કેરળ-પૂર: રિલાયન્સ બાદ અદાણી ગ્રુપ પણ સહાય માટે આગળ આવ્યું, રૂ.50 કરોડની મદદ

News18 Gujarati
Updated: August 25, 2018, 5:05 PM IST
કેરળ-પૂર: રિલાયન્સ બાદ અદાણી ગ્રુપ પણ સહાય માટે આગળ આવ્યું, રૂ.50 કરોડની મદદ

  • Share this:
કેરળમાં વરસાદને કારણે આવેલાં પૂર અને ભૂસ્ખલનને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. રાજ્યમાં 380થી વધુનાં મોત થઈ ગયાં છે. લાખો લોકો બેઘર થઈ ગયા છે. કેરળને દેશનાં અલગ અલગ રાજ્યમાંથી તેમ જ વિદેશમાંથી પણ સહાય મળી રહી છે. અદાણી ફાઇન્ડેશન દ્વારા કેરળના પૂર-પીડિતો માટે રૂ.50ના દાનની જાહેરાત કરવામાં આવી છે.  આની પહેલા રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા CM રાહત ફંડમાં રૂ.21 કરોડ રોકડા અને રૂ.50 કરોડની રાહત-સામગ્રી મોકલી આપ્યાં હતાં.

અદાણી ગ્રુપે જણાવ્યું હતું કે તે કેરળના મુખ્યપ્રધાન રાહત ફંડમાં અત્યારે રૂ.25 કરોડનું યોગદાન આપશે. ત્યાર બાદ પુનર્નિમાણ માટે એટલી જ રકમ મોકલી આપશે. આ પહેલાં રિલાયન્સ ફાઉન્ડેશને પણ રોકડ સહાય સાથે રાહત-સામગ્રી મોકલી આપી હતી.અદાણી ફાઉન્ડેશન દ્વારા એક નિવેદનમાં એવું પણ કહેવાયું છે કે અદાણી જૂથના કર્મચારીઓ પણ કેરળમાં પૂર-પીડિતોને મદદરૂપ થવા પોતાનો એક દિવસનો પગાર આપશે. કેરળમાં પુનર્નિમાણ અને પુનર્વસન માટે અલગ અલગ તબક્કામાં નાણાકીય સહાય મોકલવામાં આવશે.

અદાણી ફાઉન્ડેશન દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે તેમની ટીમ પૂર-પીડિતોને કરિયાણું, કપડાં અને બીજી જીવનજરૂરી વસ્તુઓ સાથે કિટ વહેંચી રહી છે. કેરળ મુખ્યપ્રધાન રાહત ફંડમાં બુધવાર સાંજ સુધીમાં કુલ રૂ.539 કરોડ દેશભરના અલગ અલગ રાજ્યોમાંથી આવ્યા છે. જુદા જુદા દેશોમાં રહેતા કેરળના લોકો પણ ફંડ ઉઘરાવી મદદરૂપ થઈ રહ્યા છે.
First published: August 25, 2018, 5:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading