ગર્ભવતી હાથણીને ફટાકડા ખવડાવી મારતાં લોકોમાં રોષ, કેન્દ્રએ કેરળ સરકાર પાસે માંગ્યો રિપોર્ટ

News18 Gujarati
Updated: June 4, 2020, 8:28 AM IST
ગર્ભવતી હાથણીને ફટાકડા ખવડાવી મારતાં લોકોમાં રોષ, કેન્દ્રએ કેરળ સરકાર પાસે માંગ્યો રિપોર્ટ
(સાભારઃ મોહન કૃષ્ણનના ફેસબુક પેજથી)

ફટાકડાવાળું અનાનાસ ખાવાના કારણે હાથણીના મોં અને પેટમાં ઈજા થઈ હતી, 3 દિવસ બાદ તેનું મોત થયું

  • Share this:
મલપ્પુરમઃ કેરળ (Kerala)ના પલક્કડ જિલ્લાના સાઇલેન્ટ વેલી ફોરેસ્ટમાં એક ગર્ભવતી હાથણી (Pregnant Elephant)ને ફટાકટાથી ભરેલા અનાનાસ ખવડાવાની ઘટના પર કેન્દ્ર સરકારે ગંભીર નોંધ લીધી છે. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે કેરળ સરકાર સાથે આ મામલે વિગતવાર રિપોર્ટ માંગ્યો છે. બીજી તરફ, કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન (Pinarayi Vijayan)એ હાથણીના મોતના મામલામાં તપાસના આદેશ આપ્યા છે. તેઓએ દોષિતોની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનો ભરોસો આપ્યો છે. ફટાકડા ખાવાના કારણે હાથણીના મોં અને પેટમાં ઈજા થઈ હતી અને ત્રણ દિવસ બાદ તેનું મોત થઈ ગયું હતું. ઘટનાને લઈ લોકોમાં જોરદાર આક્રોશ જોવા મળી રહ્યો છે.

મુખ્યમંત્રી પિનરાઈ વિજયે કહ્યું કે પલક્કડ જિલ્લાના મન્નારકડ વન મંડળમાં હાથણીના મોત કેસમાં પ્રારંભિક તપાસ શરૂ કરી દીધી છે. તેની સાથે જ પોલીસને ઘટના પાછળ જવાબદાર લોકોની વિરુદ્ધ કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે. આ મામલાની તપાસ વન્યજીવ અપરાધ તપાસ ટીમને સોંપવામાં આવી છે.

ગર્ભવતી હાથણી ખાવાની શોધમાં આવી હતી શહેર તરફ

મૂળે, આ હાથણી ખાવાની શોધમાં ભટકતી ભટકતી 25 મેના રોજ જંગલની પાસેના ગામમાં આવી હતી. ગર્ભવતી હોવાના કારણે તેને પોતાના બાળક માટે ખાવાની જરૂર હશતી, તે સમયે કેટલાક લોકોએ તેને અનાનાસ ખવડાવી દીધું. ખાતાની સાથે જ તેના મોંમાં વિસ્ફોટ થયો, જેના કારણે તેનું જડબું ખરાબ રીતે ફાટી ગયું અને તેના દાંત પણ તૂટી ગયા. દર્દીથી પીડાતી હાથણીને જ્યારે કંઈ સમજમાં ન આવ્યું તો તે વેલિયાર નદીમાં ઊભી થઈ ગઈ. તે આખો સમય વારંવાર પાણી પીતી રહી.

આ પણ વાંચો, માનવતા મરી પરવારી! ગભર્વતી હાથણીને ખવડાવી દીધું ફટાકડા ભરેલું અનાનાસ, અને પછી...

હાથણી ત્રણ દિવસ નદીમાં ઊભી રહીહાથણીનું દર્દ એટલું અસહ્ય હતું કે તે ત્રણ દિવસ નદીમાં ઊભી રહી, અંતે જિંદગીનો જંગ હારતાં તેનું મોત થયું. વન વિભાગના અધિકારીઓ મુજબ તેની ઉંમર 14-15 વર્ષ હતી. અધિકારીઓએ જણાવ્યું કે સમય પર તેને મદદ ન પહોંચાડી શકાઈ. હાથણીની જાણકારી મળતાં વન વિભાગના કર્મચારી તેને રેસ્ક્યૂ કરવા પહોંચ્યા. પરંતુ તે પાણીની બહાર આવી જ નહીં અને શનિવારે તેનું મોત થઈ ગયું.

આ પણ વાંચો, અજગરના ભરડામાં હતું હરણ, શખ્સે આ રીતે બચાવ્યો જીવ, Video વાયરલ
First published: June 4, 2020, 8:28 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading