કેરળ: રિલાયન્સ ફાઉન્ડેશને CM રિલીફ ફંડમાં આપ્યા 21 કરોડ, મોકલી રૂ. 50 કરોડની રાહત સામગ્રી

News18 Gujarati
Updated: August 21, 2018, 8:32 PM IST
કેરળ: રિલાયન્સ ફાઉન્ડેશને CM રિલીફ ફંડમાં આપ્યા 21 કરોડ, મોકલી રૂ. 50 કરોડની રાહત સામગ્રી
કેરળમાં થયેલા ધોધમાર વરસાદના કારણે રાજ્યની સ્થિતિ કફોડી થઈ ગઈ છે. પુર અને ભૂસ્ખલનના કારણે રાજ્યમાં 373 લોકોના મોત થઈ ગયા છે

કેરળમાં થયેલા ધોધમાર વરસાદના કારણે રાજ્યની સ્થિતિ કફોડી થઈ ગઈ છે. પુર અને ભૂસ્ખલનના કારણે રાજ્યમાં 373 લોકોના મોત થઈ ગયા છે

  • Share this:
કેરળમાં થયેલા ધોધમાર વરસાદના કારણે રાજ્યની સ્થિતિ કફોડી થઈ ગઈ છે. પુર અને ભૂસ્ખલનના કારણે રાજ્યમાં 373 લોકોના મોત થઈ ગયા છે અને લગભગ 10 લાખ લોકો રાહત શિબિરોના શર્ણાર્થી બન્યા છે. પુર પ્રભાવિત આ રાજ્યાની મદદ માટે રિલાયન્સ ફાઉન્ડેશન આગળ આવ્યું છે. ફાન્ડેશને કેરળમાં ઘણા બધા સ્તરો પર બચાવ, રાહત અને પુનર્વાસ કાર્યક્રમ શરૂ કર્યા છે. ફાઉન્ડેશનની તરફથી મુખ્યમંત્રી રાહત કોષમાં 21 કરોડ રૂપિયાનું દાન આપવામાં આવશે. તે ઉપરાંત લગભગ 50 કરોડ રૂપિયાની રાહત સામગ્રી ફાઉન્ડેશનની તરફથી પ્રદેશમાં મોકલવામાં આવશે.

રિલાયન્સ ફાઉન્ડેશનની ચેયરપર્સન નીતા અંબાણીએ કહ્યું, કેરળમાં અમારા ભાઈ-બહેનો એક ગંભીર સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યાં છે. એવામાં એક જવાબદાર કોર્પોરેટ ફાઉન્ડેશન અને ભારતીય હોવાના સંબંધે અમારી જવાબદારી છે કે, અમે બચાવ, રાહત અને પુનર્વાસ માટે પ્રદેશની મદદ કરીએ. રિલાયન્સ ફાઉન્ડેશન પોતાની તરફથી કેરલ મુખ્યમંત્રી રાહત કોષમાં 21 કરોડ રૂપિયા આપી રહ્યું છે. આ મુશ્કેલ પરિસ્થિતિમાં રિલાયન્સ ફાઉન્ડેશન કેરળ સાથે ઉભું છે. પ્રદેશમાં જ્યારે સુધી પરિસ્થિતિ સામાન્ય થઈ જતી નહી ત્યાર સુધી અમે ત્યા કામ કરીશું.

તેમને આગળ કહ્યું, "2013માં જ્યારે ભૂકંપ અને પુરના કારણે ઉત્તરાખંડમાં તબાહી મચી હતી ત્યારે રિલાયન્સ ફાઉન્ડેશને ખુબ જ ઓછા સમયમાં પોતાના કર્મચારીઓ અને કાર્યકર્તાઓને ત્યાં બચાવ અને રાહત કાર્ય માટે તૈયાર કરી લીધી હતી. અમારી ટીમે 2014માં જમ્મુ કાશ્મીર પુર, 2015માં નેપાળ પુર, 2015માં તમિલનાડૂ પુર, 2015માં મુંબઈ પુર અને 2016માં મરાઠાવાડમાં આવેલ દુષ્કાળમાં તત્પરતાથી કામ કર્યું છે."

કેરળમાં બચાવ અને રાહત કાર્ય

- 14 ઓગસ્ટ 2018થી રિલાયન્સ ફાઉન્ડેશનની ટીમ છ સૌથી પ્રભાવિત જિલ્લાઓમાં રાહત કાર્યની કામગીરી કરશે.

- ટીમ રિલાયન્સ ફાઉન્ડેશન ઈનફોર્મેશન સર્વિસેજ (RFIS)નો ઉપયોગ કરી અસ્થાઈ શેલ્ટર્સના મોસમ અને લોકેશનની જરૂરી જાણકારી અપડેટ કરી પોતાનું સહયોગ આપી રહી છે. આને પ્રદેશ આપત્તિ અધિકારીઓને ટોલ-ફ્રિ હેલ્પલાઈન નંબર પણ ઉપલબ્ધ કરાવ્યા છે.- રિલાયન્સ ફાઉન્ડેશને 15 હજાર પ્રભાવિત પરિવારોની ઓળખ કરી છે, આવનારા દિવસોમાં તેમને રાશન, વાસણ, રહેવાની જગ્યા, કપડા-જૂતા ઉપલ્બધ કરાવવામાં આવશે. સામગ્રી રિલાયન્સ રિટેલની મદદથી સપ્લાઈ કરવામાં આવશે.
- રિલાયન્સ રિટેલની તરફથી સરકાર દ્વારા સંચાલિત 160 રિલીફ કેમ્પ્સમાં રેડી ટૂ ઈટ ફૂડ, ગ્લૂકોઝ અને સેનિટરી નેપ્કિન ઉપલબ્ધ કરાવવામાં આવશે.
- લગભગ 2.6 મેટ્રિક ટન વજનની રાહત સામગ્રી મહારાષ્ટ્ર સરકારને આપવામાં આવી છે, જેને હવાઈમાર્ગે કેરળ પહોંચાડવામાં આવશે.
- કેરળના પુર પ્રભાવિત લોકો માટે કપડોની 7.5 લાખ જોડી, 1.50 લાખ જોડી બૂટ-ચપ્પલની જોડી અને રાશન મોકલવામાં આવી રહ્યું છે.
- રાહત કાર્ય માટે રિલાયન્સ રિટેલની તરફથી લગભગ 50 કરોડનું સામાન આપવામાં આવી રહ્યું છે.
First published: August 21, 2018, 8:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading