કેરળના પહેલા Gay Coupleની કહાની, હવે પછીની લડાઈ Right to Adoptની

કેરળના પહેલા Gay Coupleની પ્રેમ કહાની

નિકેશ અને સોનૂએ ફેસબુક પર લગ્નની જાહેરાત કરી સૌને ચોંકાવી દીધા

 • Share this:
  કેરળ : 5 જુલાઈ 2018ના રોજ સુપ્રીમ કોર્ટે કલમ 377ને રદ કર્યાના બે મહિના પહેલા કેરળના બે યુવાનોએ ગુરુવાયુર શ્રીકૃષ્ણ મંદિર (Guruvayur Sri Krishna Temple)માં એક-બીજાને અંગૂઠી પહેરાવી. આ સગાઈ સમારોહના સાક્ષી તરીકે માત્ર ભગવાનની પ્રતિમા ત્યાં જ હતી. બંનેમાંથી કોઈના પણ સગા-વહાલા ત્યાં નહોતા આવ્યા. થોડા દિવસો પહેલા નિકેશ ઉષા પુષ્કરન (Nikesh Usha Pushkaran) અને સોનૂ એમએસ (Sonu MS)એ ફેસબુક પર પોતાના લગ્નની જાહેરાત કરી. સગાઈના લગભગ એક વર્ષ બાદ તેઓએ લગ્ન કરી દીધા. તેઓ સાર્વજનિક રીતે લગ્નની જાહેરાત કરનારાં કેરળા પહેલું વિવાહિત સમલેંગિક જોડું (Openly Married Gay Couple) છે.

  બંને એક-બીજાને બે વર્ષથી વધુ સમયથી ઓળખે છે અને હવે ખુશી-ખુશી લગ્ન કરી ચૂક્યા છે. આ જોડીએ આ લગ્ન વિશે ત્યારે જણાવ્યું જ્યારે તેમને લાગ્યું કે હવે આ વિશે વાત કરવાની સાહસ તેમનામાં આવી ગઈ છે. પછી યોગ્ય સમય આવતાં ફેસબુક પર તેની જાહેરાત કરી દીધી. નિકેશ કહે છે કે, આ મારા અને સોનૂ દ્વારા લેવામાં આવેલો એક સર્વસંમત નિર્ણય હતો. તેઓ આગળ કહે છે કે, અમે વિચાર્યુ છે કે અનેક લોકો માટે એક પ્રેરણા હશે જે હજુ પણ બહાર આવીને દુનિયાને પોતાની ઓળખ છતી કરતાં ડરે છે.

  આ પણ વાંચો, ...જ્યારે સ્પા સેન્ટર પર દરોડો પાડ્યો તો મેનેજર જ યુવતી સાથે નિર્વસ્ત્ર ઝડપાયો!

  જાણો, નિકેશને કેવી રીતે સોનૂ સાથે પ્રેમ થયો

  ત્રિશૂર જિલ્લાના ગુરુવાયૂરના મૂળ નિવાસી 35 વર્ષીય નિકેશ માટે જીવન એટલું સરળ નહોતું. તેઓ 14 વર્ષથી વધુ સમયથી રિલેશનશીપમાં હતા. તેઓએ કહ્યું કે, અમે જીવનના એક એવા ચરણમાં હતા, જ્યાં અમે પોતાની ઓળખ વિશે સાર્વજનિક રીતે જવાનો નિર્ણય કર્યો. દુર્ભાગ્યથી તે સમાજની પ્રતિક્રિયાઓના ડરથી બહાર ન આવ્યો. તે નિકેશે માટે એક ભયાનક સમય હતો. તે લગભગ બે વર્ષથી ડિપ્રેશનની ઝપેટમાં રહ્યો. કોચ્ચિમાં વ્યવસાય ચલાવનારા નિકેશ કહે છે કે તેઓ એક બેગની સાથે બેંગલુરુ અને તિરુવનંતપુરમની પ્રવાસ કરતો હતો અને અનેકવાર વિચારતો હતો કે તેને પોતાના પ્રવાસમાં ક્યારેક તો યોગ્ય વ્યક્તિ મળશે.

  આ પણ વાંચો, દિલ્હીની રસ્ટોરાંમાં આર્ટિકલ-370 થાળી! કાશ્મીરીઓને 370 રૂપિયાનું ડિસ્કાઉન્ટ

  આ દરમિયાન, નિકેશથી પાંચ વર્ષ નાના સોનૂની પાસે કહેવા માટે અલગ વાર્તા છે. તેઓ કૂટ્ટટુકલમના રહેવાસી છે. તેઓએ પોતાના માતા-પિતાને 29 વર્ષની ઉંમરે પોતાના જાતીય અભિગમ વિશે જણાવ્યું. જ્યારે તેના માતા-પિતા તેમના માટે એક કન્યાની શોધખોળ કરવા લાગ્યા હતા. સોનૂનું કહેવું હતું કે તેમના માતા-પિતાને તેના વિશે જાણ થયા બાદ તેઓ ખૂબ હેરાન હતા. અંતમાં એક ડોક્ટરના સમજાવ્યા બાદ તેઓએ સોનૂની ઓળખને સ્વીકારી. સોનૂ કોચ્ચિમાં એક આઈટી ફર્મમાં કામ કરે છે. નિકેશે પોતાના પરિવારને પોતાના જાતીય અભિગમ વિશે ઘણા સમય પહેલા જ જણાવી દીધું હતું, તેથી તેના વિશે તેમને વિશેષમાં સમજાવવું ન પડ્યું.

  નિકેશ કહે છે કે, સામાન્ય લોકોથી ઉલટું તેઓ પોતાનો સાથી શોધવા માટે વૈવાહિક વેબસાઇટોના માધ્યમથી સર્ફિંગની આશા નહોતા રાખતા. તેઓએ કહ્યું કે, મને રાજ્યમાં બે મુખ્ય એલજીબીક્યૂઆઈ સમર્થન સમૂહોની સાથે પોતાના ડેટિંગ બાદ સમલેંગિક ડેટિંગ એપ્લિકેશન વિશે જાણવા મળ્યું. ટૂંક સમયમાં મેં ડેટિંગ એપ પર એક પ્રોફાઇલ બનાવી, મને સોનૂનો મેસેજ મળ્યો. સોનૂ બિલકુલ એવો જ સાથો હતો જેની મને તલાશ હતી. અમે વાતો કરવા લાગ્યા. મુલાકાતના બે દિવસ બાદ અમે કોચ્ચિની એક રેસ્ટોરાંમાં ડેટ પર ગયા. પછી વાત આગળ વધી અને અમે એક-બીજાના થઈ ગયા.

  હવે Right to Adopt માટે લડી રહ્યા છીએ

  આ દંપતિને લાગે છે કે ભારતમાં સમલેંગિકોની સાથે ભેદભાવ થઈ રહ્યો છે. નિકેશ કહે છે કે 6 સપ્ટેમ્બર અમારો સ્વતંત્રતા દિવસ છે. પરંતુ તે પૂરતું નથી. તેઓ કહે છે કે, અમારી લડાઈ ત્યાં સુધી ચાલુ રહેશે, જ્યાં સુધી અમને સૌને લગ્ન કરવા અને બાળકોને દત્તક લેવાના સમાન અધિકારી ન મળી જાય. આ દંપતિ કોઈ અનાથ બાળકને દત્તક લેવા માંગે છે. નિકેશે કહ્યું કે, બાળકને બે પિતા મળશે. ફેસબુક પર તેમના લગ્નની જાહેરાત બાદ, મિત્રો અને સહકર્મીઓ સહિત ઘણા લોકો તેમના સમર્થનમાં સામે આવ્યા. નિકેશે કહ્યું કે, આવનારી પેઢીઓને અમારા સંઘર્ષના ફળ મળશે.

  આ પણ વાંચો, 25 હજારનો દંડ થતાં યુવકે બાઇકને આગને હવાલે કરી દીધી!
  Published by:Mrunal Bhojak
  First published: