Home /News /national-international /

કેરળનો દરિયાદિલ ભિખારી, પૂર રાહતમાં દાન આપ્યા પોતાના 94 રૂપિયા

કેરળનો દરિયાદિલ ભિખારી, પૂર રાહતમાં દાન આપ્યા પોતાના 94 રૂપિયા

ટી એમ રશીદના ફેસબુક પરથી લીધેલી તસવીર

કેરળના પૂરમાં 300થી વધારે લોકો મર્યા છે અને કેટલાએ લોકો ઘર વિહોણા બની ગયા છે

    કેરળના પૂરમાં 300થી વધારે લોકો મર્યા છે અને કેટલાએ લોકો ઘર વિહોણા બની ગયા છે. સદીનો સૌથી ભયાનક ત્રાસ વેઠી રહેલા કેરળને દેશભરમાંથી મોટી માત્રામાં મદદ મળી રહી છે. તમામ લોકો પોતાની ક્ષમતા અનુસાર, કેરળની મદદ કરી રહ્યા છે. નેતા, અભિનેતા, સામાન્ય માણસ, સેના જવાન, એનડીઆરએફ તમામ લોકોએ પોતાના હિસાબે મદદ કરી. જોકે, આ બધામાં સૌથી ખાસ ભીખ માંગનાર એક વ્યક્તિની કહાની છે, જેણે ભીખ માંગીને ભેગા કરેલા 94 રૂપિયા પૂર રાહત માટે દાન કરી દીધા છે.

    એહીં કોટ્ટાયમના રહેવાસી મોહનન ચાર કિલોમીટર પગપાળા ચાલીને ઈરાટ્ટૂપેટા નગરપાલિકાના પૂર્વ અધ્યક્ષ ટીએમ રશીદના ઘરે પહોંચ્યા. રશીદે વિચાર્યું કે, મોહનન ભીખ માંગવા આવ્યા છે અને તેમને 20 રૂપિયા આપ્યા. જોકે, રશિદ ત્યારે આશ્ચર્યમાં પડ્યા કે, જ્યારે મોહનને તેમની પાસેથી પૈસા લેવાની જગ્યાએ ત્યાં જ સીડી પર બેસી પોતાની પાસે રહેલા પૈસા ગણવા લાગ્યા.

    રશીદે પૂરૂ વાક્ય ફેસબૂક પર પોસ્ટ કર્યું છે. તેમણે લખ્યું છે કે, મોહનને રૂ. 94 આપ્યા છે અને આને સીએમ રિલીઝ ફંડમાં દાન કરવાનું કહ્યું છે. મોહનને પોતાની પાસે રહેલા તમામ રૂપિયા આપ્યા અને બાદમાં મને આપીને જતો રહ્યો.



    મનોરમા સાથે વાતચીતમાં રશીદે કહ્યું કે, મોહનને તેમના હાથમાં સિક્કા રાખ્યા અને કહ્યું કે, એક ઈજાએ તેની પૂરી જિંદગી બરબાદ કરી દીધી. તે બસ આટલી જ મદદ કરી શકે છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Begging, Kerala Floods, Relief fund, કેરલ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन