કૉંગ્રેસ સાંસદની પત્નીનું નિવેદન- કિસ્મત રૅપ જેવી છે, તમે રોકી નથી શકતા તો મજા લો

News18 Gujarati
Updated: October 23, 2019, 8:57 AM IST
કૉંગ્રેસ સાંસદની પત્નીનું નિવેદન- કિસ્મત રૅપ જેવી છે, તમે રોકી નથી શકતા તો મજા લો
અન્ના લિન્ડા ઈડન (ફાઇલ તસવીર)

કેરળના કૉંગ્રેસના સાંસદ (Congress MP)ની પત્ની અન્ના લિન્ડા ઈડને (Anna Linda Eden) ફેસબુક પોસ્ટમાં કેપ્શન લખ્યું હતું કે, "કિસ્મત બળાત્કાર જેવી હોય છે, જો તમે તેનો વિરોધ નથી કરી શકતા તો તેનો આનંદ ઉઠાવવાનો પ્રયાસ કરો." આ પોસ્ટ સાથે તેણે બે નાની વીડિયો ક્લિપ પણ શેર કરી છે.

  • Share this:
તિરુવનંતપુરમ : કેરળમાં કૉંગ્રેસ સાંસદ હિબી ઈડન (Hibi Eden)ની પત્ની બળાત્કાર જેવા ધૃણાસ્પદ વિષય પર વિવાદિત ટિપ્પણી કરીને સોશિયલ મીડિયાને નિશાને આવી છે. સાંસદ હિબી ઈડનની પત્ની અન્ના લિન્ડા ઈડને મંગળવારે લખેલી એક પોસ્ટમાં ભાગ્યની તુલના બળાત્કાર સાથે કરી હતી. તેણીએ લખ્યું કે, "કિસ્મત બળાત્કાર જેવી હોય છે. જો તમે તેને રોકી નથી શકતા તો તેની મજા લો." જોકે, સોશિયલ મીડિયા પર જોરદાર વિરોધ થતાં અન્નાએ થોડા સમય પછી આ પોસ્ટને હટાવી દીધી હતી.

કેરળના કૉંગ્રેસના સાંસદ (Congress MP)ની પત્ની અન્ના લિન્ડા ઈડને (Anna Linda Eden) ફેસબુક પોસ્ટમાં કેપ્શન લખ્યું હતું કે, "કિસ્મત બળાત્કાર જેવી હોય છે, જો તમે તેનો વિરોધ નથી કરી શકતા તો તેનો આનંદ ઉઠાવવાનો પ્રયાસ કરો." આ પોસ્ટ સાથે તેણીએ બે નાની વીડિયો ક્લિપ પણ શેર કરી છે. આ વીડિયો તેના ઘરમાં પાણી ઘૂસી ગયા બાદ તેના બાળકોને ત્યાંથી બહાર કાઢવા અંગેના છે.એક વીડિયોમાં તેણી પોતે સિઝ્લરનો આનંદ ઉઠાવતી નજરે પડે છે. સોમવારે પડેલા ભારે વરસાદને કારણે કોચ્ચીમાં પૂરની સ્થિતિ ઉભી થઈ છે. જેના કારણે આખા શહેરમાં ટ્રાફિક જામ થઈ ગયો હતો.નોંધનીય છે કે હિબી ઈડન ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને કૉંગ્રેસની ટિકિટ પર અર્નાકુલમ લોકસભા બેઠક પરથી પ્રથમ વખત ચૂંટણી જીતીને સાંસદ બન્યા છે. આ વિસ્તારને કૉંગ્રેસનો ગઢ માનવામાં આવે છે.હિબીની પત્ની અન્ના રેડિયો મેંગો સાથે જોડાયેલી છે. તેણી અવારનવાર સોશિયલ મીડિયામાં વીડિયો શેર કરતી રહે છે. મંગળવારે જે વીડિયો પર વિવાદ થયો તે આ સીરિઝનો છેલ્લો વીડિયો હતો.જોકે, કિસ્મતને લઈને અન્નાની અયોગ્ય ટિપ્પણીને લઈને વિવાદ ખૂબ વધી ગયો હતો. તેમની પોસ્ટ પર કૉમેન્ટોનો ઢગલો થઈ ગયો હતો. બાદમાં આ પોસ્ટને હટાવી દેવામાં આવી હતી. હજી સુધી અન્ના કે હિબી તરફથી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
First published: October 22, 2019, 2:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading