કેરળમાં બાળ વિવાહનું કડવું સત્ય! 2019માં 20,995 સગીરાએ બાળકોને જન્મ આપ્યો

કેરળમાં વર્ષ 2019માં બાળકોને જન્મ આપનાર 20,995 મહિલાઓ કિશોરીઓ હતી. (પ્રતીકાત્મક તસવીર- Shutterstock)

Kerala Shocking News: વર્ષ 2019માં 15-19 વર્ષની છોકરીઓની માતા બનવાનો દર 4 ટકાથી વધારે નોંધાયો

  • Share this:
કેરળ સરકારના (Kerala Governemt) ઈકોનોમિક્સ અને સ્ટેટીસ્ટિક્સ ડિપાર્ટમેન્ટ ((Economics and Statstics Department) દ્વારા એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ પરથી જાણવા મળ્યું છે કે, વર્ષ 2019માં બાળકોને જન્મ આપનાર 20,995 મહિલાઓ કિશોરીઓ (Minor) હતી. વર્ષ 2018માં આ પ્રકારના કુલ 20,461 કેસ જોવા મળ્યા હતા, જે વધીને વર્ષ 2019માં 20,995 થઈ ગયા છે. આ ડેટા પરથી બાળ વિવાહ (Child Marriages) અને ગર્ભાવસ્થાની (Pregnancy) નરવી વાસ્તવિકતા જોવા મળી રહી છે.

આંકડાઓ અનુસાર, કેરળના શહેરી વિસ્તારમાં (Kerala Urban Regions) 15-19 વર્ષની 10,613 મહિલાઓએ અને ગ્રામીણ વિસ્તારમાં (Kerala Rural Regions) 5,747 મહિલાઓએ બાળકોને જન્મ આપ્યો હતો. ઉપરાંત કુલ 5,239 સિઝેરિયન ડિલીવરી કરવામાં આવી છે. વર્ષ 2018માં જન્મ આપવા દરમિયાન કોઈપણ માતાનું મૃત્યુ થયું નથી, પરંતુ વર્ષ 2019માં બે મૃત્યુ નોંધાયા છે. 99 પ્રસુતિ એવી નોંધવામાં આવી છે, જેમાં પ્રસુતિ પહેલા થવા પ્રસુતિ બાદ માતાનું મૃત્યુ થયું છે અથવા બાળકનું મૃત્યુ થયું છે.

20,597 છોકરીઓએ પોતાના પહેલા બાળકને જન્મ આપ્યો હતો, 316 છોકરીઓએ બીજા બાળકને જન્મ આપ્યો, 59 છોકરીઓએ પોતાના ત્રીજા બાળકને જન્મ આપ્યો અને 16 છોકરીઓએ પોતાના ચોથા બાળકને જન્મ આપ્યો. આ તમામ કિશોરમાંથી મોટાભાગના લોકોએ પ્રાથમિક અથવા ઉચ્ચ શિક્ષણ મેળવ્યું છે. જેમાં 4,285 છોકરીઓ હિંદુ સમુદાયમાંથી છે અને 16,089 છોકરીઓ મુસ્લિમ સમુદાયમાંથી અને 586 છોકરીઓ ક્રિશ્ચિયન સમુદાયમાંથી હતી. આ તમામ માહિતી પરથી કેરળ મોડલ, સામાજિક અને સાંસ્કૃતિક વિકાસ પર સવાલ ઉભા કરવામાં આવે છે, જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમુદાય સમક્ષ રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે.

આ પણ વાંચો, શરીર માટે હાનિકારક સાબિત થઈ શકે છે Multivitamins, આ વાતોનું રાખો ખાસ ધ્યાન

સામાજિક કાર્યકર્તા ધન્યા રમણે જણાવ્યું કે, વિભિન્ન કારણોસર લોકોનું વ્યક્તિગત જીવન અધિકથી અધિક જટીલ બની રહ્યું છે. કેરળમાં મહિલા આયોગ જેવા સામાજિક સંગઠન દ્વારા કોઈપણ પ્રકારની સ્ટડી કરવામાં આવી નથી. જે કેરળમાં મહિલાઓના સંઘર્ષને રજૂ કરી શકે. જ્યારે દહેજ જેવા કેસ સામે આવે છે, ત્યારે લોકો આ સમસ્યાથી એટલી હદે પરેશાન થઈ જાય છે, કે મહિલાઓ જે સમસ્યાનો સામનો કરે, તેમાં શામેલ થઈ જાય છે.

આ પણ વાંચો, મેલેરિયાની વેક્સીનને WHOની મંજૂરી, 30 વર્ષની મહેનત બાદ બનાવવામાં આવી વેક્સીન

ધન્યા રમણે વધુમાં જણાવ્યું કે, ‘માતા પિતા પોતાની દિકરીઓના લગ્ન ખૂબ જ ઓછી ઉંમરે કરી છે અને તેમણે પોતાનું જીવન સુરક્ષિત કરી લીધું તેવું માને છે. ખૂબ જ નાની ઉંમરે તે બાળકીઓએ માનસિક સંઘર્ષ અને તણાવમાંથી પસાર થવું પડે છે. બાળકીઓ જે ઉંમરે બાળકનો ઉછેર કરવા માટે માનસિક રીતે તૈયાર પણ ના હોય તે ઉંમરે બાળકીઓ ગર્ભવતી બની જાય છે. આ મુદ્દો આજના સમયની ખૂબ જ મોટી સમસ્યા બની ગયો છે. નાની ઉંમરે લગ્ન કરાવવાથી અનેક પ્રકારની સમસ્યા આવે છે અને સંબંધોમાં તણાવ ઉત્પન્ન થવા લાગે છે. તેમ છતાં, બાળકીઓ પોતાના માતા-પિતા પાસે જઈ શકતી નથી. આ કારણોસર માતાને પોતાના નવજાત બાળકને મારવા અથવા ગર્ભપાત કરાવવા માટે મજબૂર કરવામાં આવે છે. આ પ્રકારના મુદ્દાઓ પર જરૂરી પગલા માટે એક યોગ્ય સિસ્ટમની જરૂરિયાત છે.’
Published by:Mrunal Bhojak
First published: