રાહુલની PMને અપીલ,' 500 કરોડ પુરતા નથી કેરળ તબાહીને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરો'

પુર અને ભૂસ્ખલનના કારણે થયેલ 19,512 કરોડ રૂપિયાના નુકશાનની રિપોર્ટ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્ય માટે 500 કરોડ રૂપિયાનો વધારાનો પેકેજ આપવાની જાહેરાત કરી હતી.

પુર અને ભૂસ્ખલનના કારણે થયેલ 19,512 કરોડ રૂપિયાના નુકશાનની રિપોર્ટ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્ય માટે 500 કરોડ રૂપિયાનો વધારાનો પેકેજ આપવાની જાહેરાત કરી હતી.

 • Share this:
  કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેરલ પુરને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરવાની માંગ કરી છે. તેમને કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, કેરલમાં વરસાદના કારણે મચેલી તબાહી માટે 500 કરોડ પુરતા નથી. જણાવી દઈએ કે, પુર અને ભૂસ્ખલનના કારણે થયેલ 19,512 કરોડ રૂપિયાના નુકશાનની રિપોર્ટ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્ય માટે 500 કરોડ રૂપિયાનો વધારાનો પેકેજ આપવાની જાહેરાત કરી હતી. આ વિશે પ્રશ્ન કરવા પર સીએમ પિનરાઈ વિજયને કહ્યું કે, આ સમય આરોપ-પ્રત્યારોપના નથી. તે ઉપરાંત તેમને કહ્યું કે, અમે સંભવ બધી જ મદદ આપી રહ્યાં છીએ. એર માર્શલે વધારે હેલિકોપ્ટર મોકલવાનું વચન આપ્યું છે અને અમે પણ કેન્દ્ર સરકારને જણાવ્યું છે કે અમારે વધારે મદદની જરૂરત છે.

  અસલમાં કેરલમાં 15 દિવસથી થઈ રહેલ ધોધમાર વરસાદના કારણે પુરના કારણે પરિસ્થિતિ ખુબ જ ગંભીર થઈ ગઈ છે. ભૂસ્ખલન અને પુરથી અત્યાર સુધીમાં 324 લોકોના મૃત્યું થઈ ચૂક્યા છે. લગભગ ત્રણ લાખ લોકો બેઘર થઈ ગયા હોવાની રિપોર્ટ આવી રહ્યો છે. સેના સાથે એનડીઆરએફની ટીમ રાહત કાર્યમાં લાગી છે. લગભગ 2 લાખ 23 હજાર લોકોને 1500 રાહત શિબિરોમાં પહોંચાડવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કોચ્ચીમાં મુખ્યમંત્રી વિજયન સહિત તમામ આલા અધિકારીઓ સાથે મુલાકાત લીધી હતી. આ દરમિયાન કેરળના પીએમ પિનરાઈ વિજયને પીએમ મોદીને જણાવ્યું કે, પુર અને ભૂસ્ખલનના કારણે રાજ્યને કુલ 19,512 કરોડ રૂપિયાનું નુકશાન થયું છે. આ મીટિંગ પછી વડાપ્રધાન મોદી હવાઈ સર્વે કરીને પુર પ્રભાવિત વિસ્તારનું નિરીક્ષણ કરવા નિકળ્યા. આ વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ મોદીને કેરળ પુરને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરવાની માંગ કરી છે.

  કેરળ સરકારે પુર પીડિતોની મદદ માટે ડોનેશન આપવાની અપીલ કરી છે. તમે donation.cmdrf.kerala.gov.in દ્રારા પુર પીડિતોની મદદ કરી શકો છો. તે ઉપરાંત સરકારે પુર પ્રભાવિત વિસ્તારોમાં લોકોની મદદ માટે હેલ્પલાઈન નંબર પણ રજૂ રજૂ કર્યા છે.

  આ વચ્ચે કેરળવાસીઓ માટે એક સારા સમાચાર હવામાન વિભાગે આપ્યા છે. હવામાન વિભાગે કહ્યું છે કે, બેથી ત્રણ દિવસ પછી કેરળમાં વરસાદની તીવ્રતા ઓછી થઈ જશે. વિભાગના એડિશનલ ડાયરેક્ટર મૃત્યુંજય મોહાપાત્રાએ જણાવ્યું કે, 20 ઓગસ્ટ પછી કેરલમાં ભારે વરસાદની સંભાવના નથી. તેમને જણાવ્યું કે, કેરલમાં 1 ઓગસ્ટથી 17 ઓગસ્ટ વચ્ચે સરેરાશ કરતાં 170 ટકા વધારે વરસાદ પડ્યો છે.

  ભારે વરસાદની આશંકાઓના કારણે 14માંથી 11 રાજ્યોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા હતા. જોકે હાલમાં આઠ રાજ્યો પરથી રેડ એલર્ટ હટાવી લેવામાં આવ્યો છે.
  Published by:Mujahid Tunvar
  First published: