાદો આપ્યો હતો. તેમણે જણાવ્યુ હતું કે આ કિસ્સામાં શારીરિક સંબંધ પ્રેમનું પરિણામ હતો નહીં કે લગ્નનાં ખોટા વાયદાનું.

જાણ્યા પછી પણ ચાલુ રાખ્યા હતા સંબંધો

આ કેસના ચુકાદામાં જણાવાયું હતું કે, ''સ્વીકૃત હકીકત અનુસાર આ કેસમાં મહિલાએ પિટિશનર સાથે 2010થી સંબંધ બાંધ્યા હતા અને 2013 પછી એ જાણ્યા પછી પણ ચાલુ રાખ્યા હતા કે વ્યક્તિ પરિણીત છે. તેથી લગ્નનો ખોટો વાયદો કરીને શારીરિક સંબંધ બાંધ્યાની ફરિયાદ સાચી નથી સાબિત થતી. આ પ્રકારનો શારીરિક સંબંધ તેઓનાં પ્રેમનું પરિણામ છે અને તેને દુષ્કર્મ ગણી શકાય નહીં.\

આ પણ વાંચો: મહિલાઓના હકમાં સુપ્રીમ, કહ્યું – અપરિણીત મહિલાઓને પણ પરિણીત મહિલાની જેમ ગર્ભપાત કરવાનો અધિકાર 

આ પ્રકારનાં કિસ્સામાં બને છે ગુનો 

જો પુરુષ મહિલાને લગ્નનો ખોટો વાયદો કરીને મરજી મુજબ શારીરિક સંબંધ બાંધે અને પછી લગ્ન ન કરે તો કાયદાકીય રીતે IPC સેક્શન 376 અનુસાર તે ગુનો બને છે. કારણ કે અહીં કન્સેન્ટ એટલે કે મરજી ખોટા વાયદા કરીને લેવામાં આવી હતી.



પરંતુ આ કિસ્સામાં તો પુરુષના લગ્નની માહિતી મહિલા જાણતી હોવા છતા તેણે સંબંધો ચાલુ રાખ્યા હતા જેથી તેને બંનેને એક સરખી રીતે લઈ શકાય નહીં.
First published:

Tags: Highcourt, Kerala High Court, No Rape, Rape News