કેરળના યુગલે પ્રવાસના શોખ માટે છોડી સારા પગારની નોકરી, છ મહિનાથી પોતાની કારમાં કરી રહ્યા છે ટ્રાવેલિંગ

તસવીર સૌજન્ય ઇન્સ્ટાગ્રામ : @tinpinstories

યુગલની આ યાત્રા 28 ઓક્ટોબર 2020ના રોજ કેરળના ત્રિશૂરથી શરુ થઇ હતી. યાત્રાને શરુ થયાને હવે 130 દિવસ વીતી ચૂક્યા છે.

  • Share this:
નવી દિલ્હી: કેરળના ત્રિશૂરના એક કપલ (Kerala couple travelling) હરિકૃષ્ણન જે અને લક્ષ્મી કૃષ્ણાએ પોતાના ટ્રાવેલિંગના સપનાને પૂર્ણ કરવા માટે પોતાની સેલ્સ અને ગ્રાફિક ડિઝાઇનિંગની નોકરી (Job) છોડી દીધી હતી. જોકે, તેમણે પોતાનો ખર્ચ કાઢવા માટે અને યાત્રા દરમિયાન વર્ક પ્રેશર (Work pressure) ઘટાડવા માટે ફ્રીલાન્સિંગ (Freelancing) શરૂ કર્યું હતું. CNN ટ્રાવેલર સાથે વાત કરતા હરિકૃષ્ણને કહ્યું કે, '2019માં થાઈલેન્ડમાં હનીમૂન (Honeymoon) દરમિયાન અમને ટ્રાવેલિંગ પ્રત્યે લગાવ થયો હતો. અમે આ યાત્રા દરમિયાન ખૂબ મજા કરી અને આ દરમિયાન જ ટીનપિન સ્ટોરીઝ નામની યુટ્યુબ ચેનલની શરૂઆત કરી.'

ઉલ્લેખનીય છે કે, આ દંપતીએ તેમની યાત્રાની શરૂઆત ઋષિકેશ, હિમાચલના ગામ, કર્ણાટકના હમ્પી અને ચીકમગલૂરની નાની યાત્રાઓ સાથે કરી હતી. તેમણે ઓક્ટોબર 2020માં પોતાની કાર હ્યુન્ડાઇ ક્રેટામાં યાત્રા કરવાનું નક્કી કર્યું હતું. આ દંપતી યાત્રા દરમિયાન પોતાની કારમાં સૂવે છે અને જમવાનું બનાવે છે. મહત્ત્વનું છે કે, તેમણે આંતરરાષ્ટ્રીય રોડ ટ્રીપ કરવાનું આયોજન ઘડ્યું હતું, પરંતુ ઓક્ટોબર મહિનામાં ઘણી આંતરરાષ્ટ્રીય બોર્ડર બંધ કરી દેવાઈ હતી.

આ પણ વાંચો: મુંબઈની આધેડ મહિલાને ટિકટૉકના માધ્યમથી થયો બિહારના તરુણ સાથે પ્રેમ, લગ્ન કરવા પહોંચી બિહાર!તેમણે કહ્યું કે તેમના સ્વજનોએ આ મુશ્કેલીભર્યા નિર્ણય લેવામાં ખૂબ સાથ આપ્યો હતો. તેમના પરિજનોએ તેમના સારા પગારવાળી નોકરી છોડવાથી લઈને રોડ ટ્રીપ સુધી બધા જ નિર્ણયમાં તેમનો સાથ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, દંપતીએ તેમની ટ્રીપના વિડિયોઝ એડિટ કરવા માટે 10 જોડી કપડાં, જમવાનું બનાવવા માટે જરૂરી સામાન, એક ડોલ, મગ અને લેપટોપ પણ સાથે રાખ્યું હતું. એટલું જ નહીં, પોતાની ટ્રીપ માટે તેમણે 2.5 લાખ જેટલું બજેટ પણ નક્કી કર્યું હતું. જોકે, બજેટની તુલનામાં તેમણે ખૂબ ઓછો ખર્ચ કર્યો છે.

આ પણ વાંચો: દેશમાં રોકેટ ગતિએ વધી રહેલો કોરોના: છેલ્લા 24 કલાકમાં દેશમાં 714 લોકોનો જીવ લીધો

તેમણે પોતાની આ યાત્રા દરમિયાન દરેક ક્ષણોનો આનંદ લીધો હતો. જેમાં ઉડ્ડુપીથી લઈને ગોકર્ણના દરિયાનો પણ સમાવેશ થાય છે. કેરળનું આ કપલ અત્યારસુધીમાં કુલ 10 હજાર કિલોમીટરની યાત્રા કરી ચૂક્યું છે અને હજી પણ તેઓ યાત્રા કરી રહ્યા છે. તેમણે આ માટે 60 દિવસનું ટાઈમટેબલ બનાવ્યું હતું. આ યાત્રા 28 ઓક્ટોબર 2020ના રોજ કેરળના ત્રિશૂરથી શરુ થઇ હતી. જોકે, આ યાત્રાને શરુ થયે 130 દિવસ વીતી ચુક્યા છે અને હવે એપ્રિલની શરૂઆતમાં આ યાત્રા પૂર્ણ થઇ શકે છે.
First published: