સબરીમાલામાં મહિલાઓ-પુરૂષોને અલગ-અલગ દિવસે એન્ટ્રી આપશે સરકાર

News18 Gujarati
Updated: November 16, 2018, 7:34 AM IST
સબરીમાલામાં મહિલાઓ-પુરૂષોને અલગ-અલગ દિવસે એન્ટ્રી આપશે સરકાર
સોમવારે કેરળ સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે, સબરીમાલા મંદિર ધર્મ નિરપેક્ષ છે, અને મંદિરના દ્વારા તમામ લોકો માટે ખુલ્લા હોવા જોઈએ.

સોમવારે કેરળ સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે, સબરીમાલા મંદિર ધર્મ નિરપેક્ષ છે, અને મંદિરના દ્વારા તમામ લોકો માટે ખુલ્લા હોવા જોઈએ.

  • Share this:
કેરળના બહુચર્ચિત સબરીમાલા મંદિરમાં દરેક ઉંમરની મહિલાઓને એન્ટ્રીને લઈ તણાવ વધતો જાય ચે. આ મુદ્દા પર કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને ગુરૂવારે તમામ દળની બેઠક બોલાવી હતી. કોંગ્રેસ-બીજેપીએ આ સર્વદળીય બેઠકમાંથી વોકઆઉટ કર્યું. આ સાથે જ બંને પાર્ટીઓએ પિનરાઈ સરકારને સલાહ આપી કે, સબરીમાલા પર નિર્ણય લાગુ કરવા માટે સરકારે સુપ્રીમ કોર્ટ પાસે વધુ સમયની માંગ કરવી જોઈએ.

આ બધા વચ્ચે મહિલાઓને એન્ટ્રી માટે કેરળ સરકાર કેટલાક અન્ય નિયમ બનાવવાને લઈ વિચાર કરી રહી છે. આમાંથી એક વિકલ્પ એ પણ છે કે, મંદિરમાં મહિલાઓના પ્રવેશ માટે દિવસ નક્કી કરી લેવામાં આવે.

મીટિંગ બાદ સીએમ પિનરાઈ વિજયને કહ્યું કે, અમારે જોવું પડશે કે, શું સબરીમાલા મંદિરમાં દર્શન માટે મહિલાઓ માટે કઈં નિયમ કઈ નિયમ નક્કી કરી શકાય છે. આની પર વિચાર કરવાની જરૂરત છે. તમને જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટે પોતાના 28 ડિસેમ્બરે આપેલા આદેશમાં સ્પષ્ટ કહ્યું હતું કે, મહિલાઓને મંદિરમાં પ્રવેશ આપવામાં આવે.

સર્વદળીય બેઠકમાં કોંગ્રેસ અને બીજેપી દ્વારા દૂર રહ્યા બાદ પિનરાઈ સરકાર પાસે સીમિત વિકલ્પ જ બચ્યા છે. કોંગ્રેસ અને બીજેપી આ મુદ્દા પર મંદિરની પરંપરાનો તર્ક આપી રહી છે. બીજી બાજુ લેફ્ટ સરકાર પર સુપ્રીમ કોર્ટના નિર્ણનું પાલન કરવાનું દબાણ બનેલું છે.

તમને જણાવી દઈએ કે, આ મામલામાં સુપ્રીમ કોર્ટમાં 48 પુનર્વિચાર અરજી દાખલ કરવામાં આવી છે. આ તમામ અરજી પર સુપ્રીમ કોર્ટે 22 જાન્યુઆરીએ એક સાથે સુનાવણી કરવાનું કહ્યું છે.

સોમવારે કેરળ સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે, સબરીમાલા મંદિર ધર્મ નિરપેક્ષ છે, અને મંદિરના દ્વારા તમામ લોકો માટે ખુલ્લા હોવા જોઈએ.સરકાર તરફથી દાખલ કરવામાં આવેલા શપથપત્રમાં કહેવામાં આવ્યું છે કે, એક ઐતિહાસિક સત્ય છે કે, સબરીમાલા મંદિર ધર્મનિરપેક્ષ છે. મંદિરમાં કોઈ પણ શ્રદ્ધાળુને ધર્મ કે જાતીના આધાર પર પ્રવેશ પ્રતિબંધ નથી. શપથપત્રમાં લખ્યું છે કે, આ સત્ય છે કે, સન્નીધનમમાં વાવર નાદા સબરીમાલા સાથે સહ અસ્તિત્વમાં હતા. ખુબ પ્રાચિન કાળથી મુસલમાન, વાવર નાદા અને સબરીમાલા મંદિર બંને જગ્યા પ્રાર્થના કરવા આવતા હતા.
First published: November 15, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading