કેરળે રાહુલ ગાંધીને ચૂંટી વિનાશકારી કામ કર્યું છે : ઈતિહાસકાર રામચંદ્ર ગુહા

News18 Gujarati
Updated: January 18, 2020, 11:56 AM IST
કેરળે રાહુલ ગાંધીને ચૂંટી વિનાશકારી કામ કર્યું છે : ઈતિહાસકાર રામચંદ્ર ગુહા
ઈતિહાસકાર રામચંદ્ર ગુહાએ કહ્યું, 'નરેન્દ્ર મોદીને સૌથી મોટો ફાયદો એ છે કે તેઓ રાહુલ ગાંધી નથી.'

ઈતિહાસકાર રામચંદ્ર ગુહાએ કહ્યું, 'નરેન્દ્ર મોદીને સૌથી મોટો ફાયદો એ છે કે તેઓ રાહુલ ગાંધી નથી.'

  • Share this:
કોઝિકોડ : ઈતિહાસકાર રામચંદ્ર ગુહા (Ramchandra Guha)એ શુક્રવારે કહ્યું કે, કેરળના લોકોએ 'પરિવારની પાંચમી પેઢી'ના રાહુલ ગાંધી (Rahul Gandhi)ને સંસદ માટે ચૂંટીને વિનાશકારી કામ કર્યું છે. રામચંદ્ર ગુહાએ તેની સાથે જ કહ્યું કે, કૉંગ્રેસની પાસે ભારતીય રાજનીતિમાં 'કઠોર પરિશ્રમી અને જાતે મુકામ બનાવનારા' નરેન્દ્ર મોદી (Narendra Modi)ની સામે કોઈ તક નથી. ગુહાએ કહ્યું કે કૉંગ્રેસ (Congress)ની સ્વતંત્રતા સંગ્રામના સમયે 'મહાન પાર્ટી'ની આજે 'દયનીય પારિવારિક કંપની' બનવા પાછળનું એક કારણ ભારતમાં હિન્દુત્વ અને અંધરાષ્ટ્રીયતા વધવી છે.

કેરળ સાહિત્યા મહોત્સવના બીજા દિવસે રાષ્ટ્ર ભક્તિ વિરુદ્ધ અંધરાષ્ટ્રીયતા વિષય પર આયોજિત સત્રમાં ગુહાએ કહ્યું કે, હું અંગત રીતે રાહુલ ગાંધીની વિરુદ્ધ નથી. તેઓ સૌમ્ય અને સુસભ્ય વ્યક્તિ છે, પરંતુ યુવા ભારત અકે પરિવારની પાંચમી પેઢી નથી ઈચ્છતી. જો તમે મલયાલી 2024માં ફરી રાહુલ ગાંધીને ચૂંટવાની ભૂલ કરશો તો કદાચ નરેન્દ્ર મોદીને જ ફાયદો થશે. સત્રમાં ઉપસ્થિત કેરળવાસીઓને સંબોધિત કરતાં તેઓએ કહ્યું કે, કેરળે ભારત માટે અનેક ઉત્તમ કામ કર્યા છે, પરંતુ તમે સંસદ માટે રાહુલ ગાંધીને ચૂંટીને એક વિનાશકારી કાર્ય કર્યું છે.

રાહુલ ગાંધીને 2019ની લોકસભા ચૂંટણીમાં ગાંધી પરિવારના ગઢ ઉત્તર પ્રદેશની અમેઠી બેઠક પરથી હાર મળી હતી જ્યારે કેરળના વાયનાડથી તેમને જીત મળી હતી. તેઓએ કહ્યું કે, નરેન્દ્ર મોદીની અસલી ફાયદો એ છે કે તેઓ રાહુલ ગાંધી નથી. તેઓએ જાતે આ મુકામ પ્રાપ્ત કર્યું છે. તેઓએ 15 વર્ષ સુધી રાજ્યને ચલાવ્યું છે અને તેમને પ્રશાસનિક અનુભવ છે. તેઓ ઉલ્લેખનીય રીતે કઠિન પરિશ્રમ કરે છે એન ક્યારેક યૂરોપ જવા માટે રજા નથી લેતા. મારો વિશ્વાસ કરો, હું આ બધું ગંભીરતાથી કહી રહ્યો છું. તેઓએ કૉંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી ઉપર પણ નિશાન સાધ્યું અને 'મુઘલ વંશના અંતિમ સમય' સાથે તેમની તુલના કરી હતી.

આ પણ વાંચો, સાંઈબાબાની જન્મભૂમિ પર વિવાદ વકર્યો, શિરડી રવિવારથી અનિશ્ચિતકાળ માટે બંધ
First published: January 18, 2020
વધુ વાંચો
अगली ख़बर