CAA વિરુદ્ધ કેરળ વિધાનસભામાં પ્રસ્તાવ પાસ, CM વિજયને કહ્યું, ડિટેન્શન સેન્ટર નહીં બનવા દઈએ

CAAની વિરુદ્ધ પ્રસ્તાવ વાંચતા કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન.

કેરળના મુખ્યમંત્રી વિજયને કહ્યું કે, હું એ સ્પષ્ટ કરવા માંગું છું કે રાજ્યમાં કોઈ ડિટેન્શન સેન્ટર નહીં બને

  • Share this:
    તિરુવનંતપુરમ : નાગરિકતા સંશોધન કાયદા (Citizen Amendment Act-CAA)ની વિરુદ્ધ કેરળની રાજ્ય સરકાર (Kerala Government)એ વિધાનસભામાં પ્રસ્તાવ પાસ કરી દીધો છે. રાજ્યના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન (Pinarayi Vijayan)એ મંગળવારે CAA ની વિરુદ્ધ પ્રસ્તાવ રજૂ કર્યો જે ગૃહમાં પાસ પણ થઈ ગયો છે. આ દરમિયાન તેઓએ કહ્યું કે, કેરળમાં ધર્મનિરપેક્ષતા, યૂનાનીઓ, રોમન, અરબોનો એક લાંબો ઈતિહાસ છે, દરેક આપણી ભૂમિ પર પહોંચી ગયા. ખ્રિસ્તી અને મુસલમાન શરૂઆતમાં કેરળ પહોંચ્યા. આપણી પરંપરા સમાવેશી છે. હું એ સ્પષ્ટ કરવા માંગું છું કે કેરળમાં કોઈ ડિટેન્શન સેન્ટર નહીં બને. વિધાનસભામાં કૉંગ્રેસ, સીપીઆઈ (એમ)એ પિનરાઈ દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવને સમર્થન આપ્યું.

    આ પ્રસ્તાવના સીપીઆઈએમના ધારાસભ્ય જેમ્સ મૈથ્યૂ, કૉંગ્રેસના ધારાસભ્ય વીડી સતીશન, સીપીઆઈના કે.સી. દિવાકરને સમર્થન આપ્યું. કૉંગ્રેસ ધારાસભ્ય વીડી સતીશને કહ્યું કે, એનઆરસી અને સીએએ, એક જ સિક્કાની બે બાજુ છે. સીએએ આર્ટિકલ 13, 14 અને 15નું સ્પષ્ટ ઉલ્લંઘન છે. સીપીઆઈ ધારાસભ્ય દિવાકરને કહ્યું કે, અસેમ્બલીને આ પ્રકારના પ્રસ્તાવ રજૂ કરવા માટે મજબૂર કરવામાં આવે છે. ભારતમાં મોટા પાયે આવો વિરોધ ક્યારેય નથી જોવા મળ્યો. આ પ્રસ્તાવ રજૂ કરી દુનિયાને સંદેશ મોકલવામાં આવી રહ્યો છે.


    તમામ રાજ્યોને CAA લાગુ કરવો પડશે : કેન્દ્રીય મંત્રી

    જોકે, કેરળમાં બીજેપી ધારાસભ્ય ઓ. રાજગોપાલે પ્રસ્તાવનો વિરોધ કર્યો. તેઓએ કહ્યું કે, રાજનીતિની સંકીર્ણ માનસિકતાની પ્રતીક છે. આ પહેલા સંશોધિત નાગરિકતા કાયદાને લઈ બિન-બીજેપી શાસિત રાજ્યોના વિરોધની વચ્ચે કેન્દ્રએ સોમવારે કહ્યું કે રાજ્યોને કાયદો લાગુ કરવો પડશે કારણ કે સંસદે તેને મંજૂરી આપી છે.

    સંસદીય કાર્ય મંત્રી અર્જુન રામ મેઘવાલે CAA પર કેન્દ્રની સાથે બીજેપીનો દૃષ્ટિકોણથી અવગત કરાવતાં કહ્યું કે, બંધારણ હેઠળ રાજ્યોને તેને (CAA)ને લાગુ કરવો પડશે. મંત્રીએ એમ પણ કહ્યું કે રાજ્યોને નેશનલ પૉપ્યૂલેશન રજિસ્ટર (NPR)ને પણ લાગુ કરવો પડશે, જે વસતીગણતરીનો હિસ્સો છે. તેમના નિવેદનના એક દિવસ પહેલા કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન દ્વારા વિભિન્ન રાજકીય પાર્ટીઓ અને સામાજિક-ધાર્મિક સંગઠનોનો બેઠકમાં વિવાદાસ્પદ કાયદાની વિરુદ્ધ સંયુક્ત પ્રદર્શન કરવાનો નિર્ણય કર્યો હતો.

    આ પણ વાંચો, કૉંગ્રેસે CDS નિયુક્તિનો વિરોધ કર્યો, કહ્યું- સરકાર ઉઠાવી રહી છે ખોટું પગલું
    Published by:Mrunal Bhojak
    First published: