Home /News /national-international /મહિલાનાં કપડાં તેની ગરિમાને ઠેસ પહોંચાડવાનું લાઇસન્સ નથી, આરોપીને નિર્દોષ જાહેર કરવામાં નહીં આવે: કેરળ હાઇકોર્ટ

મહિલાનાં કપડાં તેની ગરિમાને ઠેસ પહોંચાડવાનું લાઇસન્સ નથી, આરોપીને નિર્દોષ જાહેર કરવામાં નહીં આવે: કેરળ હાઇકોર્ટ

હાઇકોર્ટની મહત્વની ટિપ્પણી

Kerala Highcourt on Woman's Clothes: કેરળ હાઈકોર્ટે એક ચુકાદામાં કહ્યું હતું કે કોઈ મહિલાના પહેરવેશના આધાર પર તેના ચરિત્રનો અંદાજ લગાવવો તે યોગ્ય નથી. મહિલાઓ માત્ર પુરુષોનું ધ્યાન આકર્ષિત કરવા માટે કપડા પહેરે છે, તેવું માનવું યોગ્ય નથી.

વધુ જુઓ ...
 કેરળ: જાતીય સતામણીના કેસમાં આગોતરા જામીન મંજૂર કરવા મામલે કેરળ હાઈકોર્ટે (Keral Highcourt) મહિલાઓના પહેરવેશ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. કેરળ હાઈકોર્ટે જણાવ્યું કે, કોઈપણ મહિલાનો પહેરવેશ તેની ગરિમા ભંગ કરવાનું લાઈસન્સ ના હોઈ શકે (woman clothes is not a license to outrage her dignity). આરોપી વ્યક્તિને દોષમુક્ત કરવાનો આધાર ના હોઈ શકે.

પહેરવેશના આધારે ચરિત્રનો અંદાજ લગાવવો યોગ્ય નથી

આ કેસમાં ન્યાયમૂર્તિ કૌસર એડપ્પાગથે જણાવ્યું છે કે, કોઈ મહિલાના પહેરવેશના આધાર પર તેના ચરિત્રનો અંદાજ લગાવવો તે યોગ્ય નથી. મહિલાઓ માત્ર પુરુષોનું ધ્યાન આકર્ષિત કરવા માટે કપડા પહેરે છે, તેવું માનવું યોગ્ય નથી.

ન્યાયાધીશે કૌસર એડપ્પાગથે 13 ઓક્ટોબરના રોજ આદેશ આપ્યો હતો. આદેશમાં જણાવવામાં આવ્યું હતું કે, કપડાના આધાર પર મહિલાનું મૂલ્યાંકન કરવું તે બિલ્કુલ પણ યોગ્ય નથી. મહિલાઓને તેમના પહેરવેશનાં આધારે વર્ગીકૃત કરવાવાળા માપદંડ ક્યારેય સહન નહીં કરવામાં આવે. મહિલાઓ માત્ર પુરુષોને આકર્ષિત કરવા માટે કપડા પહેરે છે, તેવું માનવું યોગ્ય નથી. એક મહિલાએ અયોગ્ય કપડા પહેર્યા હતા, આ કારણોસર તેનું યૌન શોષણ કરવામાં આવ્યું હતું, આ કારણ બિલકુલ પણ યોગ્ય નથી.

આ પણ વાંચો: પુરુષ પરિણીત છે એ જાણતી હોવા છતાં જો મહિલા શારીરિક સંબંધો ચાલુ રાખે તો એને દુષ્કર્મ ન કહી શકાય: હાઇકોર્ટ

મહિલાની ગરિમા ભંગ કરનાર આરોપીને સજા આપવામાં આવશે: કોર્ટ

કોર્ટે એક આદેશમાં જણાવ્યું છે કે, મહિલાની ગરિમા ભંગ કરનાર આરોપીને દોષમુક્ત કરવા માટે મહિલાના યૌન ઉત્તેજક પોશાકને કાયદાકીય આધાર ના માની શકાય. મહિલાને તમામ પ્રકારના પોશાક પહેરવાનો અધિકાર છે. ભારતીય સંવિધાન અનુસાર તમામ વ્યક્તિને વ્યક્તિગત સ્વતંત્રતાનો હક છે. જો કોઈ મહિલા યૌન ઉત્તેજક કપડા પહેરે છે, તો તે પુરુષને તેની ગરિમા ભંગ કરવાનું લાયસન્સ આપતી નથી.



યૌન ઉત્તેજક પોશાકના કારણને ફગાવવામાં આવ્યું

સેશન્સ કોર્ટ તરફથી લેખક અને સામાજિક કાર્યકર ‘સિવિક’ ચંદ્રનને જાતીય સતામણીના કેસમાં આગોતરા જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. આગોતરા જામની અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે, પિડીતાએ યૌન ઉત્તેજક કપડા પહેર્યા હતા. આ કારણોસર ચંદ્રન સામે જાતીય સતામણીનો આરોપ મુકવામાં ના આવે. હાઈકોર્ટે આ પ્રકારના નિર્ણયને ફગાવી દીધો છે.
First published:

Tags: Gujarati news, Highcourt, Kerala High Court, Verdict

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો