કેરળમાં 8 દિવસ બાદ કોચીથી કોમર્શિયલ ફ્લાઇટ અને કર્ણાટકથી બસ સેવા શરુ

કેરળના પુરની આકાશી તસવીર

કેરળમાં થઇ રહેલા ધોધમાર વરસાદમાં રવિવારના દિવસે 13 લોકોએ પોતાના જીવ ગુમાવ્યો છે. આમ છેલ્લા સાત દિવસોમાં વરસાદના કારણે મૃતકોની સંખ્યા 210 થઇ છે.

 • Share this:
  કેરળમાં થઇ રહેલા ધોધમાર વરસાદમાં રવિવારના દિવસે 13 લોકોએ પોતાના જીવ ગુમાવ્યો છે. આમ છેલ્લા સાત દિવસોમાં વરસાદના કારણે મૃતકોની સંખ્યા 210 થઇ છે. મુખ્યમંત્રી પિનરાયી વિજયનને કહ્યું કે, પુરના કારણે પાણીમાં ફસાયેલા મોટાભાગના લોકોને બચાવી લીધા છે. હવે તેમના પુનર્વાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. પૂર બાદ હવે રાજ્યમાં મહામારીનો ખતરો વધારે મંડરાઇ રહ્યો છે. જેના કારણે સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થયું છે. કેરળમાં આઠ દિવસ બાદ કોચીથી કોમર્શિયલ ફ્લાઇટ્સ શરૂ થવાથી લોકો માટે થોડા રાહતના સમચારા છે. બીજી તરફ કર્ણાટકથી બસ સેવા પણ શરૂ કરવામાં આવી છે.

  આસરે બે સપ્તાહ સુધી સતત વરસાદ બાદ રાજ્યમાં ભોટાભાગના વિસ્તારોમાં રવિવારે વિરામ લીધો હતો. અનેક જિલ્લાઓમાંથી રેડ એલર્ટ પાછું ખેંચી લીધું ચે. રાષ્ટ્રપતિ રામનાધ કોવિંદે કેરળના રાજ્યપાલ પી. સદાશિવમ અને મુખ્યમંત્રી પિનરાયી વિજયનથી વાત કરી હતી. અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. કેરળમાં આશરે 100 વર્ષોમાં આવેલો સૌથી ભયાનક વરસાદ છે.

  ભારે વરસાદના કારણે આઠ ઓગસ્ટથી લઇને આત્યાર સુધી 210 લોકોના મોત થયા છે. 20 મેના દિવસે રાજ્યના દક્ષિણ પશ્વિમ ચોમાસું આવ્યા બાદ અત્યાર સુધી આશરે 400 લોકોના મોત થયા છે. વરસાદના કારણે 80થી વધારે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. જેના કારણે પૂર આવ્યું છે. જ્યારે વરસાદના કારણે ભૂસ્ખલન થયું છે. સંપૂર્ણ પણે અસરગ્રસ્ત જિલ્લાઓમાં ઇડુક્કી, મલપ્પુરમ અને ત્રિશૂરનો સમાવેશ થાય છે.

  હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે કેરળમાં છેલ્લા બે દિવસમાં વરસાદની તિવ્રતા ઓછી થઇ ગઇ છે. જ્યારે આગામી ચાર દિવસોમાં ભારે વરસાદની આશંકા નથી. આવી સ્થિતિ વચ્ચે કેરળના મુખ્યમંત્રી પી વિજયને કહ્યું કે, કેન્દ્ર સરકારે વધારે મદદનું આશ્વાસ આપ્યું છે.

  વિજયને કહ્યું કે, રાજ્યના 221 પુલ નષ્ટ થઇ ગયા છે. માર્ગોને ભારે નુકસાન પહોંચ્યું છે. જેના કારણે સૌથી વધારે નુકાસન થયું છે. તેમણે જણાવ્યું કે, અસ્થાઇ રોડનું નિર્માણ કરવામાં આવશે. અફવાઓથી બચવાની પણ તેમણે અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, ખોટા મેસેજ રેસ્ક્યુ ઓપરેશનને અસર કરે છે.
  Published by:Ankit Patel
  First published: