કેન્દ્ર સરકારે કેરળ પુરને 'ગંભીર કુદરતી આપત્તિ' જાહેર કરી

 • Share this:
  કેરલમાં પુરથી 370થી વધારે લોકોએ જીવ ગુમાવ્યા પછી કેન્દ્ર સરકારે આને ગંભીર કુદરતી આફત જાહેર કરી છે. સોમવારે કેટલાક વિસ્તારોમાં પુરની પરિસ્થિતિમાં સુધાર થયો છે. આ પ્રાકૃતિક આફતમાં કરોડો રૂપિયાની સંપત્તિને નુકશાન થઈ ચૂક્યું છે. લગભગ 10 લાખ લોકોને રાહત શિબિરમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. સરકારે પીડિતોની મદદ માટે 5,645 રાહત શિબિરો બનાવી છે. આજે સવારે એટલે કે, 20 ઓગસ્ટે કોચ્ચી એરપોર્ટના નેવબ બેસથી કોમર્શિયલ ફ્લાઈટ ચાલું થઈ ગઈ છે. લગભગ 8 દિવસ પછી એર ઈન્ડિયાની ફ્લાઈટ અહી લેન્ડ થઈ. કેરલ સરકારે પુરથી કુલ 19,500 કરોડ રૂપિયાનું નુકશાન થવાનો અનુમાન લગાવ્યો છે.

  તાજા જાણકારી અનુસાર, ઈદુક્કીમાં એટીએમ સર્વિસ શરૂ કરી દેવામાં આવી છે. અહી વિજળી અને કોમ્પયુનિકેશન સર્વિસને સુધારવા માટે યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે. જ્યારે બીજી તરફ રેસ્ક્યૂ ઓપરેશનમાં સામેલ ટીમોના વખાણ કરતાં આર્મી કમાન્ડર લેફ્ટિનેન્ટ જનરલ ડીઆર સોનીએ કહ્યું કે, 'છોકરાઓ ત્યાં સુધી પહોંચ્યા જ્યાં પ્રકાશ અને હેલિકોપ્ટર પણ પહોંચી શકતા નહતા.'

  ગૃહ મંત્રાલયે કેરલના પુરને ગંભીર કુદરતી આફત તરીકે જાહેર કરી છે. કેરલમાં આવેલ લગભગ 100 વર્ષોમાં સૌથી ખતકનાક પુર છે જેમાં 370 લોકોના મોત થઈ ગયા છે અને 10 લાખથી વધારે લોકો બેઘર થઈ ગયા છે. મંત્રાલયના એક અધિકારીએ કહ્યું, પુરની તીવ્રતા અને અસર અને કેરલમાં ભૂસ્ખલનને જોતા આ એક ગંભીર પ્રાકૃતિક આફત છે.

  મહારાષ્ટ્રથી લગભગ 100 ડોક્ટર અને પેરામેડિકલ કર્મચારીઓની એક ટીમ પુર પ્રભાવિત લોકોની મદદ માટે આજે કેરળ જવા માટે રવાના થઈ. ડોક્ટર ભારતીય વાયુસેનાના બે વિમાનોમાં સવાર થઈને તિરૂવનંતપુરમ માટે રવાના થયા. દક્ષિણ રાજ્યમાં રાહત પ્રયત્નો પર નજર રાખવા સ્વય મહારાષ્ટ્રના ચિકિત્સા શિક્ષા મંત્રી ગિરીશ મહાજન પણ આમાંથી એક વિમાનમાં સવાર છે. એક અધિકારીએ જણાવ્યું કે, 'લગભગ 100 ડોક્ટર અને પેરાેડિકલ કર્મચારીઓની એક ટીમ કેરળ ગઈ છે. મહાજન કેરળ સરકાર સાથે તેમની આવશ્યકતાઓ વિશે વાત કરશે અને અમારા ડોક્ટર અને પેરામેડિકલ કર્મચારીઓને આના અનુરૂપ તૈયાર કરવામાં આવશે.'
  Published by:Mujahid Tunvar
  First published: