લગ્નની વર્ષગાંઠની ઉજવણી કરતા કેરળનું દંપતી બન્યું કરોડપતિ, લાગ્યો રૂ.3.3 કરોડનો જેકપોટ, કેવી રીતે ખર્ચ કરશે આ પૈસા?

પ્રતિકાત્મક તસવીર

કેરળમાં તેમના લગ્નની વર્ષગાંઠની ઉજવણી કરતા એક દંપતીને લોટલેન્ડનો પ્રથમ જેકપોટ મળ્યો છે. આ લોટરીમાંથી શાજી મેથ્યુ અને તેની પત્નીએ 3.3 કરોડ રૂપિયા જીત્યા છે.

 • Share this:
  કેરળઃ એશિયામાં ઝડપથી પ્રખ્યાત થઈ રહેલા લોટોલેન્ડે (Lottolande) તેના પ્રથમ જેકપોટની (first Jackpot) જાહેરાત કરી છે. કેરળમાં (Kerala) તેમના લગ્નની વર્ષગાંઠની ઉજવણી કરતા એક દંપતીને લોટલેન્ડનો પ્રથમ જેકપોટ મળ્યો છે. આ લોટરીમાંથી શાજી મેથ્યુ અને તેની પત્નીએ 3.3 કરોડ રૂપિયા જીત્યા છે. એક ઇન્ટરવ્યૂમાં શાજીએ કહ્યું કે, જ્યારે તેણે પ્રથમ વખત ઇ-મેઇલ જોયો અને તેને લોટોલેન્ડથી કૉલ આવ્યો ત્યારે તેને લાગ્યું કે કોઈએ મજાક કરી છે.

  જ્યારે શાજીને પૂછવામાં આવ્યું કે તે આટલી મોટી રકમનું શું કરશે, ત્યારે તેણે કહ્યું કે આ રકમ તેના પરિવારનું જીવન બદલી નાંખશે. તેણે કહ્યું કે, તે તેની પત્ની સાથે જોઈન્ટ એકાઉન્ટમાં પૈસા રાખે છે. તેમના બાળકો માટે કોલેજ ભંડોળ બચાવશે. તેણે એમ પણ કહ્યું કે, તેઓ નવું મકાન બનાવી રહ્યા છે.

  લોટોલેન્ડના પ્રતિનિધિએ કહ્યું કે, 'અમે અમારી યાત્રામાં આવી ઝડપી પ્રગતિથી ખુશ છીએ. થોડા સમય પહેલા અમે પ્રથમ લખપતિની ઉજવણી કરી છે અને હવે અમે શાજી અને તેના પરિવાર સાથે મળીને કરોડપતિ તરફ આગળ વધ્યા છે.'

  આ પણ વાંચોઃ-

  અનાથાશ્રમ ખોલવાની યોજના
  તેમણે ઉમેર્યું, 'અમને ખબર પડી છે કે શાજી આ રકમના એક ભાગમાંથી તેમના ગામની નજીક એક અનાથાલય ખોલવાની યોજના ધરાવે છે. કોઈ વ્યક્તિએ આ રીતે પોતાના પૈસા ખર્ચવાની વાત સાંભળવું તે એક સુંદર લાગણી છે. અમને તેનાથી વધુ ખુશી શું હોય કે શાજી અમારો પ્રથમ કરોડપતિ વિજેતા બને.'

  આ પણ વાંચોઃ-

  શાજી આગામી સમયમાં પણ લોટરી રમશે
  શાજીએ લોટલેન્ડ સાથે વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે અને તેના ખાતામાં પૈસા જમા થઈ ગયા છે. આ ઈન્ટરવ્યુમાં જ્યારે શાજીને પૂછવામાં આવ્યું કે, તેઓ લોટલેન્ડમાં જોડાનારા લોકોને શું સલાહ આપવા માંગે છે. ત્યારે તેણે કહ્યું, "આ જીતવાની એક તક છે." વ્યક્તિગત રૂપે હું આને આગળ પણ ચાલુ રાખીશ, ખાસ કરીને જ્યારે આ અઠવાડિયે પાવરબોલ જેકપોટ રૂ. 5,000 કરોડને વટાવી ગયો છે. હું તેને ન રમીને ગુમાવા નથી માંગતો!'  લોટોલેન્ડ વધુને વધુ લોકપ્રિય બન્યું
  ઉલ્લેખનીય છે કે, 2013માં પ્રથમ વખત લોટોલેન્ડની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારથી તે સતત આગળ વધ્યું છે. જેમાં લોકો ઓનલાઇન લોટરી રમી શકે છે. અમેરિકાના મેગામિલિયન અને પાવરબોલ 1 અરબ જેકપોટથી આગળ વધી શકે છે. 2018માં દક્ષિણ કેરોલિનાના એક વ્યક્તિને 1.6 અબજ ડોલર એટલે કે લગભગ 8,000 કરોડ રૂપિયાની લોટરી લાગી હતી. પ્રથમ વખત આ લોટરીઓ લોટલેન્ડ દ્વારા એક્સેસ કરી શકાય છે. મેગામિલિયન્સ અને પાવરબોલ લોટરી રૂ. 5000 કરોડને પાર કરી ગઈ છે. આ અઠવાડિયે શનિવાર અને રવિવારે આ બે લોટરીઓનો ડ્રો થશે.
  Published by:ankit patel
  First published: