પૂરના પ્રકોપમાં ઝઝૂમી રહેલા કેરળની મદદમાં કેન્દ્ર સરકારનો ભેદભાવ?

એનડીઆરએફ ટીમ (ફાઈલ ફોટો)

કેન્દ્ર સરકારે અન્ય રાજ્યોમાં પૂરના પ્રકોપ સમયે સારૂ પેકેજ જાહેર કર્યું હતું. જેમાં ગુજરાત, અસમ અને બિહાર સામેલ છે, જ્યાં બીજેપીની સરકાર છે.

  • Share this:
    શેખ શાલિક, મયંક મોહંતી

    વરસાદ અને પૂરનો પ્રકોપ સહન કરી રહેલા કેરળમાં રાજ્ય સરકાર પ્રકૃતિ આગળ અસહાય અનુભવી રહી છે. રાજ્યની પિનરાઈ નિજયન સરકાર પ્રકૃતિના કોપ અને સંશાધનની અછત વચ્ચે ઘેરાઈ ગઈ છે. ગોડ્સ એન્ડ કન્ટ્રી કહેવામાં આવતા કેરળમાં ચારે તરફ પાણી જ પાણી છે. કેન્દ્ર સરકાર દ્વારા પહેલા 100 કરોડના સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી હતી, જોકે, શનીવારે હવાઈ સર્વે કર્યા પહેલા જ 500 કરોડના સહાય પેકેજની જાહેરાત કરી છે.

    પ્રકૃતિનો પ્રોકપને પહોંચીવળવા માટે રાજ્યના નિવાસી, નેતા અને અધિકારીએ એકજૂટ થઈ રાહત અને બચાવ કાર્યમાં લાગેલા છે, પરંતુ કેન્દ્ર સરકાર તરફથી મદદ મળવામાં મોડુ થવાનું પરેશાની છે.

    કેન્દ્ર તરફથી સેના અને નૌસેનાની યુનિટ્સ સહિત કેન્દ્રીળ દળોની 52 બચાવ ટીમો બચાવ કાર્યમાં તંત્રની મદદ કરી રહી છે. આ સાથે 339 મોટરબોટ, 2800 લાઈપ જેકેટ, 1400 લાઈફબોટ, 27 લાઈટ ટાવર અને 1000 રેનકોટ્સ જ્વારા રાહત અને બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે.

    કેન્દ્ર દ્વારા 100 કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું, જ્યારે રાજ્યએ 1220 કરોડ રૂપિયાની તત્કાલ સહાય માંગી હતી, એવામાં આટલું પેકેજ પર્યાપ્ત નથી. અનનુમાન પ્રમાણે, કેરળમાં 10000 કરોડનું નુકશાન પહોંચ્યું છે. જ્યારે કેન્દ્ર સરકારે કેરળને અનુમાનિત નુકશાનના 10 ટકા કરતા પણ ઓછી રકમ જાહેર કરી છે. જ્યારે અન્ય રાજ્યોમાં પૂરના પ્રકોપ સમયે સારૂ પેકેજ જાહેર કર્યું હતું. જેમાં ગુજરાત, અસમ અને બિહાર સામેલ છે, જ્યાં બીજેપીની સરકાર છે.

    ગુજરાત
    ગત વર્ષે 25 જુલાઈએ દેશમાં કેટલીએ જગ્યાએ વરસાદ વરસ્યો, રાજસ્થાનમાં બેના મોત થયા અને ગુજરાતને હાઈ રિસ્ક જોન જાહેર કરવામાં આવ્યું. એક અટવાડીયા બાદ ભારે વરસાદના કારણે 222 લોકોના મોત નિપજ્યા હતા. પોતાના ગૃહ રાજ્યમાં પ્રધાનમંત્રીએ તુરંત પ્રતિક્રિયા આપી. અને 500 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું, સાથે પ્રભાવિત વિસ્તારનું હવાઈ સર્વેક્ષણ પણ કર્યું.

    આસામ
    ગત વર્ષે 13 જૂનથી 3 ઓગષ્ટ સુધીમાં આસામમાં ભારે વરસાદના કારણે પૂર આવ્યું હતું. જેમાં 41 લોકોના મોત થયા હતા. રાજ્યના સાત જીલ્લામાં 11 લાખ લોકો પ્રભાવિત થયા હતા. તે સમયે પીએમઓ તરફથી મદ માટે પહેલા 239.40 કરોડ જાહેર કરવામાં આવ્યા. આ સાથે રાહત પેકેજના રૂપે 340.4 કરોડ રૂપિયાની જાહેરાત કરી હતી. પૂર્વોત્તર મંત્રાલય (ડીઓએનઈઆર) તરફથી 101 રૂપિયા આપવામા આવ્યા હતા.

    બિહાર
    ગત વર્ષે 12 ઓગષ્ટથી 20 ઓગષ્ટ સુધી આવેલા પૂરના કારણે બિહારમાં મોટાપાયે નુકશાન થયું હતું. રાજ્યના 19 જીલ્લામાં આવેલા પૂરમાં 514 લોકો મર્યા હતા. તે સમયે પીએમ મોદીએ નીતિશ કુમાર સાથે હવાઈ સર્વેક્ષણ કર્યું હતું, અને 500 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું હતું. આ સાથે પૂરમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને 2-2 લાખ રૂપિયા આપવાની પણ જાહેરાત કરી હતી.
    Published by:kiran mehta
    First published: