સબરીમાલા મંદિર આજથી ખુલશે, સરકારે કહ્યું- 'આ આંદોલન કરવાની જગ્યા નથી'

ફાઇલ તસવીર

સુપ્રીમ કોર્ટે સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશના ચુકાદા પર થયેલી પુન:વિચાર અરજી મોટી બંધારણીય ખંડપીઠને સોંપી છે, તેમજ 28મી સપ્ટેમ્બર, 2018ના ચુકાદા પર રોક નથી લગાવી. આથી હવે સબરીમાલા મંદિરમાં દરેક ઉંમરની મહિલાઓ પ્રવેશ કરી શકશે.

 • Share this:
  તિરુવનંતપુરમ : સબરીમાલા મંદિરના ચુકાદા પર થયેલી પુનઃવિચાર અરજીને સુપ્રીમ કોર્ટે સાત જજોની બંધારણીય બેંચને સોંપવાની પૃષ્ઠભૂમિમાં શનિવારથી ભગવાન અયપ્પા મંદિર ખુલશે. બીજી તરફ કેરળ સરકારે કહ્યુ છે કે જે પણ મહિલાઓ મંદિરમાં પ્રવેશ કરવા માંગતી હોય તે 'કોર્ટનો આદેશ' સાથે લઈને આવે.

  સુપ્રીમ કોર્ટે સબરીમાલા મંદિર પર ચુકાદાના વિરુદ્ધમાં થયેલી પુનઃવિચાર અરજીને સાત જજોની ખંડપીઠને સોંપવાનો નિર્ણય કર્યો છે. સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે તમામ ઉંમરની મહિલાઓને મંદિરમાં પ્રવેશ કરવાની છૂટ આપી હતી. 17મી નવેમ્બરથી શરૂ થનારા બે મહિના લાંબી તીર્થયાત્રા સત્રને અનુસંધાને શનિવારે મંદિર ખુલશે.

  કેરળના મંત્રીએ શુક્રવારે કહ્યુ કે સબરીમાલા મંદિર આંદોલન કરવાની જગ્યા નથી. રાજ્યની એલડીએફ સરકાર એવા લોકોનું સમર્થન નહીં કરે જેમણે પ્રસિદ્ધિ મેળવવા માટે મંદિરમાં પ્રવેશ કરવાની જાહેરાત કરી છે.  ભગવાન અયપ્પાના મંદિરમાં પ્રવેશ મેળવનારી મહિલા કાર્યકરોને પોલીસ સુરક્ષા આપવા સંબંધી સમાચારોનું ખંડન કરતા મંત્રી સુરેન્દ્રને કહ્યુ કે, સુપ્રીમ કોર્ટના તાજેતરના નિર્ણયને લઈને અમુક ભ્રમ છે. સબરીમાલા મંદિરમાં પ્રવેશ મેળવવા માંગતી મહિલાઓએ કોર્ટનો આદેશ લઈને આવવું જોઈએ.

  મંત્રીએ વધુમાં કહ્યું કે, "સબરીમાલા આંદોલન કરવા માટેની જગ્યા નથી. અમુક લોકોએ પત્રકાર પરિષદ કરીને મંદિરમાં પ્રવેશ કરવાની જાહેરાત કરી છે. આ લોકો ફક્ત સસ્તી પ્રસિદ્ધિ માટે આવું કરી રહ્યા છે. સરકાર આવી વાતોને સમર્થન નહીં કરે."

  જ્યારે મંત્રીને પૂછવામાં આવ્યું કે, સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદા પર પ્રતિબંધ નથી લગાવ્યો ત્યારે મંત્રીએ કહ્યુ કે, "તે લોકો સુપ્રીમ કોર્ટે જઈ શકે છે અને ત્યાંથી ઑર્ડર લઈને આવે. ઑર્ડર સાથે આવનારા લોકો મંદિરમાં પ્રવેશ કરી શકે છે. આદેશમાં હજુ પણ અનેક ભ્રમ છે. સરકાર આ મામલે કાયદાકીય નિષ્ણાતોની સલાહ લેશે."
  Published by:Vinod Zankhaliya
  First published: