કેરળ: 100 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત, રાજનાથ બોલ્યા, 'સ્થિતિ ખુબ જ ગંભીર'

પૂરગ્રસ્ત વિસ્તારનું હવાઈ સર્વેક્ષણ કર્યું અને કહ્યું કે, રાજ્યમાં સ્થિતિ ખુબ જ ગંભીર છે.

પૂરગ્રસ્ત વિસ્તારનું હવાઈ સર્વેક્ષણ કર્યું અને કહ્યું કે, રાજ્યમાં સ્થિતિ ખુબ જ ગંભીર છે.

 • Share this:
  પૂર સામે ઝઝૂમી રહેલ કેરળ મટે કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહએ 100 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી છે. રવિવારે તેમને પૂરગ્રસ્ત વિસ્તારનું હવાઈ સર્વેક્ષણ કર્યું અને કહ્યું કે, રાજ્યમાં સ્થિતિ ખુબ જ ગંભીર છે.

  તે પછી ગૃહ મંત્રાલય તરફથી ટ્વિટ કરીને કહેવામાં આવ્યું કે, પૂરથી થયેલા નુકશાનનું અનુમાન લગાવવામાં સમય લાગશે પરંતુ આનાથી પહેલા જ 100 કરોડ રૂપિયાથી વધારેના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવે છે. બધા જ રાજકીય દળો, સામાજિક અને સાંસ્કૃતિક સંગઠનોથી પણ રાજ્ય સરકારની મદદ કરવાની અપિલ કરવામાં આવી છે.

  રાજનાથ સિંહે કહ્યું કે, કેરળ ગયા પહેલા તેને રાજ્ય આપત્તિ રાહત દળને 80.25 કરોડ રૂપિયાની મંજૂરી આપી દીધી હતી. કેન્દ્ર સરકાર આ કઠિન સમયે કેરળના સાથે છે. રાજનાથે ઈડૂક્કી અને એર્નાકૂલમ જિલ્લાઓના પૂર અને ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારનું હવાઈ નિરીક્ષણ કર્યું.

  કેરલા પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત પર ગૃહમંત્રી રાજનાથ સિંહ


  ગૃહ મંત્રાલયના ટ્વિટ અનુસાર, "આ મુશ્કેલ સમયમાં આખું દેશ કેરલની જનતા સાથે મજબૂતીથી ઉભી છે. કેન્દ્ર સરકાર સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને સંભવ બધી જ રીતની મદદ આવી રહી છે. આ રીતની આફતમાં રાહત આપવામાં કોઈ જ કમી છોડવામાં આવશે નહી. પૂરથી કેરળના પર્યટનને પણ ઘણું નુકશાન થયું છે. તે ઉપરાંત એક લાખથી વધારે લોકોના રોજિંદા જીવન પર પણ નકારાત્મક અસર પડી છે. હજારો લોકોને રાહત કેન્દ્રોમાં મોકલવામાં આવ્યા છે. હું એક કેમ્પના લોકોને મળ્યો અને તેમની મુશ્કેલી જાણી હતી."

  તો બીજી તરફ વિદેશ મંત્રી સુષમા સ્વરાજે કહ્યું કે, પૂરના કારણે જે લોકોના પાસપોર્ટને નુકશાન પહોંચ્યું છે તેમને મુફ્તમાં નવો પાસપોર્ટ આપવામાં આવશે. આ સંબંધમાં સંબંધિત પાસપોર્ટ સેવા કેન્દ્રનું સંપર્ક કરવું પડશે.
  Published by:Mujahid Tunvar
  First published: