કેરળ ચર્ચ સેક્સ સ્કેન્ડલ: પોલીસે ચાર પાદરીઓ વિરુદ્ધ નોંધી રેપની ફરિયાદ

News18 Gujarati
Updated: July 2, 2018, 2:35 PM IST
કેરળ ચર્ચ સેક્સ સ્કેન્ડલ: પોલીસે ચાર પાદરીઓ વિરુદ્ધ નોંધી રેપની ફરિયાદ

  • Share this:
કેરળના બહુચર્તિત ચર્ચ સેક્સ સ્કેંડલમાં પોલીસે ચાર પાદરીઓ વિરુદ્ધ બળાત્કાર અને યૌન ઉત્પીડનનો કેસ નોંધ્યો છે. આ મામલામાં એક મહિલાએ થોડા દિવસ પહેલા આક્ષેપ કર્યો હતો કે, જ્યારે તે કોટ્ટાયમ જીલ્લામાં સ્થિત મલંકારા ઓર્થોડક્સ ચર્ચમાં કન્ફેશન માટે ગઈ, તો આ પાદરીઓએ તેને બ્લેકમેઈલ કરી તેની સાથે યૌન શોષણ કર્યું. આ મામલો ચર્ચામાં આવ્યા બાદ કેરળ પોલીસે ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપી હતી. પોલીસ પાસે નોંધવામાં આવેલ ફરિયાદમાં મહિલાએ પોતાનું નિવેદન નોંધાવ્યું હતું, ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, ચર્ચમાં કરવામાં આવતા આ રીતના કન્ફેશનને ગુપ્ત રાખવામાં આવે છે. જોકે, મહિલાના પતિનો આરોપ છે કે, તેની પત્ની આજ રીતે એક વાર કન્ફેંશન કરવા ચર્ચમાં ગઈ હતી, પરંતુ તે પાદરીએ તેને બ્લેકમેઈલ કરીને કેટલીએ વાર યૌન શોષણ કર્યું હતું. જ્યારે તેણે બીજા પાદરી પાસે મદદ માંગી તો તેણે પણ ધમકી આપી અને તેનો નંબર બીજા પાદરીને આપ્યો. આ સીલસીલો પાંચ પાદરીઓ પાસે જઈને રોકાયો.

આ બાજુ ચર્ચના સચિવ બીજુ ઉમેનનું કહેવું છે કે, તેમને પીડિતાના પતિ તરફથી ફરિયાદ મળી હતી, જેના પર તેમણે તૂરંત કાર્યવાહી કરી આરોપી પાદરીને તેના પદ પરથી હટાવી દેવામાં આવ્યો હતો. ઉમેને કહ્યું કે, ચર્ચે પોતાની જવાબદારી પૂર્ણ કામ કર્યું છે. આજની સ્થિતિમાં ચાર લોકો શંકાસ્પદ છે. આ મામલાની તપાસ કરવા માટે પંચની નિમણૂક કરવામાં આવી છે. તપાસ ચાલી રહી છે અને રિપોર્ટ આવતા જ ચર્ચ ફરી તેમના પર કાર્યવાહી કરશે.

ઓર્થડોક્સ ચર્ચ આ પૂરા ઘટનાક્રમને હેરાન કરી દે તેવો જણાવે છે. આ મુદ્દે સોશિયલ મીડિયા પર ખુબ આલોચના થઈ રહી છે. જોકે પીડિતાએ આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધાવી ન હતી. એવામાં પોલીસે જાતે મહિલાનો સંપર્ક કર્યો અને આ કાર્યવાહી કરી છે.
First published: July 2, 2018, 2:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading