કેરળ: સીએમ વિજયને કહ્યું, 357 લોકોના મોત-19,512 કરોડ રૂપિયાનું નુકસાન

કેરળ સીએમ પિનરાઈ વિજયન

 • Share this:
  કેરલના મુખ્યમંત્રી પિનરાઈ વિજયનને જણાવ્યું કે, શનિવારે રાજ્યમાં 33 લોકોના મોત થઈ ગયા. વરસાદ અને પુરથી પ્રભાવિત કેરળમાં મૃતકની સંખ્યા 357 થઈ ગઈ છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, પુરના કારણે રાજ્યને 19,512 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

  આ વચ્ચે ભારે વરસાદના અનુમાનના કારણે અધિકારીઓની ચિંતા વધી ગઈ હતી. જોકે પાછળથી હવામાન ખાતાએ આગાહી કરી હતી કે, આવનાર બેથી ત્રણ દિવસમાં વરસાદનો જોર ઘટશે. આ સમાચારથી અધિકારીઓ સાથે કેરળવાસીઓને પણ રાહત થઈ હતી. હવામાન ખાતાએ પહેલા 11 જિલ્લાઓને રેડ અલર્ટ પર મૂક્યા હતા જેમાંથી પાછળથી આઠ જિલ્લાઓ પરથી એલર્ટ હટાવી લેવામાં આવ્યો હતો.

  વરસાદના સર્વાધિક પ્રભાવિત જિલ્લાઓમાં અલુવા, ચલાકુડી, અલપ્પાઝા, ચેંગન્નૂર અને પથનામથિત્તા જેવા વિસ્તાર સામેલ છે, જ્યા બચાવ અભિયાન ઝડપી ચલાવવામાં આવી રહ્યો છે અને બચાવ દળોએ ઘણા બધા લોકોને બચાવ્યા પણ છે.

  પીએમ મોદીએ 500 કરોડ રૂપિયાની નાણાકીય મદદની જાહેરાત કરી

  પીએમ મોદીએ પુરગ્રસ્ત રાજ્ય માટે 500 કરોડ રૂપિયાની નાણાકીય સહાયતાની જાહેરાત કરી છે. આનાથી પહેલા કેન્દ્ર સરકારે 12 ઓગસ્ટે 100 કરોડ રૂપિયાની જાહેરાત કરી હતી. જ્યારે કોંગ્રેસ નેતા રમેશ ચેન્નિથલાએ સરકાર પર પ્રભાવી રૂપથી રાહત અને બચાવ કાર્યમાં નિષ્ફળ રહેવાનો આરોપ લગાવ્યો છે. તે ઉપરાંત કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, કેરળ માટે નરેન્દ્ર મોદીએ 500 કરોડ રૂપિયાની જાહેરાત કરી તે પ્રશંસનિય પણ આટલા પૈસા પુરતા નથી. રાહુલ ગાંધીએ અપીલ કરી છે કે, કેરલની તબાહીને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરવી જોઈએ.
  Published by:Mujahid Tunvar
  First published: