કેરળ: પૂર્વ સાંસદની છોકરીઓને ચેતવણી, રાહુલ ગાંધીથી દૂર રહો!

પૂર્વ સાંસદની રાહુલ ગાંધી પર અશોભનીય ટિપ્પણી.

રાહુલ ગાંધીએ St Teresas Collegeમાં જણાવ્યું હતું કે છોકરીઓ કેવી રીતે અકીડો શીખીને પોતાના સન્માનનું રક્ષણ કરી શકે છે.

  • Share this:
    નવી દિલ્હી: કેરળના ઇડુક્કી (Idukki)ના પૂર્વ સાંસદ જૉયસ જ્યોર્જે (Joice George) કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) પર અશોભનીય ટિપ્પણી કરી છે. તેમણે આવી ટિપ્પણી કરતા છોકરીએને ચેતવણી આપી છે કે તેઓ રાહુલ ગાંધી સાથે સાવધાની પૂર્વક વ્યવહાર કરે, કારણ કે તેઓ કુંવારા છે. તેમણે પોતાના નિવેદનમાં કહ્યુ હતુ કે, "રાહુલ ગાંધીનો કાર્યક્રમ છે કે તેઓ ફક્ત છોકરીઓની કૉલેજમાં જશે અને તેમને શીખવશે કે તેઓ કેવી રીતે નીચે ઝૂંકવું અને વળવું. મારા પ્રેમાળ બાળકો રાહુલ ગાંધી સામે ઝૂકવું કે વળવું નહીં, ટટ્ટાર ઊભા રહેવું. ધ્યાન રાખો કે તેઓ હજુ અપરિણીત છે."

    જ્યોર્જ ઇડુક્કી જિલ્લામાં એમએમ મણીના પક્ષ માટે પ્રચાર કરી રહ્યા છે. તેઓ પૂર્વ અપક્ષ સાંસદ રહી ચૂક્યા છે. જેમને લેફ્ટ ડેમોક્રેટિક ફ્રંટ (Left Democratic Front -LDF)નું સમર્થન પ્રાપ્ત છે. ઉલ્લેખનીય છે કે ગત સોમવારે રાહુલ ગાંધી કોચ્ચીની એક કૉલેજમાં ગયા હતા. અહીં વિદ્યાર્થિનીઓના આગ્રાહ બાદ તેમણે અકીડો (Aikido)ના પાઠ શીખવ્યા હતા. અકીડો એક પ્રકારની જાપાની માર્શલ આર્ટ છે. જ્યોર્જે રાહુલ ગાંધીની આ મુલાકાતના સંદર્ભમાં આવું નિવેદન કર્યું હતું.

    રાહુલ ગાંધીએ St Teresas Collegeમાં જણાવ્યું હતું કે છોકરીઓ કેવી રીતે અકીડો શીખીને પોતાના સન્માનનું રક્ષણ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ જાપાની માર્શલ આર્ટ અકીડોને તાલિમ લીધી છે.

    St Teresas College ખાતે રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, મહિલાઓ પોતાની તાકાતની પોતે જ નથી ઓળખી શકતી. તેઓ એવું નથી જાણતી કે તેમની અંદર ક્યાંથી તાકાત આવે છે અને તે કેવી રીતે કામ કરે છે. આ મહિલા સશક્તિકરણનું મુખ્ય બિંદુ છે.

    આ પણ વાંચો: નણદોઈના પ્રેમમાં પાગલ રેશ્માએ કર્યું એવું કૃત્ય કે આખો પરિવાર શરમથી થયો પાણીપાણી

    કેરળના વિપક્ષ નેતા રમેશ ચેન્નિથલાએ જ્યોર્જની આવી ટિપ્પણીને મહિલાઓ અને રાહુલ ગાંધીની વિરોધી ગણાવી હતી. તેમણે કહ્યુ કે, જ્યોર્જ સામે કેસ દાખલ થવો જોઈએ. તેમણે મહિલાઓ અને રાહુલ ગાંધીનું અપમાન કર્યું છે.

    આ પણ વાંચો: Amazon ઉપર SBI કાર્ડની આકર્ષક ઑફર, મનગમતા મોબાઈલ પર મળી રહી છે છૂટ

    આ અંગે જ્યોર્જનો વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે બાદમાં તેના પર અલગ અલગ પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે. આ વીડિયો મામલે ખુદ સીપીએમનું કહેવું છે કે આવી કૉમેન્ટ ન કરવી જોઈએ.
    Published by:Vinod Zankhaliya
    First published: