કેરલ : હાથણીના મોત પર બોલ્યા CM વિજયન- ત્રણ શંકાસ્પદો પર છે અમારી નજર

કેરલ : હાથણીના મોત પર બોલ્યા CM વિજયન- ત્રણ શંકાસ્પદો પર છે અમારી નજર
કેરલ : હાથણીના મોત પર બોલ્યા CM વિજયન- ત્રણ શંકાસ્પદો પર છે અમારી નજર

કેરલના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને કહ્યું - આ કૃત્ય માટે જે પણ જવાબદાર હશે એની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે

 • Share this:
  મલપ્પુરમ : કેરલના પલક્કડ જિલ્લાના સાઈલેન્ટ વેલી ફોરેસ્ટમાં એક પ્રેગ્નેન્ટ હાથીણીને (Pregnant Elephant) ફટાકડા ભરેલા અનાનાસ ખવડાવીને મારી નાખવાની ઘટનાને લઈને મુખ્યમંત્રી પિનરાઈ વિજયનનું (Pinarayi Vijayan) નિવેદન સામે આવ્યું છે. સીએમ વિજયને ટ્વીટ કરીને ક્હ્યું છે કે અમારી નજર ત્રણ શંકાસ્પદો પર છે. આ કૃત્ય માટે જે પણ જવાબદાર હશે એની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

  સીએમ વિજયનને ટ્વીટ કર્યું છે કે પલક્કડ જિલ્લામાં એક દુ:ખદ ઘટનામાં એક ગર્ભવતી હાથણીનું મોત થયુ છે. તેને લઈને લોકોમાં રોષ જોવા મળે છે. પરંતુ હું તમને આશ્વાશન આપું છું કે તમારી ચિંતા વ્યર્થ નહી જાય. ન્યાયની જીત થશે. મુખ્યમંત્રીએ કહ્યું કે ત્રણ શંકાસ્પદો પર અમારી નજર છે. પોલીસ અને વન્યજીવ અપરાધ તપાસ દળની સંયુક્ત ટીમ આ ઘટનાની તપાસ કરશે. જિલ્લા પોલીસ પ્રમુખ અને જિલ્લા વન અધિકારીએ આજે ઘટના સ્થળની મુલાકાત કરી હતી. અમે દોષિતોને કડકમાં કડક સજા અપાવવા માટે પુરતો પ્રયત્ન કરીશું.  આ પણ વાંચો - મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 14 હજાર કરોડના આત્મનિર્ભર પેકેજની જાહેરાત કરી, 100 યુનિટ સુધીનું વીજબીલ માફ


  કેન્દ્ર સરકારે માંગ્યો રિપોર્ટ

  કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે કેરળ સરકાર પાસે આ મામલે ડિટેલમાં રિપોર્ટ માંગ્યો છે. તે પછી કેરલના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને (Pinarayi Vijayan) હાથણીના મોત મામલે તપાસનો આદેશ કર્યો છે. તેમણે દોષિતોની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહીનો ભરોષો અપાવ્યો છે. અનાનાસની અંદર રહેલા ફટાકડા ખાવાના જવાના કારણે હાથણીના મોં અને પેટમાં ઈજા થઈ હતી અને ત્રણ દિવસ પછી તેનું મોત થયું હતું.
  First published:June 04, 2020, 22:46 pm

  ટૉપ ન્યૂઝ