કેરળ : વિદ્યાર્થીઓ તરસ્યાં ન રહે તે માટે પાણી પીવાની 3 વિશેષ રિસેસનો પ્રયોગ

News18 Gujarati
Updated: November 15, 2019, 2:41 PM IST
કેરળ : વિદ્યાર્થીઓ તરસ્યાં ન રહે તે માટે પાણી પીવાની 3 વિશેષ રિસેસનો પ્રયોગ
શાળામાં પાણી પીવાની રિસેસ રડતાં જ 935 બાળકો વૉટર બેગમાંથી પાણી કાઢી પીવે છે.

કેરળની શાળાઓમાં 'વૉટર બ્રેક'ના માધ્યમથી બાળકોને પાણી પીવા માટે રિસેસ આપવામાં આવે છે.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : સવારે 11.15 વાગ્યે રિસેશનની બેલ વાગે તેની 3 મિનિટ પહેલાં કુન્નુર (Kunnur District) જિલ્લાના પેરાવુર (Peravoor)ની સેંટ જોસેફ હાઇર સેકન્ડરી સ્કુલમાં ( St Joseph’s Higher Secondary school)950 વિદ્યાર્થીઓએ બેગ ખોલ્યા અને વૉટર બોટલમાંથી પાણી પીધું. શાળાએ વિદ્યાર્થીઓ તરસ્યા ન રહી જાય તેના માટે આ અનોખો પ્રયોગ હાથ ધર્યો છે. કેરળની સરકારે શરૂ કરેલા અભિયાન મુજબ શાળામાં દિવસ દરમિયાન બાળકોને પાણી પીવાનો (Water bell) બ્રેક મળશે. આ બ્રેક માટે શાળાની બેલ વગાડવાની રહેશે.

આ મુદ્દે શાળાા હેડમાસ્ટર મેથ્યૂ ઓ. એ ન્યૂઝ 18.કોમને જણાવ્યું, 'અમારા ધ્યાનમાં આવ્યું હતું કે અપૂરતું પાણી પીવાના કારણે કેટલાય બાળકો અસ્વસ્થ છે. બાળકોને અપૂરતું પાણી પીવાના લીધે યૂરિન ઇન્ફેક્શનની સમસ્યા થાય છે. આ મુદ્દાની જાગૃતિ તો સંયુક્ત રાષ્ટ્રસંઘ પણ પ્રસરાવી રહ્યો છે. અમે આ મુદ્દાના અનુસંધાનમાં 17મી સપ્ટેમ્બરથી 'વૉટર બેલ' પ્રોજેક્ટ લોન્ચ કર્યો હતો.

આ પણ વાંચો : અમદાવાદના PIની દિલેરી, ગરીબ બાળકીને હોટલનું ભોજન જમાડી 'ચિલ્ડ્રન્સ ડે' ઉજવ્યો

મેથ્યૂએ ઉમેર્યુ કે 'અમારા ધ્યાનમાં આવ્યું હતું કે અનેક વિદ્યાર્થીઓ પાણી પીધા વગર પરત લઈ જતા હતા. એટલે અમે 'વૉટર બેલ' પ્રોજ્કેટ શરૂ કર્યો. જો શાળામાં ચોક્કસ સમયની રિસેશન જેવી વ્યવસ્થા હોય તો વિદ્યાર્થીઓ નિરાંતે પાણી પી શકે'

આ પણ વાંચો : 'બહાર નીકળ તું,' રોડના ભ્રષ્ટાચાર મુદ્દે મહિલા તલાટી ભડક્યા! વીડિયો વાયરલ

મેથ્યૂના મતે આ પ્રોજેક્ટ યુનિક નથી. અનેક શાળાઓએ આ પ્રોજેક્ટ શરૂ કરી દીધો છે. અમને બીજાના પ્રોજેક્ટસ વિશે માહિતી નથી પરંતુ અમારી શાળામાં આ પ્રોજેક્ટની સકારાત્મક અસર જોવા મળી છે. અનેક વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર સારી અસર થઈ છે. અમે કાળજી રાખીએ છીએ કે સવારે 9.30થી 4 વાગ્યા સુધી શાળામાં પૂરતું પીવાનું પાણી જળવાઈ રહે. અમે ઓછામાં ઓછું એક વાર તો બાળકોને ફરજિયાત પાણી પીવડાવીએ છીએ.
First published: November 15, 2019, 2:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading